Book Title: Pragnav Bodh Part 01 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 549
________________ (૪૫) નિર્દોષ ન૨ - શ્રી રામ ભાગ-૪ બાંધેલું આયુષ્ય નરકનું તેથી ના વ્રત-વીર્ય સ્ફુરે, ધારી શક્યા ના લક્ષ્મણ કંઈયે, સ્પષ્ટ શિખામણ નિજ રે. એક દિને દેખે લક્ષ્મણ ત્રણ સ્વપ્ન, જઈ કહે રામ કને; રામપુરોહિતને એકાન્તે મળી, સુણે ઉદાસ મને. ૨૫ અર્થઃ– નિદાનદોષથી નરકનું આયુષ્ય બાંઘેલું હોવાથી લક્ષ્મણમાં વ્રત ધારણ કરવાનું વીર્ય સ્કુરાયમાન થયું નહીં. જેથી કેવલી ભગવંતે આપેલી સ્પષ્ટ શિખામણોને પણ તે પોતાના હૃદયમાં ઘારી શક્યા નહીં. એક દિવસ લક્ષ્મણે ત્રણ સ્વપ્નો દીઠાં. તે શ્રીરામ પાસે જઈને વિદિત કર્યાં. શ્રીરામે પુરોહિતને બોલાવી એકાન્તમાં તેના ફળ ઉદાસીન મને સાંભળ્યાં. ।।૨૫।। કહે પુરોહિત : “મસ્ત હી વડ ઉખેડતો દીઠો તેથી, અસાધ્ય રોગ થશે લક્ષ્મણને, કેશવ-દેહ છૂટે એથી; રાહુગ્રા રવિ રસાતલે પડતો બીજે સ્વપ્ન દેખે, ફળ તેનું ક્ષય ભોગજીવનનો, દુર્ગતિદાયક સૌ લેખે. ૨૬ ૫૨૧ અર્થ :– પુરોહિત કહે સ્વપ્નમાં મસ્ત હાથીને વડ ઉખેડતો જોયો તેના ફળમાં લક્ષ્મણને અસાધ્ય રોગ થશે અને તેથી આ કેશવ વાસુદેવનો દેહ છૂટી જશે. બીજા સ્વપ્નમાં રાહુ વડે ગ્રસાયેલ સૂર્યને રસાતલ એટલે પૃથ્વીમાં પ્રવેશતો જોયો તેનું ફળ આમ છે કે લક્ષ્માના ભોગ જીવનનો ક્ષય અને દુર્ગતિરૂપ પૃથ્વીમાં આવેલ નરકાવાસમાં ગમન જાણવું. ૨૬ના ઊંચુ રાજભવન ઘોળેલું તૂંટતું સ્વપ્ર વિષે ભાળે, તેનું ફળ આ આપ તપોવન જઈ તપ તપશો તે કાર્યો ' ઘીર વીર ગંભીર રામ કરે નહિ ખેદ, ઉરે અતિ શાંતિ ઘરે, કરી ઘોષણા : ‘રાજ્ય વિષે હણવા નહિ જીવો કોઈ, અરે !' ૨૭ અર્થ :— ત્રીજા સ્વપ્નમાં ઘોળેલું ઊંચુ રાજભુવન તુટતું જોયું, તેનું ફળ આ છે કે તે સમયે આપ ઘરબાર છોડી તપોવનમાં જઈને તપ તપશો. ઉપરોક્ત ફળ સાંભળીને યથાર્થ સ્વરૂપના જાણવાવાળા શ્રીરામ ઘીર, વીર અને ગંભીર રહ્યા પણ ખેદ કર્યો નહીં, હૃદયમાં અતિ શાંતિને જ ઘારણ કરીને રહ્યાં. અને બેય લોકમાં હિત કરનાર એવી ઘોષણા કરી કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ પ્રાણીની હિંસા કરે નહીં. અરે ! એ હિંસા એ જ જગતમાં સર્વ દુઃખનું મૂળ છે. ।।૨૭।। ઇચ્છિત દાન દીધા દીન જનને, શાંતિ-પૂંજન કરી જન જમતા; પણ લક્ષ્મણજી પુણ્યક્ષયે જો અસાધ્ય રોગે દુખ ખમતા. માથ અમાવસ્યાએ લક્ષ્મણ પ્રાણ તજી ચોથી નરકે ગયા, થયા સંતપ્ત રામ; પણ શોક ન સમજું-ચિત્ત ટકે. ૨૮ અર્થ :— વળી શ્રીરામચંદ્રજીએ ભગવાન સમક્ષ શાંતિપૂજન પાઠ કરાવી બધાને જમાડી, ગરીબ લોકોને ઇચ્છિત દાન આપ્યું, પણ લક્ષ્મણનું પુણ્ય ક્ષય થઈ જવાથી અસાધ્ય રોગ ઉત્પન્ન થયો અને તે અશાતા વેદનીયનું દુઃખ ખમવા લાગ્યા. મા મહિનાની અમાવસના દિવસે લક્ષ્મણ પ્રાણ તજીને ચૌધી શંકપ્રભા નામની નરક પૃથ્વીમાં જઈને પડ્યા. લક્ષ્મણના વિયોગથી શ્રીરામનું હૃદય ઘણું સંતત થયું. પણ

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590