Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 558
________________ ૫ ૩ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જાતિસ્મરણજ્ઞાન વડે પોતાના હાથીના ભવના આવા દુઃખ અને તે ભવમાં આવી દયા પાળવાથી થયેલ વર્તમાન સ્થિતિને વિચારવાથી મેઘકુમારને હવે ભાન આવી ગયું. ૨૦ના નરભવમાં હારું નહીં, હવે કરું કલ્યાણ, પ્રભુજી; એવો નિર્ણય કરી કહે: “નિયમ કરું, ભગવાન. પ્રભુજી. રાજ અર્થ :- ભાનસહિત મેઘકુમાર મુનિ મનમાં વિચારવા લાગ્યા કે હવે આ મનુષ્યભવમાં ગમે તેવા દુઃખ આવે તો પણ હારીશ નહીં. પણ સ્વઘામ જવા માટેનો પુરુષાર્થ કરીને મારા આત્માનું કલ્યાણ જ કરીશ. એવો મનમાં નિર્ણય કરી ભગવાન મહાવીરને કહેવા લાગ્યા કે ભગવન! હવે હું વિશેષ પ્રકારનો આપની આજ્ઞાએ નિયમ ગ્રહણ કરવા ઇચ્છું છું. ૨૧ દેહ તણી સંભાળ હું કરીશ નહિ કર્દી અલ્પ, પ્રભુજી; સદ્ગશરણે હું તાજું દેહ વિષે વિકલ્પ,” પ્રભુજી. રાજ અર્થ - હે પ્રભુ! આપની કૃપાએ હવે હું આ દેહની બે આંખો સિવાય બીજા અંગની કદી અલ્પ પણ સંભાળ કરીશ નહીં. સરુ એવા આપને શરણે રહીને આ દેહના સર્વ વિકલ્પ આજથી હું તજું છું. ૨૨ાા સર્વ સંગ આસ્રવ મહા, લાય સમા ન મનાય, પ્રભુજી; સ્ત્રી-ઘનચશની વાસના કેમ હજી ન તજાય, પ્રભુજી. રાજ, અર્થ - મેઘકુમારની જેમ સ્વઘામ જવા માટે “સર્વ સંગ મહા આસ્રવરૂપ છે, બળતરા આપનાર જ છે એમ હે પ્રભુ! મારાથી કેમ મનાતું નથી. સ્ત્રી પ્રત્યેની વાસના, ઘન પ્રત્યેની લાલસા કે યશ મેળવવાની આશા તે હે પ્રભુ! હજુ સુધી મારાથી કેમ તજાતી નથી? પારકા કાયા મળમૂત્રે ભરી, માત્ર રોગની ખાણ, પ્રભુજી; કેમ અયોગ્ય પ્રયોજને રાચે હજું મુજ પ્રાણ, પ્રભુજી? રાજ અર્થ :- કાયા મળમૂત્રથી ભરેલી છે, માત્ર રોગને રહેવાની ખાણ છે. છતાં આ કાયાવડે નહીં કરવા યોગ્ય એવા અયોગ્ય કામમાં મારા પ્રાણ હજુ કેમ રાચે છે. પાંચ ઇન્દ્રિયો તથા મન, વચન, કાયાના યોગ અને આયુષ્ય તેમજ શ્વાસોચ્છવાસ મળીને આ દસ પ્રાણ કહેવાય છે. “ખાણ મૂત્રને મળની, રોગ જરાનું નિવાસનું ઘામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.” (વ.પૃ.૪૭) ૨૪. કાળરૂપી અજગર ગળે જન્મ થકી નિર્ધાર, પ્રભુજી; ભોગ-ભુજંગ-પ્રસંગમાં રાચું હજી ય અપાર, પ્રભુજી. રાજ અર્થ – હે પ્રભુ! જન્મથી જ કાળરૂપી અજગરે પોતાના મોઢામાં મને અવશ્ય લઈ લીઘેલ છે. છતાં ભુજંગ એટલે સર્પની સાથે રમવા જેવા આ ભોગના પ્રસંગોમાં હજી હું કેમ અત્યંતપણે રાચી રહ્યો છું. ખરી રીતે એ પાંચ ઇંદ્રિયો તે જન્મમરણ કરાવનારાં કર્મબંઘ પાડવામાં આગેવાન છે તેથી મહાપુરુષોએ તેમને વિષઘર સાપની ઉપમા આપી છે. ઘરમાં સાપ હોય ત્યાં સુઘી ઘરઘણી નિશ્ચિંતે ઊંઘતો નથી, તેને મરણનો ડર રહ્યા કરે છે; તો આ તો પાંચે સાપને સોડમાં રાખી આપણે સુખી થવા ઇચ્છીએ છીએ તે કેમ બને? જ્યાં સુઘી ઇંદ્રિયો વશ ન થાય ત્યાં સુધી સુખે સૂવા યોગ્ય નથી.” (બો.૩ પૃ. ૪૪) //રપાઈ

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590