Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 557
________________ (૪૬) સ્વ-દેશ-બોઘ ૫ ૨૯ અર્થ - હવે પ્રમાદને તજી ઇન્દ્રિયસુખની લાલસાને દૂર કરવાનું કામ અંતરના ભાવસહિત હાથમાં લઉં. હવે વિવેકશૂન્ય એટલે આત્માના હિત અહિતના ભાન વગર રહું નહીં. એ ભગીરથ કામ કરવા માટે સજ્જન એવા સપુરુષ કે તેના બોઘનો સાથ ગ્રહણ કરું. [૧ળા. પરાથીન ઇન્દ્રિયસુખો, ક્ષણિક ને દુઃખમૂળ, પ્રભુજી; જીવન ઝબકારા સમું મોક્ષયત્ન અનુકૂળ, પ્રભુજી. રાજ, અર્થ - આ પાંચેય ઇન્દ્રિયના સુખો પરાધીન છે, ક્ષણિક છે અને દુઃખના જ મૂળ છે. “सपरं बाधासहीयं विछिन्नं बंधकारणं विषमं । जं इन्दियेही लद्धं तं सोक्खं दुःखमेव तहा ॥" અર્થ - ઇન્દ્રિયસુખ પરાધીન, બાઘાથી યુક્ત, વિનાશકારી, કર્મબંધનું કારણ અને વિષમભાવને કરાવે એવું છે. જેથી ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે ખરેખર દુઃખનું જ બીજું રૂપ છે. આપણું આ જીવન પણ વિજળીના ઝબકારા જેવું ક્ષણિક છે. માટે આ જીવનમાં સ્વદેશરૂપ મોક્ષ મેળવવાનો યત્ન કરવો એ જ આત્માને અનુકૂળ અર્થાત્ કલ્યાણકારી છે. “વીજળી ઝબકારા જેવાં, મોતી પરોવી લેવાં, ફરી ફરી નહિ મળે એવાં સત્સંગ કીજીયે; હાંરે મારે સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું.” -આલોચનાદિ પદસંગ્રહ /૧૮ના મેઘકુમાર થયા મુનિ લહી વૈરાગ્ય અપાર, પ્રભુજી; રાત્રે ઊંઘ ન આવતાં ઘેર જવા તૈયાર, પ્રભુજી. રાજ અર્થ - શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમારને ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળવાથી અપાર વૈરાગ્ય થયો અને દીક્ષા ગ્રહણ કરી લીધી. રાત્રે સૂતા પછી અંધારામાં મુનિઓના પગ અફળાવાથી ઊંઘ આવી નહીં. તેથી સવારમાં પોતાના ઘરે જવા માટે તૈયાર થયા. ૧૯ પ્રભુદર્શન ને બોઘથી થયું પૂર્વ-ભવ-જ્ઞાન, પ્રભુજી; હાથી-ભવનાં દુઃખ-દયા દીઠે આવ્યું ભાન, પ્રભુજી. રાજ અર્થ - પ્રભુ દર્શન માટે જતાં ભગવાન મહાવીરનો સ્વદેશરૂપ મોક્ષગમન માટેનો એવો બોઘ થયો કે જેથી મેઘકુમારને પોતાના પૂર્વભવનું જ્ઞાન થઈ ગયું. મેઘકુમારનું દૃષ્ટાંત –મેઘકુમાર પૂર્વભવમાં હાથી રૂપે હતા. જંગલમાં દવ લાગ્યો તેથી આ હાથી દ્વારા ઝાડપાન વગરની બનાવેલી મોટી જગ્યામાં બધા પશુઓ આવીને ભરાઈ ગયા. આ હાથીને ખંજવાળ આવવાથી એક પગ ઊંચો કર્યો કે ત્યાં જગ્યા થવાથી એક સસલું આવીને ત્યાં ભરાઈ ગયું. પગ નીચે મૂકવા જતાં સસલાને જોઈ દયા આવવાથી અઢી દિવસ સુધી હાથીએ પોતાનો પગ અથ્થર ઘરી રાખ્યો. દવ શાંત થતાં બઘા પશુઓ ચાલ્યા ગયા. તેથી હવે પગ નીચે મૂકવા જતાં, પગની રગો બંઘાઈ જવાથી તે હાથી નીચે પડી ગયો. ત્રણ દિવસ સુધી ભુખ તરસની પીડા ભોગવી સો વર્ષના આયુષ્યના અંતે મરીને તે હાથી શ્રેણિક રાજાના ઘરે દયાના પરિણામે તેના પુત્રરૂપે અવતર્યો. ભગવાન કહે તે તું જ છો. જગતવંદ્ય સાઘુઓના ચરણની રજ તે કોઈ પુણ્યવાન પુરુષના ભાગ્યમાં જ હોય છે.

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590