Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 555
________________ (૪૬) સ્વ-દેશ-બોઘ ૫ ૨૭ સઘાય એમ છે. Iટા તો સગુરુના સંગથી પ્રગટે બોઘ-પ્રકાશ, પ્રભુજી; નિર્મળ વિચાર-થારથી ઘોવાય મિથ્યાભાસ, પ્રભુજી. રાજ અર્થ :- ઇન્દ્રિયોના વિષયોને મૂકી દઈ સદગુરુનો સંગ કરવાથી તેમના બોઘે મારા આત્મામાં કારણરૂપ સમ્યકજ્ઞાનનો પ્રકાશ પ્રગટવા યોગ્ય છે. તેથી આત્માની વિચારધારા નિર્મળ બને છે. અને તેના ફળસ્વરૂપ પરપદાર્થમાં સુખ છે એવો મિથ્યાભાસ ધોવાઈ જાય છે. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે.” (વ.પૃ.૪૫૧) આલા લોક-સ્વજન-તન-કલ્પના બંઘનરૂપ સંબંઘ, પ્રભુજી; સત્રદ્ધા દ્રઢ આદરી, ટાળું બઘા પ્રતિબંઘ, પ્રભુજી. રાજ હવે સ્વઘામરૂપ મોક્ષપ્રાપ્તિમાં બાઘક એવા જે ચાર પ્રકારના બંઘન છે તેને ટાળવા જણાવે છે : અર્થ - લોકસંબંધી બંઘન, સ્વજન કુટુંબ બંઘન, દેહાભિમાનરૂપ બંઘન અને સંકલ્પવિકલ્પરૂપ બંઘન. આ ચારેય બંઘનો સાથે મારે સંબંધ રહેલો છે. પણ સત્પરુષ ઉપર દ્રઢ સશ્રદ્ધા કરીને તેમની આજ્ઞા પ્રમાણે વર્તી આ બધા પ્રતિબંઘને હવે દૂર કરું, “જીવને બે મોટા બંઘન છે : એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંઘ. સ્વચ્છેદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ; અને પ્રતિબંઘ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંઘનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંઘ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે.” (વ.પૃ.૨૬૧) /૧૦ કર્મકલંકિત આતમા જેથી થાય વિશુદ્ધ, પ્રભુજી; તે જ સ્વઘામ, સ્વહિત તે, સમજાવે સૌ બુદ્ધ, પ્રભુજી. રાજ અર્થ :- અનાદિકાળથી કર્મથી કલંકિત થયેલ આત્મા જે વડે વિશુદ્ધ થાય તે જ પોતાનું સ્વઘામ છે, અર્થાત્ સહજ આત્મ સ્વરૂપમાં સ્થિતિ એ જ પોતાનું શાશ્વત ઘર છે અને તે સ્થિતિને પ્રાપ્ત કરવી એમાં જ પોતાનું અનંત હિત રહેલું છે. એમ સર્વ બુદ્ધ એટલે જ્ઞાની પુરુષોનું જણાવવું છે. પરમકૃપાળુદેવ આ વિષે આત્મસિદ્ધિમાં જણાવે છે – “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ.” (વ.પૃ.૫૫૫) “રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” -શ્રીમદ્ રાજચંદ્ર (૧૧ાા ઇન્દ્રિય-રાક્ષસ જ્યાં ભમે, રમે રતિરૂપ સિંહ, પ્રભુજી; દુઃખ અટવી-સંસારને તજે મુનિ નર-સિંહ, પ્રભુજી. રાજ, અર્થ - જ્યાં ઇન્દ્રિયોરૂપી રાક્ષસો ભમી રહ્યાં છે અને જ્યાં કામદેવરૂપ સિંહ રમણતા કરી રહ્યો છે એવા દુઃખમય સંસારરૂપી જંગલને, જે નરોમાં સિંહ સમાન છે એવા આત્મજ્ઞાની મુનિઓ તો તજી દે છે. ૧૨ાા દુઃખદાવાનળથી બળે જગમાં જીવ અનંત, પ્રભુજી; જ્ઞાન-સમુદ્ર તટે જતા તેથી સઘળા સંત, પ્રભુજી. રાજ

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590