________________
૫ ૨૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સમજુ પુરુષોના ચિત્તમાં તે શોક ઘણીવાર સુધી ટકી શકતો નથી. ૨૮ાા
ઉત્તર-ક્રિયા કરી, શુભ વચને સ્ત્રીજનનું મન શાંત કરે, લક્ષ્મણ-સુત પૃથ્વીસુંદર-શિર રામ મુકુટ પોતે જ ઘરે. સીતાના સુત સાત ચહે નહિ રાજ્યશ્રી વૈરાગ્ય થરી,
તેથી અજિતંજય નામે નાનાને દે યુવરાજ કરી. ૨૯ અર્થ - હવે નાનાભાઈ લક્ષ્મણની વિધિપૂર્વક ઉત્તરક્રિયા એટલે સંસ્કાર ક્રિયા કરીને, શુભ વચનવડે સમસ્ત સ્ત્રીજનોનું મન શાંત કર્યું. પછી પ્રજા સમક્ષ લક્ષ્મણની પૃથ્વી સુંદરી નામની પ્રઘાન રાણીથી જન્મેલ મોટા પુત્ર પૃથ્વીસંદરના શિર ઉપર શ્રીરામે પોતાના હાથે જ મુકુટ ઘરીને તેને રાજ્ય અર્પણ કર્યું. સાત્વિકવૃત્તિના ઘારક સીતાજીને વિજયરામ આદિ આઠ પુત્રો હતા. તેમાંથી સાત મોટા પુત્રોએ વૈરાગ્ય પામી રાજ્યલક્ષ્મીને ઇચ્છી નહીં તેથી સૌથી નાના પુત્ર અજિતંજયને યુવરાજ પદવી આપી. રા.
મિથિલા દેશ સમર્પે તેને રામ અતિ વૈરાગ્ય ઘરે, કેવલી શ્રી શિવગુણ તણી શ્રવણાદિક બહુવિઘ ભક્તિ કરે; નિદાનદોષે લક્ષ્મણ ચોથી નરકે છે, સુણી સ્નેહ તજે,
હનુમાન, વિભીષણ, સુગ્રીવ આદિ નૃપગણ સહ શિવસાજ સજે. ૩૦ અર્થ - યુવરાજ અજિતંજયને મિથિલા દેશ આપીને શ્રીરામ અતિ વૈરાગ્ય પામી સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત થયા અને શ્રી શિવગુણ કેવળી ભગવંત પાસે જઈ તેમના ઉપદેશને સાંભળી અનેક પ્રકારે ભક્તિ કરી તેમની પાસે સંસાર અને મોક્ષના કારણ તથા કમોંના ફળનું સ્વરૂપ વગેરે સારી રીતે સમજ્યા. તે કેવળી ભગવંત પાસેથી લક્ષ્મણ નિદાનદોષના શલ્યથી ચોથી નરકમાં ઉપજ્યા છે. એમ જાણી, તેમના પ્રત્યેના સ્નેહનો ત્યાગ કર્યો અને જેને સંસાર પ્રત્યે અત્યંત વૈરાગ્યભાવ પ્રગટ્યો છે એવા શ્રી રામચંદ્રજીએ હનુમાન, વિભીષણ, સુગ્રીવ આદિ પાંચ સૌ રાજાઓ સાથે શિવસાજ સજ્યો અર્થાત્ મોક્ષપ્રાપ્તિનું સાધન એવો સંયમ અંગીકાર કર્યો. [૩૦
ઘણી રાણીઓ સીતા સાથે કૃતવર્તી સાથ્વી સમીપ ગઈ, તપ, સંયમ સમજી મોક્ષાર્થે સર્વે સાધ્વીરૂપ થઈ. અજિતંજય ને પૃથ્વી સુંદર આદિ બહુ ગૃહીવ્રત ઘારી,
શ્રી જિનરાજ-ચરણકજ વંદી, ગયાં અયોધ્યા નરનારી. ૩૧ અર્થ :- એવી જ રીતે સીતાજી સાથે પૃથ્વી સુંદરી આદિ ઘણી રાણીઓએ પણ કૃતવતી નામની સાધ્વી પાસે જઈને તપ, સંયમને મોક્ષનું કારણ જાણી દીક્ષા ગ્રહણ કરીને સર્વે સાધ્વી બની ગઈ. તેમાંથી કેટલીક રાણીઓ બારમા અય્યત દેવલોકમાં ગઈ અને બાકીની પહેલા સૌઘર્મ નામના દેવલોકમાં જઈને ઊપજી. અજિતંજય અને પૃથ્વી સુંદર આદિ ઘણા રાજાઓ પણ ગૃહીવ્રત એટલે શ્રાવકના વ્રત ઘારણ કરીને શ્રી જિનરાજના ચરણકમળની સારી રીતે વંદના કરી, સર્વે નરનારીઓ સાથે અયોધ્યાનગરીમાં પાછા ફર્યા. ૩૧ાા