Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 559
________________ (૪૬) સ્વ-દેશ-બોઘ ૫૩ ૧ ઉપરાઉપરી આપદા પ્રેરે પાપ-પ્રકાર પ્રભુજી; નરક ભયંકર નોતરે; ટકે ન હિત-વિચાર, પ્રભુજી. રાજ અર્થ:- હે પ્રભુ! આ સંસારમાં ઉપરાઉપરી અનેક પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાથિની આપદાઓ આવતાં છતાં પણ મથુબિંદુના દ્રષ્ટાંત સમાન ત્યાં જ વળગી રહી પાપના પ્રકારોમાં જ મારો જીવ પ્રેરાય છે. પણ તેને છોડવા ઇચ્છતો નથી. તો તે પાપના વિચારો મારા માટે નરકને નોતરું આપશે. કેમકે આત્મહિતના વિચારો મારા મનમાં ટકવા જોઈએ તે ટકતા નથી. તો મારે હવે તે માટે શું કરવું? તે આપ જણાવો. રવા નથી નિર્ણય નિજ રૂપનો ક્યાંથી થશે કલ્યાણ, પ્રભુજી? ભાન વિના ભમતો ફરું ભૂત-ભ્રમિત સમાન, પ્રભુજી. રાજ અર્થ :- હે પ્રભુ! હજી મને મારા પોતાના સ્વરૂપનો નિર્ણય નથી કે હું કોણ છું? તે આત્મસ્વરૂપને જાણ્યા વિના હે પ્રભુ! મારું કલ્યાણ કેમ થશે? મોહરૂપી ભૂત લાગવાથી ભ્રમિત થયેલો એવા હું સ્વભાવને ભૂલી ચારગતિરૂપ ઘોરવનમાં ભમ્યા જ કરું છું. If૨૭ળા કુશાસ્ત્રાદિ વિનોદમાં ગાળું હું દુર્લભ કાળ, પ્રભુજી; કરવા યોગ્ય કરું નહીં, લીથી ન નિજ સંભાળ, પ્રભુજી. રાજ અર્થ - હે પ્રભુ! આત્માર્થ પોષક શાસ્ત્રોને મૂકી દઈ; મિથ્યાત્વ પોષક કુશાસ્ત્રો કે છાપાઓ કે મોહપોષક નવલકથાઓના વિનોદમાં મારો આ દુર્લભ મનુષ્યભવનો સમય ગાળું છું. આ માનવદેહમાં અચૂક કરવા યોગ્ય આત્મકાર્યને હું કરતો નથી. જેથી મારા આત્માની નિજ સંભાળ લેવાનું કાર્ય આવા પ્રાપ્ત અમૂલ્ય અવસરમાં પણ પડ્યું રહે છે. તો મારું સ્વદેશરૂપ મોક્ષગમન કેવી રીતે થશે? ૨૮ સમભાવે પગ ના ટકે, મમતા નહીં મુકાય, પ્રભુજી; વેષ ઘરું ભવ-નાટકે, સ્વભાવ નિત્ય ચકાય, પ્રભુજી. રાજ અર્થ - સમભાવ જે આત્માનું ઘર છે – સ્વઘામ છે, ત્યાં મારો પગ ટકતો નથી, અર્થાત્ સ્વભાવમાં મન સ્થિર રહેતું નથી. અને સર્વ દુઃખનું મૂળ મમતા છે. તે પરમાં મારાપણું કરવાનો ભાવ હજુ સુઘી મારા મનમાંથી મૂકાતો નથી. તેના કારણે આ સંસારમાં હું અનેક પ્રકારના નવા નવા દેહ ઘારણ કરીને નાટક કર્યા કરું છું. અને જે મારો નિત્ય આત્મ સ્વભાવ છે તેને ચૂકી જાઉં છું. એક ભવમાં પણ જ્ઞાની પુરુષની આજ્ઞાએ ઘર્મ આરાધું તો મારો અનંત સુખરૂપ આત્મસ્વભાવ પ્રાપ્ત થઈ મારું આ ભવનાટક અટકી જાય; પણ હજી હું તેમ કરતો નથી. /૨૯ો. કૃત-કારિત-અનુમોદને ઘર્મ ત્રિવિઘ સઘાય, પ્રભુજી; મન, વાણી, તન યોજતાં નવઘા ઘર્મ-ઉપાય, પ્રભુજી. રાજ અર્થ - કરવું, કરાવવું અને અનુમોદવું એમ ઘર્મ ત્રણ પ્રકારે સાથી શકાય છે. તેમાં પણ મન, વાણી અને શરીર સાથે તેની યોજના કરતાં તે ઘર્મ નવ પ્રકારે આરાધી શકાય છે. જેમકે મનથી કરવું, કરાવવું, અનુમોદવું, વચનથી કરવું, કરાવવું, અનુમોદવું કે કાયાથી કરવું, કરાવવું અનુમોદવું. એમ નવ પ્રકારે ઘર્મ આરાઘનાના ઉપાય ભગવંતે જણાવ્યા છે. [૩૦

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590