________________
(૪૫) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૪
૫ ૧૯
નાખ્યું. પાપવડે નરકગતિ બાંધેલી હોવાથી મરીને તે રાવણ નરકમાં જ પડ્યો. વિજય નામનો શંખ વગાડીને શત્રુઓને અભયદાન લક્ષ્મણ આપવા લાગ્યા. જેથી રાવણના જીવીત રહેલ મંત્રીઓએ આવી ભ્રમર સમાન બની રામના ચરણકમળનો આશ્રય લીધો અને સુખ પામ્યા. ||૧ળા
આશ્વાસન દે મંદોદરીને, કરે વિભીષણ દ્વીપપતિ; રામ થયા બળભદ્ર અને લક્ષ્મણ પણ થાય ત્રિખંડ-પતિ. સુગ્રીવ, હનુમાનાદિકે જઈને વિજયોત્સવની ખબર કરે,
રામ-વિજયથી અશોકવનમાં શીલવર્તી સીતા હર્ષ ઘરે. ૧૮ અર્થ - રાવણની રાણી મંદોદરી આદિને દુઃખમાં શ્રીરામે આશ્વાસન આપી વિભીષણને લંકાદ્વીપના પતિ બનાવ્યા. શ્રીરામ બળભદ્ર થયા અને લક્ષ્મણ પણ ત્રણેય ખંડના પતિ બની નારાયણ પદવીને પામ્યા.
સુગ્રીવ અને હનુમાનાદિએ અશોકવનમાં જઈ સીતાજીને વિજયોત્સવની ખબર આપી. ત્યારે અશોકવનમાં રહેલ શીલવતી સીતા રામનો વિજય જાણીને અતિ હર્ષિત થઈ. /૧૮ના
જેમ મહામણિ હાર વિષે યોજાતાં યોગ્ય પ્રભા પ્રગટે, કે કુશલ કવિવાણી સાથે અનુપમ અર્થ-સુયોગ ઘટે, અથવા સંત મતિ નિજ યોજે ઘર્મ સ્વરૂપે પ્રેમ ઘરી,
તેમ જ શોભે રામ-યોગથી શ્રીસમ સીતા મોદ ભરી. ૧૯ અર્થ - જેમ કુશળ કારીગર મહામણિને યોગ્ય હાર સાથે જોડતાં તેની પ્રભામાં વિશેષ વૃદ્ધિ થાય છે, કે કોઈ કુશળ કવિ કાવ્યમાં અનુપમ-મનોહર અર્થને જોડતાં તેનો સુંદર ભાવ પ્રગટ થાય છે.
અથવા સંતપુરુષો પોતાની બુદ્ધિને પ્રેમપૂર્વક ઘર્મના સ્વરૂપમાં જોડે છે. તેમજ શ્રીરામના યોગથી લક્ષ્મી સમાન સીતાજી પણ શોભા પામવા લાગ્યા. તે જોઈને વિભીષણ, સુગ્રીવ, હનુમાન આદિ સર્વ અતિ આનંદ પામ્યા. ૧૯
પ્રાણપ્રિય પતિ-વિરહે ઝૂરણા હતી અતિ જાનકી-ઉરે, રામહૃદય શોકાકુલ રહેતું, પુણ્યોદય-સુખ કરી Èરે. પ્રિય-મિલનની પુણ્યપળે ઘડકે ઉર એક થવા જાણે,
સખત તાપ પૃથ્વી સહીં રહીં ત્યાં મેઘ-મિલન શાંતિ આણે. ૨૦ અર્થ - જ્યાં સુધી શ્રીરામના દર્શન થયા નહીં ત્યાં સુધી જાનકી અર્થાત્ જનકરાજાની પુત્રી સીતાના હૃદયમાં પ્રાણપ્રિય પતિવિરહની ઝૂરણા હતી. પુણ્યના ઉદયથી બીજું બધું સુખ હોવા છતાં તેને દૂર કરીને, સીતાના વિરહથી શ્રીરામનું હૃદય પણ શોકાકુલ રહેતું હતું.
આજે પુણ્યબળે બન્નેના પ્રિય મિલનથી એકબીજાના હૃદય જાણે સુખદુઃખની વાતો કરીને એક થવા માટે ઘડકતા ન હોય એમ જણાતું હતું. જેમ સખત તાપથી પૃથ્વી તસાયમાન થયેલી હોય, તેમાં વરસાદ પડવાથી પૃથ્વીને કેવી શાંતિ થાય તેમ થયું હતું. ૨૦
વિરહ સમયની વીતી વાતો વિનિમયથી સ્મૃતિમાં આણે, પરસ્પરે સુખ-દુઃખની વાતો સ્મરી સ્નેહીંજન સુખ માણે.