________________
(૪૫) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૪
કરતી હોય એમ જન્નાતું હતું, ચાલ્યા
સ્થુળ શમી કે સેનાપતિની આજ્ઞાથી સૌ યુદ્ધ કરે, વાદળથી જળ-ઝડીઓ જેવી વૌંકરથી શર-વૃષ્ટિ સરે; નિમકહલાલી નૃપની કરવા, મરવા સૈનિક-ગણ તલસે, વેતન-ઋણને ફેડવવા તે જીવનદાન દેવા ઊલસે. ૧૦
૫૧૭
અર્થ :- · જ્યારે સ્થૂળ શમી ગઈ કે સેનાપતિની આજ્ઞાથી સૌ યુદ્ધ કરવા લાગ્યા. વાદળમાંથી જેમ જળની ઝડીઓ વર્ષે તેમ વીરપુરુષોના હાથથી શ૨ એટલે બાણોની વૃષ્ટિ થવા લાગી.
જેનું નમક ખાધું છે એવા રાજાની ફરજ બજાવવા માટે સૈનિક ગણ ઉત્સુક હતા અને પગારરૂપી ઋણને પતાવવા માટે પોતાનું જીવનદાન દેવોને પણ ઉલ્લાસપૂર્વક તૈયાર હતા. ।।૧૦।।
નથી જોવું નિજ સેનાનું હા! મરતું કે ડરતું કોઈ, એમ ગણીને પ્રથમ લડીને વીર મરે જાણી જોઈ; બાણાદિક વીર તદ્દન છોડે, પણ બરછી આદિ અર્ધી, પણ અસિ આદિ આપ ન છોડે; જામી અતિ સ્પર્ધાસ્પર્ધી. ૧૧
અર્થ :— પોતાની સેનામાં હા! કોઈ મરતું હોય કે કોઈ ડરતું હોય તેને અમારે જોવું નથી; એમ માનીને તે વીર પ્રથમ જ જાણી જોઈને લડી મરતા હતા, જમણા અને ડાબા બેયહાથમાં છોડવા યોગ્ય, અરઘા છોડવા યોગ્ય, કે નહીં છોડવા યોગ્ય એવા બઘા પ્રકારના શસ્ત્રો ઘારણ કરીને લડી રહ્યાં હતા. બાણાદિક અસ્ત્રોને તદ્દન છોડતા હતા. પણ બરછી આદિ શસ્ત્રોનો અર્ધો ઉપયોગ કરતા હતા. પણ અસિ એટલે તલવાર આદિનો ઉપયોગ અલ્પ પણ કરતા ન હતા. છતાં પરસ્પર યુદ્ધમાં અતિ સ્પર્ધાસ્પર્ધી જામી હતી. ।।૧૧।।
મર્મભેદક એક જ બાણે પ્રાણ હરે મોટા ગજના, અસ્ત્રા સમ શરથી શત્રુના વાળ હરે અર્ધી મૂછના; ઘણાં બાણ કોઈ ગજને વાગ્યાં લોહી વહે જાણે ઝરણાં,ગેશિખરથી ઝરતાં, તેમાં નેતરનાં ઊગ્યાં તણાં. ૧૨
અર્થ :- મર્મભેદક એવા એક જ બાણથી મોટા હાથીઓના પ્રાણ હરી લેતા હતા. દાઢી કરવાના અસ્ત્ર સમા બાણ વડે કોઈ શત્રુના મૂછના અર્ધા વાળ પણ હરી લેતા હતા.
ઘણા બાણ કોઈ હાથીને વાગવાથી એવુ લોહી વહેવા લાગ્યું કે જાણે કોઈ લોહીનું ઝરણું હોય અને વળી તે લાલ ગેરુના પહાડના શિખર ઉપરથી ઝરતું હોય, અને તેમાં વળી બાણ છે તે તો નેતર એટલે સોટીના જાણે તરણા ઊગ્યા હોય તેમ ભાસતું હતું. ।।૧૨।
રાવણ દેખે નિજ સેનાને છિન્નભિન્ન થઈ જી જ્યારે, નાખે માયામય સીતાનું મસ્તક રામ નğક ત્યારે, રામદય મોહે મૂંઝાયું, કહે વિભીષણ, “કપટ ગણો, સતી સીતાને સ્પર્શી શકે ના આપ વિના કો માત જાણ્યો. ૧૩
અર્થ :– રાવણ જ્યારે પોતાની સેનાને છિન્નભિન્ન થતી જુએ છે ત્યારે માયાવડે સીતાનું મસ્તક