________________
(૪૩) પ્રશન યોગ
અર્થ – મન વચન કાયાથી થતી ક્રિયા જ્ઞાનીપુરુષની આજ્ઞાનુસાર કરવામાં આવે તો તે ક્રિયા જીવને મોક્ષ સાથે જોડાણ કરાવે છે, તેથી તે ક્રિયા કુશળતાને પણ યોગ ગણ્યો છે. જ્યારે નિષ્ક્રિયપણું એ પોતાના આત્માનો સ્વભાવ છે.
૫૩૯
જ્યારે મન વચન કાયાના યોગ આત્માને કર્મથી રહિત કરાવીને પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા કરાવશે તે ખરા પ્રશસ્ત યોગ છે અને તે વખાણવા લાયક છે. ।।૨૯।।
ગ્રંથિભેદ કરી, બાહ્યદશા તğ અંતરાત્મતા પામી રે,
પરમાત્માના યોગે યોગી થાય ત્રિભુવન-સ્વામી રે. વંદું
અર્થ :— મોક્ષને સાઘનાર યોગી પ્રથમ જીવની મિથ્યાત્વમય બહિરાત્મદશાને તજી, અંતરઆત્મદશાને પામી, પછી પરમાત્મદશાના યોગે તે ત્રિભુવનનો સ્વામી અર્થાત્ ત્રણેય લોકનો નાથ થાય છે, “બહિરાત્મા તજી આમ, અંતરાત્મા બની અહો!
સર્વ સંકલ્પથી મુક્ત, પરમાત્માપણું લહો. ૨૭ -ગ્રંથયુગલ ||૩૦॥ પરમાત્મા ય સોર્ગીપણું તજી થાય અયોગી અંતે રે,
એમ પરમપદ પામી શોભે સિદ્ધરૂપે લોકાંતે રે. વંદું
-
અર્થ :– દેહધારી પરમાત્મા પણ આયુષ્યના અંતે પોતાના મન વચન કાયાના યોગોને તજી દઈ, અયોગી બની પોતાના સ્વાભાવિક પરમપદ સ્વરૂપ સિદ્ધ અવસ્થાને પામી, લોકાન્તે જઈ સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થાય છે. ત્યાં અનંત ગુણોવડે તે શોભા પામે છે. ।।૩૧।।
પ્રશસ્તયોગ-પ્રભાવે યોગી શુભ ભાવો આરાથે રે,
શુદ્ધ ભાવની શ્રેણી ચઢતાં અંતિમ સિદ્ધિ સાથે રે. વંદું
અર્થ :— મન વચન કાયાના પ્રશસ્ત યોગના પ્રભાવે યોગી એવા જ્ઞાનીપુરુષ, શુદ્ધ ભાવના લક્ષે શુભ ભાવમાં પ્રવર્તે છે, પણ અવસર પામ્યું આઠમા ગુન્નસ્થાનકથી શ્રેણિએ ચઢી કેવળજ્ઞાન પામી અંતિમ સિદ્ધિરૂપ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. મન, વચન, કાયાના યોગને નીચે પ્રમાણે પ્રશસ્ત કરે છે ઃ—
“જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેજિ નયન પ્રપાન; જિ જિનચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણ જિ શ્રી૨ અરિાપદજ અરચીએ, સ ક્ષતિજે તે હાવ્ય; જિ
પ્રભુગુણ ચિંતનમેં રમે, તેહ જ મન સુકયથ્થ. જિ॰ શ્રી૦૩
શ્રી ઋષભાનન વંદિયે, અચલ અનંત ગુણવાસ, જિનવર;” નિત્યક્રમ ॥૩૨॥
મન વચન કાયાના યોગ પ્રશસ્ત કરવા માટે જીવનમાં સરળતા ગુણ જોઈએ. સરળતા હોય તો જીવનમાં ધર્મ પરિણમી શકે. મન વચન કાયાની કુટિલતા એ ધર્મના દ્રોહરૂપ છે; જ્યારે ‘સરળતા એ ધર્મનું બીજું સ્વરૂપ છે.' શ્રીમદ્ રાજચંદ્ર (વ,પૃ.૭)