Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 561
________________ (૪૭) પ્રશસ્ત યોગ ૫ ૩૩ જેના યોગબળે આપણા હૃદયમાં પણ મોક્ષને સાથે એવા પરમ યોગની સાધના પ્રગટ થાય એમ છે, એવા પરમકૃપાળુદેવનું હૃદય શાંત સુઘારસથી ભરપુર છે, તેમને મારા ભક્તિભાવે નમસ્કાર હો. ||૧|| યોગ થયો જે પરવસ્તુનો બાહ્ય, અત્યંતર ભેળે રે; દેહાદિકનો બાહ્ય ગણાય, કર્મ અત્યંતર વેદે રે. વંદું અર્થ :- સર્વ જીવોને પરવસ્તુનો બે પ્રકારે યોગ થયેલો છે. તે એક બાહ્ય અને બીજો અંતરનો છે. તેમાં દેહ, કુટુંબ, સોનું, રૂપું, મણિ, પત્થર આદિનો યોગ તે બાહ્યયોગ છે, અને જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મનો યોગ એટલે સંબંઘ તે અંતરમાં રહેલ આત્મા સાથે છે. તે આત્મા એ આઠેય કર્મના ફળનું વેદન કરનાર છે. રા. કર્મ-હેતુ ત્રણ યોગ કહ્યા જ્યાં મન, વાણી, તન વર્તે રે; શુભ, અશુભ જીંવ-ભાવ વડે તે પ્રશસ્ત ને અપ્રશસ્ત રે. વંદું અર્થ :- હવે અંતરંગ કર્મનો યોગ કેવી રીતે થાય છે તે જણાવે છે : જ્ઞાનાવરણિયાદિ આઠેય કર્મ આવવાના કારણ ત્રણ યોગ છે. તે મન, વચન, કાયાના યોગ પ્રવર્તનથી કર્મનું આગમન થાય છે. શુભ કે અશુભભાવ જીવ કરે તે પ્રમાણે, મન વચન કાયાના યોગ પ્રશસ્ત યોગ કે અપ્રશસ્તયોગ કહેવાય છે. ગાયા પાપ-કર્મમાં કરે પ્રવૃત્તિ વિષયાદિકને માટે રે; અશુભ યોગથી દુર્ગતિ બાંથી વહે અનાદિ વાટે રે. વંદુંઅર્થ - અશુભ યોગમાં જીવો શા માટે પ્રવૃત્તિ કરે છે અને તેનું ફળ શું આવે છે તે જણાવે છે – પાંચ ઇન્દ્રિયના વિષયો પોષવા માટે જીવો અઢાર પાપસ્થાનકમાં પ્રવૃત્તિ કરે છે. તે અશુભયોગમાં પ્રવૃત્તિ કરીને દુર્ગતિનો બંઘ કરી, અનાદિની ચતુર્ગતિરૂપ ભ્રમણની વાટમાં જીવો ફર્યા કરે છે. [૪] સદ્ભાગ્યે સગુરુને યોગે વંદન આદિક કરતાં રે, યોગ-ક્રિયા-ફળ હોય અવંચક ભાવ સત્ય પ્રતિ ઘરતાં રે. વંદુંઅર્થ - સદ્ભાગ્યના ઉદયે કોઈક ભવમાં શુભકર્મના ફળમાં તેમને સગુરુનો યોગ મળતાં, તેમને વંદન, પૂજન, સેવન કે ઉપદેશ શ્રવણ આદિ કરવાનો જોગ પ્રાપ્ત થાય છે. ત્યારે તેમના મન વચન કાયાના યોગ કે તેમની પ્રવૃત્તિરૂપ ક્રિયા કે તેના ફળ અવંચક બને છે અને તેમના ભાવ જેમ છે તેમ આત્માદિ વસ્તુના સત્ય સ્વરૂપ પ્રત્યે વળતા જાય છે. હવે યોગ, ક્રિયા કે તેના ફળ ક્યારે અવંચક કહેવાય તે જણાવે છે : “સદગુરુનો યોગ થયા પછી તેની આજ્ઞામાં મનોયોગ પ્રવર્તાવે તે યોગાવંચક છે, જ્ઞાનીની આજ્ઞાએ વચન અને કાયા પ્રવર્તાવે, વંદના આદિ ક્રિયા વિનયપૂર્વક કરે તે ક્રિયા અવંચક છે. અને સદગુરુ સાચા હોવાથી જે પુણ્યરૂપ ફળ બંઘાય તે પણ મોક્ષમાર્ગને અવિરોઘક એવું હોય તે ફ્લાવંચક છે. એમ યોગ, ક્રિયા ને ફળ એ ત્રિવિઘ અવંચક યોગ થાય ત્યારે પ્રથમ દ્રષ્ટિમાં જીવ આવ્યો લેખાય.” (આ..સક્ઝાય, અર્થ., .૧૨) હવે વંચક યોગ કે વંચના બુદ્ધિ કોને કહેવાય તે જણાવે છે :“વંચનાબુદ્ધિ એટલે સત્સંગ, સગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાત્મબુદ્ધિ ઘટે તે

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590