Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 562
________________ ૫૩૪ પ્રાવધ-વિવેચન ભાગ-૧ માહાત્મ્યબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્ત્યા કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાત્મ્યબુદ્ધિ નહીં; તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાઘવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે ત્યાં પણ જો જીવ લઘુતા ઘારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વ શાસ્ત્રાર્થ અને આત્મા સહેજે સિદ્ધ થવા સંભવે છે. એ જ વિજ્ઞાપન.' (પૃ.૪૨૨૨ ||૫|| એક શેઠને ત્રણ દુકાનો રત્ન, કનક, કાપડની રે; નફો-ખોટ ત્યાં ભાવ પ્રમાણે, વળી ક્રિયા આવડની રે. વંદું અર્થ :— મન, વચન, કાયાના ત્રણેય યોગમાં, કયા યોગની પ્રવૃત્તિથી વિશેષ નુકસાન છે તે કહે છે ઃ એક શેઠનું દૃષ્ટાંત :– એક શેઠને ત્રણ દુકાનો છે. એક રત્ન હીરા માણેક મોતીની, બીજી સોના ચાંદીની અને ત્રીજી કાપડની. તેમાં નફો કે ખોટ ભાવ પ્રમાણે થાય છે. વળી તેમાં પોતામાં ઘંઘાની કેવી આવડત છે અને કેવો એનો પુરુષાર્થ છે તેના ઉપર પણ નફા તોટાનો આધાર રહે છે. ।।૬।। કાપડમાં જે ખોટ જણાતી, કનકલાભથી ટળતી રે; કનકદુકાને ખોટ આવતાં રત્નનફામાં ભળતી રે. વંદું અર્થ :— કાપડની દુકાનમાં જે કોઈ ખોટ જણાય તો તે સોનાચાંદીની દુકાનના નફામાંથી પુરાઈ જાય. સોના ચાંદીની દુકાને ખોટ આવે તો તે રત્ન કે હીરા માણેકની દુકાનમાંથી ભરપાઈ થઈ જાય. ।।૭।। પ્રશસ્ત પ્રવૃત્તિ યોગ તણી તે પુણ્યલાભ સમ સમજો રે, અશુભ યોગ-જ પાપ ખોટ સમ, પુરાય હજી જો ચેતો રે. વંદું અર્થ :— મન વચન કાય યોગની શુભ પ્રવૃત્તિ થાય તેને પુણ્યના લાભ સમાન જાણો, અને તે યોગોવર્ડ અશુભ પ્રવૃત્તિ થાય તો પાપ કર્મનો આસ્રવ થાય છે, તેને દુકાનમાં થતી ખોટ સમાન જાણો. તે ખોટને પૂરી શકાય છે, જો તમે નીચેની ગાથામાં જણાવ્યા પ્રમાણે ચેતી જાવ તો. IIII કાયાએ દૂભવ્યા જન તેની ક્ષમા યાર્થી જન છૂટે રે, વચન-વિરોઘે વેર વેર વધેલું મૈત્રીભાવે તૂટે રે. વંદું અર્થ :— કાયાવડે કોઈને આપણે દુભવ્યા હોય તો તેની માફી માંગીને છૂટી શકાય છે. કોઈની સાથે નહીં કહેવા યોગ્ય વચન બોલવાથી વધેલું વેર, તેની સાથે ફરીથી મૈત્રીભાવ એટલે પ્રેમભાવ રાખવાથી મેટી શકાય છે. લ્હા એથી ઊલટો ક્રમ સેવ્યાથી ખોટ નહીં પુરાશે રે, મનમાં વેર ઘરી હિતવચનો વાં, વેર ન જાશે રે. વંદું અર્થ : એથી ઊલટો ક્રમ જેમ કે પેલા બે ઘોલ મારે તો હું ચાર મારીશ, કે પેલો બે વચન કહે તો હું ચાર કહીશ એમ કરવાથી થયેલ પાપની ખોટ કદી પુરાશે નહીં પણ વૃદ્ધિ પામશે. મનમાં વે૨ના ભાવો રાખી ઉપરથી મીઠું બોલવાથી પણ તે વેર નાશ પામશે નહીં. ।।૧૦।। વચન-વિરોઘ કરી કાયાથી સેવા કરો તન તોડી રે, તોપણ હિત નહિ સાધી શકશો, સમજી લ્યો મન જોડી રે. વંદું

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590