Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 566
________________ ૫ ૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ - ઘર્મના નામે ચાલતા કુમાર્ગોની પ્રશંસા કરવી નહીં તેથી મિથ્યાત્વને પોષણ મળે છે. તેમજ વચનયોગવડે કોઈના મનને ભેદી નાખે એવી મર્મભેદક વાણી ઉચ્ચારવી નહીં. જેમ બ્રાહ્મણે વાઘને કૂતરો કહી દીઘો, તે ઘા પન્દર દિવસે પણ રુઝાયો નહીં, જ્યારે કુહાડાનો ઘા પંદર દિવસે પણ રુઝાઈ ગયો. માટે સજ્જન પુરુષો શાંતિપ્રેરક વચન બોલી પોતાના વચનયોગનો ઉપયોગ કરે છે. રહા જન-મન દૂભવે બૂરું બોલી તે જન હિંસક જાણો રે, તે જનને સન્માર્ગે વાળે, વાણી પ્રશસ્ત વખાણો રે. વંદું અર્થ :- જે ખરાબ વચન બોલીને લોકોના મનને દુભવે છે તેને હિંસક જાણો. એવા વ્યક્તિને પણ જે હિત, મિત અને પ્રિય વચન બોલી, સન્માર્ગમાં વાળે છે તે પુરુષની વાણી પ્રશસ્ત છે એમ જાણો અને તેના વખાણ કરો. ૨૪ કષાય શમાવે, ભક્તિ જગાવે, ઘીરજ દે દુખ આવ્યું રે, મોહનીંદમાં ઘોરે જગજન તેને બોથી જગાવે રે. વંદુંઅર્થ :- જે વાણી કષાયભાવોને શમાવે, સપુરુષ પ્રત્યે ભક્તિને જાગૃત કરે, દુઃખના અવસરમાં ધીરજ આપે અને મોહનીંદમાં જે જગતવાસી જીવો ઘોરી રહ્યા છે તેને પણ બોથ આપીને જગાડે તે વાણી જીવને કલ્યાણકારી છે. તેની જ ઉપાસના કરવા યોગ્ય છે. ૨૫ સહજ સ્વભાવે સ્કુરતી વાણી પરમગુરુંની જાણો રે, શબ્દબ્રહ્મફૅપ વચનચોગ તે પરમ પ્રશસ્ત પ્રમાણો રે. વંદું અર્થ - એવી કલ્યાણકારી વાણી કોની છે? તો કે એવી વાણી પરમગુરુની છે કે જે સહજ સ્વભાવે તેમના આત્મામાંથી ફુરાયમાન થઈને નીકળે છે. આત્માને સ્પર્શીને નીકળતી વાણી તે શબ્દબ્રહ્મરૂપ છે. સપુરુષનો એવો વચન-ચોગ પરમ પ્રશસ્ત છે અને પ્રમાણભૂત છે એમ જાણો. ||રા કર-ચરણાદિક અનેક અંગે પાપ થતાં જે રોકી રે, સ્વપરહિતમાં કાયા યોજે તે શુભ કાયા-ચોળી રે. વંદું અર્થ - હવે કાયયોગ પ્રશસ્ત થયો જ્યારે ગણાય? તે જણાવે છે : હાથ, પગ, આંખ, કાન આદિ અંગો દ્વારા થતા પાપોને જે રોકી, તે જ કાયાને વંદન, સેવન, પૂજન આદિ અનેક સ્વ-પર હિતના કામોમાં યોજે તેનો કાયયોગ શુભ છે એમ કહી શકાય. રશી શાસ્ત્રાજ્ઞા-અનુસરતું વર્તન કાયાથી જે રાખે રે, પાપ ઘણાં અટકાવી તે જન પરમ પુણ્યફળ ચાખે રે. વંદું અર્થ – શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે જ્ઞાની પુરુષની આજ્ઞા અનુસાર મુનિ હોય તો સમિતિપૂર્વક અને ગૃહસ્થ હોય તો યત્નાપૂર્વક કાયાથી વર્તન જો રાખે, તો મન, વચન, કાયાથી થતા ઘણા પાપોને અટકાવી તે ભવ્યાત્મા કાળાન્તરે પરમ પુણ્યના ફળમાં શાશ્વત્ આત્મસિદ્ધિને પામે છે. સારા ક્રિયાકુશળતા યોગ ગણ્યો છે, અક્રિયતા નિજ જાણો રે, કર્મરહિત નિજ શુદ્ધ સ્વભાવે સ્થિરતા, યોગ વખાણો રે. વંદું

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590