________________
(૪૭) પ્રશસ્ત યોગ
૫ ૩૫
અર્થ - ગમે તેમ બોલી વચનરૂપ તીર છોડીને વિરોઘ મોલ લીધા પછી, કાયાથી તનતોડીને તેની સેવા કરો તો પણ તમે તમારું હિત સાધી શકશો નહીં. આ વાત તમે મનને સ્થિર કરીને બરાબર સમજી લેજો. ૧૧ાા.
રત્નખોટ નહિ પૂરી થાશે સુવર્ણની દુકાને રે,
સોનાની નહિ ખોટ પુરાશે કાપડની દુકાને રે. વંદું અર્થ :- રત્નની દુકાનમાં આવેલ ખોટ સોનાચાંદીની દુકાનના નફાવડે પૂરી શકાશે નહીં. અને સોના ચાંદીની દુકાને આવેલ ખોટ કાપડની દુકાનના નફાવડે પૂરી શકાશે નહીં. ૧૨ાા.
મનને આઘારે તરવાનું કે ડૂબવાનું, સમજો રે,
તેથી મનની શુદ્ધિ કરવા સપુષને ભજો રે. વંદું અર્થ :- હવે મનોયોગને પ્રશસ્ત કરવા કેવા ભાવોમાં રમવું જોઈએ તે જણાવે છે :
રત્નોની દુકાન સમાન મનને જાણો. તેની ખોટ કોઈથી પૂરી શકાય એમ નથી. મનને આધારે જ તરવાનું છે કે બૂડવાનું છે, મન જો સત્પરુષના આધારે ચાલે તો સંસાર સમુદ્રથી તરી શકાય છે. અને મન જો તેથી વિપરીત ચાલે તો સંસાર સમુદ્રમાં બુડાવી દે એમ છે.
બંઘ અને મોક્ષનું કારણ મનુષ્યોનું મન જ છે. “મન શેવ મનુષ્યામ્ વંઘ મોક્ષયોઃ” તેથી મનની શુદ્ધિ કરવા માટે સપુરુષના વચનોને સાચા ભાવથી ભજજો, અર્થાત્ તે પ્રમાણે જ વર્તન કરવાનું રાખજો.
“રાગ-દ્વેષાદિ મોજાંથી, હાલે જો ના મનોજળ;
તો આત્મતત્ત્વ તે દેખે, તે તત્ત્વ અન્ય નિષ્ફળ.” -ગ્રંથયુગલ /૧૩ સત્પષની સ્તુતિ કરવા વચનયોગ વાપરજો રે,
જીવનભર તેની સેવામાં માનવ કાયા ઘરજો રે. વંદું અર્થ - પોતાનો વચનયોગ પણ સપુરુષની સ્તુતિ એટલે ગુણગાન કરવામાં વાપરજો. તથા મનુષ્યભવનો કાય યોગ પણ જીવનભર તેની સેવા એટલે આજ્ઞા ઉઠાવવાના ઉપયોગમાં લેજો. ૧૪
વિષયકષાય તજી અંતરથી, શામ-દમ તત્ત્વ વિચારો રે,
દયા, ક્ષમા, નિર્મમતા, મૈત્રી ઉદાસીનતા ઘારો રે. વંદુંઅર્થ :- મનમાંથી વિષયકષાયને તજવા માટે ક્રોધાદિ કષાયનું શમન કેમ થાય કે વિષયોનું દમન કેમ થાય એ તત્ત્વનો વિચાર કરજો. વળી દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ કે ઉદાસીનતા એટલે વૈરાગ્ય જીવનમાં કેમ આવે તેનો વિચાર કરજો. પરમાં મારાપણાનો ભાવ મૂકી, જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવો જેથી આપણા આત્માનું કલ્યાણ થાય. આ બધા શુભ ભાવો વડે મનવચનકાયાના યોગ પ્રશસ્ત બને છે. અને પ્રશસ્ત યોગવડે શુદ્ધભાવની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધભાવ વડે સમકિત કે કેવળજ્ઞાન ઊપજે છે. ૧૫ા.
દ્વાદશ, સોળ અનેક પ્રકારે ભાવ ભાવના સારી રે, સદગુરુ-બોઘે કરો રમણતા, ભવના ભાવ વિસારી રે. વંદું