________________
૫ ૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ગુણ જ પુણ્ય ગણાયે જગમાં, પુણ્ય વડે સુખ સર્વ મળે; પરસ્ત્રી-હરણ મહા દુર્ગુણના પાપે લક્ષ્મી સર્વ ટળે. નારી નરકનું દ્વાર કહે છે” જ્ઞાની, હું શું અધિક કહું?
વ્રત લીઘેલું-મને ચહે નહિ તે સ્ત્રીને હું નહીં ચહું.”૪૮ અર્થ :- જગતમાં ગુણ જ પુણ્ય ગણાય છે. પુણ્યથી સર્વ સુખ મળે છે. પરસ્ત્રી હરણ એ મહા દુર્ગણ છે. એના પાપથી સર્વ પ્રકારની લક્ષ્મી નાશ પામે છે.
જ્ઞાની પુરુષો નારી પ્રત્યેના રાગને નરકનું દ્વાર કહે છે. તેથી વિશેષ હું પામર શું કહી શકું? તમે વ્રત લીઘેલું છે કે મને જે ઇચ્છે નહીં તે સ્ત્રીને હું પણ ઇચ્છીશ નહીં, તેને યાદ કરો. ૪૮
તે તોડો નહિ, ભવજળ તરવા વહાણ સમું વ્રત વિચારો; સતી સીતાનો શાપ ગ્રહી નિજ કુળ સકળ કાં સંહારો? સજ્જન પ્રાણ તજી વ્રત પાળે, આપ પાપ કરી પ્રાણ તજો,
કલ્પકાળ તક ટકનારું અપ-કીર્તિ-કારણ હજું સમજો. ૪૯ અર્થ :- વ્રતને તોડો નહીં. કેમકે તે એક જ વ્રત તમને સંસારરૂપી સમુદ્રથી પાર ઉતારવા માટે જહાજ સમાન છે. તેનો વિચાર કરો. સતી સીતાના શાપને ગ્રહણ કરીને પોતાના સકળ કુળનો નાશ શા માટે કરો છો? સજ્જન પુરુષો પોતાના પ્રાણ તજીને પણ વ્રત પાળે છે અને આપ પાપ કરીને પ્રાણ તજવા તૈયાર થયા છો. આ પાપ કલ્પકાળ સુધી તમારી અપકીર્તિનું કારણ બનશે, માટે આ વાતને હજી સમજો. ૪૯ાા
સીતા દુહિતા કોની? એ અનુમાન કરો, સ્મરી નિજ કથા, ‘ભાન ભૂલે કામાંથ જનો’ એ સજ્જન વદતા સત્ય તથા. ગર્વ ઘટે નહિ ચક્ર તણો રે!પ્રતિનારાયણ-પ્રાણ હરે.
સતી સીતાને સોંપી દેતા ઘર્મ, નીતિ, કુલ સૌ ઊગરે.”૫૦ અર્થ :- આ સીતા કોની દુહિતા એટલે પુત્રી છે? એ તમારી પોતાની જ કથાને યાદ કરીને અનુમાન કરો. પણ કામથી અંધ થયેલા લોકો પોતાનું પણ ભાન ભૂલી જાય છે, અને જાણેલી વાતને પણ નહીં જાણ્યા સમાન ગણીને મૂકી દે છે; એમ સજ્જન પુરુષો કહે છે તે સત્ય છે.
તેમજ આ ચક્રનો પણ તમને ગર્વ ઘટે નહીં. કેમકે આ ચક્ર જ પ્રતિનારાયણના પ્રાણને હરનાર છે. જો તમે સતી સીતાને સોંપી દો તો ઘર્મ, નીતિ અને કુલ સૌનો ઉદ્ધાર થશે. આ૫વા
હિતવચનો સુણતાં કહે રાવણ કુદ્ધ થઈ, “હે! મૂઢમતિ, આગળ પણ તે ભરી સભામાં રામદૂત સહ કહ્યું અતિ; રાજદ્રોહ હર્નો કર્યા કરે છે; ભાઈ અવધ્ય ગણી ન હણું,
દેશનિકાલ દઉં છું તુજને, કહ્યું કોઈનું નહીં સુણું.”૫૧ અર્થ - આવા હિતકારી વચનોને સાંભળી રાવણ ક્રોધિત થઈ કહેવા લાગ્યો : હે મૂઢમતિ! આગળ પણ તે રામના દૂત સાથે મળીને સભામધ્યે નહીં કહેવા યોગ્ય મને ઘણું કહ્યું હતું.
અને હજી પણ રાજદ્રોહ કર્યા કરે છે. તું મારો ભાઈ હોવાથી અવધ્ય એટલે વઘ કરવા લાયક નથી