________________
(૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩
૫ ૧ ૧
કહે કુંભકર્ણાદિ સ્વજનો, રાવણને લંકાઢીપે - “ઉચ્ચ આપણા વંશ વિષે સૂરજ સમ આપ-પ્રતાપ દીપે;
એંઠ સમી પર-સ્ત્રી સંઘરવી લજ્જાસ્પદ સૌને લાગે,
નિર્મળ કુળ કલંકિત કરતી સીતા તજવા સૌ માગે.” ૪૪ અર્થ - હનુમાન જ્યારે લંકાથી પાછા ફર્યા કે કુંભકર્ણાદિ ભાઈઓ લંકાદ્વીપમાં રાવણને કહેવા લાગ્યા કે આપણા ઉચ્ચ વંશમાં આપનો સૂરજ સમાન પ્રતાપ દેદિપ્યમાન છે.
તેમાં એંઠ સમાન પરસ્ત્રીને ઘરમાં સંઘરવી તે અમ સૌને લજ્જાસ્પદ લાગે છે. આપણા નિર્મળ કુળને કલંકિત કરતી સીતા સતીને સૌ જન તજવા ઇચ્છે છે. ૪૪ો
મલિનમતિ રાવણ કહે : “આવે રામ લઈ લશ્કર લડવા, ભયથી સીતા સોંપી” એવું કલંક કેમ દઉં ચડવા? તૃણસમ તુચ્છ ગણો ભૂમિગોચરી, યોદ્ધા આપ સમાન નહીં,
ચક્રરત્નના ચાકર દેવો; કરી શકે શું રામ અહીં?” ૪૫ અર્થ :- સીતા સતીમાં આસક્ત મલિનમતિ રાવણ કહેવા લાગ્યો. રામ લશ્કર લઈને લડવા આવે છે એમ જાણીને ભયથી સીતાને સોંપી દઉં? એવું કલંક મારા પર કેમ ચડવા દઉં.
આ ભૂમિ ઉપર ચાલનારાઓને તૃણની સમાન તુચ્છ ગણો. આપના સમાન જગતમાં બીજા કોઈ યોદ્ધા નથી. અને વળી ચક્રરત્નની સેવા કરનારા તો દેવો છે. તો રામ અહીં આવીને શું કરી શકે? I૪પા
સાંખી શક્યો નહિ કથન અન્યાયી તેથી વિભીષણ પ્રગટ કહે : “સૂર્યવંશના રામચંદ્રની શૂરવીરતા નહિ કોણ લહે? વાલી વિદ્યાઘર બળવંતો, રમત માત્રમાં જેહ હણે,
તે શત્રુને તુચ્છ કહો તે કામઘેલછા સર્વ ગણે. ૪૬ અર્થ :- આવા રાવણના અન્યાયી વચનને વિભીષણ સાંખી શક્યો નહીં. તેથી પ્રગટપણે કહેવા લાગ્યો કે સૂર્યવંશના રામચંદ્રની શૂરવીરતાને કોણ નથી જાણતું.
બળવાન વાલી વિદ્યાઘરને તો જેણે રમતમાત્રમાં હણી નાખ્યો. તે શત્રુને તમે તુચ્છ કહો છો. એ તો તમે કામની ઘેલછા વડે બોલો છો એમ સર્વ માને છે. II૪૬ાા.
પરસ્ત્રી પાછી સોંપી દેતાં દોષ ગણો એ ન્યાય નહીં; પરસ્ત્રી-ગ્રહણ ગણાશે શૂરતા, આપ તણું દ્રષ્ટાંત લહી. ઘર્મપત્ની સહ વિષયભોગ પણ તજવા જેવી વય આવી;
તોપણ પરસ્ત્રી-લંપટતા, ના છૂટે એ ભૂંડું ભાવિ. ૪૭ અર્થ - તમે પરસ્ત્રીને પાછી સોંપવામાં દોષ ગણો છો એ ન્યાયપૂર્ણ વચન નથી. જગતમાં આપનું દ્રષ્ટાંત લઈને પરસ્ત્રી ગ્રહણ કરવામાં શૂરવીરતા છે એમ ગણાશે.
હવે તો ઘર્મપત્ની સાથે પણ વિષયભોગ તજવા જેવી વય આવી છે. તો પણ પરસ્ત્રી પ્રત્યેની લંપટતા ન છૂટે તો ભાવિ ઘણું ભૂંડું છે એમ માની લેવું. ૪શા