________________
૫૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
(૪૮)
સરળપણું (દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે સુખ-સંપદશું ભેટ–એ રાગ)
વક્રપણું વિભાવતણું રે સગુરુમાં નહિ લેશ, શુદ્ધ સ્વભાવે શોભતા રે સરળપણે પરમેશ.
પરમગુરુ રાજચંદ્ર ભગવંત. હું વંદુ વાર અનંત, પરમગુરુ રાજચંદ્ર ભગવંત. અર્થ - સરળપણું એ આત્માનો ગુણ છે, આત્માનો સ્વભાવ છે; જ્યારે વક્રપણું એ સરળપણાનો પ્રતિપક્ષી દોષ છે. જે આત્માનો સ્વભાવ નથી પણ વિભાવ ભાવ છે. તે વક્રપણું મારા સગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુમાં લેશ માત્ર નથી. પરમકૃપાળુદેવ તો સરળતા આદિ ગુણો વડે પરમેશ્વર બની જઈ આત્માના શુદ્ધ સ્વભાવમાં બિરાજમાન થઈ સદા શોભી રહ્યાં છે. એવા પરમગુરુ રાજચંદ્ર ભગવંતને હું અનંતવાર પ્રણામ કરું છું. /૧|
સહજ સ્વરૂપને પામવા રે સરળપણાની જરૂર,
મનહરતા પણ ત્યાં વસે રે વિશ્વાસે ભરપૂર. પરમગુરુ અર્થ :- સહજ આત્મસ્વરૂપને પામવા માટે આત્મામાં સરળપણું લાવવું જરૂરી છે.
“આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુઘી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે.” (વ.પૃ.૩૪૬) સરળતા ગુણ જેનામાં છે તે આત્મા બીજાના મનને પણ હરણ કરનાર છે. તેવા વ્યક્તિ ઉપર ભરપૂર વિશ્વાસ મૂકી શકાય. રા
સરળ સિદ્ધ-ગતિ કહી રે, સરળ અતિ શિવપંથ;
વક્રગતિ કહી સર્પની રે, માયાનું દ્રષ્ટાંત. પરમગુરુ અર્થ - લોકાંતે રહેલ સિદ્ધગતિમાં આત્માને જવાનો માર્ગ સરળ અર્થાતુ એકદમ સીધો છે. જે સ્થાને આત્મા દેહરહિત થાય તે જ સ્થાનથી ઉપર ઊઠી એક જ સમયમાં સીઘી ગતિ વડે લોકાંતે જઈ સિદ્ધ ગતિને પામે છે. મોક્ષ પામવાનો માર્ગ સરળ છે.
“અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે.” (વ.પૃ.૨૫૯)
સાપની ગતિ વક્ર છે. સાપ ચાલે ત્યારે વાંકો ચાલે છે. તેમ માયાવી જીવોનું વર્તન વક્ર હોય છે; સરળ હોતું નથી. કા
દરમાં પેસે સાપ તો રે સીઘો ત્યાં થઈ જાય,
તેમ માયા મૂક્યા વિના રે ઘર્મ ન સત્ય સથાય. પરમગુરુ અર્થ - સાપ જ્યારે દરમાં પ્રવેશ કરે ત્યારે તેને સીધા થઈ જવું પડે છે. તેમ સંસારમાં રહેલ જીવોને માયા મોહ મૂક્યા વિના સત્ય ઘર્મની આરાધના થઈ શકે એમ નથી.