Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 553
________________ (૪૬) સ્વ-દેશ-બોઘ ૫ ૨ ૫ શકતા નથી. અહોહો! તે દુઃખ અનંતી વાર આ આત્માએ ભોગવ્યાં છે. ૨. તિર્યંચગતિ- છલ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિક કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિક શરીર ઘારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભૂખ, તરસ, તાપ, વઘબંઘન, તાડન, ભારવહન કરવા ઇત્યાદિકનાં દુઃખને સહન કરે છે. ૩. મનુષ્યગતિ- ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરહિત છે; લજ્જાહીન, માતા-પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપાપાપનું ભાન નથી; નિરંતર માંસભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે; એ તો જાણે અનાર્ય દેશનાં અનાર્ય મનુષ્ય છે. આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. માન-અપમાન ઇત્યાદિક અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે. ૪. દેવગતિ- પરસ્પર વેર, ઝેર, ક્લેશ, શોક, મત્સર, કામ, મદ, સુઘા ઇત્યાદિકથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યાં છે; એ દેવગતિ. - એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમહિત મોક્ષ એ ગતિથી પમાય છે.” (વ.પૃ.૭૦) મનુષ્યભવ દુર્લભ છે–ભલે રોગી, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય પણ મનુષ્યભવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલો મંત્રનો લાભ તે અપૂર્વ છે. તો ‘સહજાત્મસ્વરૂપ પરમગુનો જાપ અને તે જ ભાવના રાખવી ઉત્તમ છે.” (ઉ.પૃ.૧૧૮) Ilal એવો યોગ લહ્યા છતાં, લાગ્યો ન બોઘ લગાર, પ્રભુજી; જાગ્યો ન જો મોહનીંદથી, ઢોર સમો અવતાર, પ્રભુજી. રાજ અર્થ - આવા આર્યક્ષેત્રમાં ઉત્તમકુળ, જાતિ, નિરોગી કાયા, સપુરુષના યોગસહિત દેવદુર્લભ માનવજન્મ પામીને સ્વઘામરૂપ મોક્ષને માટે પુરુષના બોઘની લગાર માત્ર પણ અસર ન થઈ તો આ દેહમાં સ્થિત આત્માને અનંતવાર ધિક્કાર છે. “ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો!” (વ.પૃ.૬૫૨) આવા ઉત્તમયોગમાં પણ આ જીવ મોહનીંદ્રામાંથી જાગૃત ન થયો તો ઢોરના અવતાર અને આ મનુષ્ય અવતારમાં કોઈ ફરક નથી, અર્થાત્ તે “નર નથી પણ વાનર જ છે.” ‘વિઘા વિહિના પશુમ: સમાના’ આત્મવિદ્યાથી રહિત નર પશુ સમાન છે.” I/૪ ઘન્ય! મુનિ જેહ જાગિયા, રહ્યા સદાય અસંગ, પ્રભુજી; મોહ ફંદે ન ફસાય તે, ત્યાગી સંગ-પ્રસંગ, પ્રભુજી. રાજ અર્થ - તે મુનિ મહાત્માઓને ઘન્ય છે કે જે આ અનાદિની મોહનીંદ્રામાંથી જાગૃત થઈને સદાય આત્માના અસંગ અપ્રતિબદ્ધ સ્વરૂપમાં લીન રહે છે. અને જે સદાય સંસારના સંગ પ્રસંગનો ત્યાગ કરી ફરીથી સ્ત્રી પુત્રાદિરૂપ મોહની જાળમાં કદી ફસાતા નથી. //પા. એવી દશા નથી ત્યાં સુથી ઉપાસવો સત્સંગ, પ્રભુજી; અલ્પ આરંભ-પરિગ્રહે ટળે અસત્સંગ-રંગ, પ્રભુજી. રાજ

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590