________________
(૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩
૫ ૦૯
લાગ્યા. ત્યારે અંગદે તેનો ઉત્તર આપ્યો તે મનના સર્વ સંશયને નષ્ટ કરે એવો હતો. [૩૬ાા
રાવણ તો શત્રુ થઈ ચૂક્યો; મિત્ર-શત્રુ વાલી જાણો, રાવણને મળી જાય પછી તો દુર્જય ઉભય બને માનો; વાલીને પહેલો વશ કરવો દૂત મોકલી છંછેડો,
હાથી દઈ લંકામાં લડવા અહીં આવવાને તેડો. ૩૭ અર્થ - અંગદ કહે : રાવણ તો સીતાને હરવાથી આપણો શત્રુ થઈ ગયો, અને આ વાલીને આપણા મિત્ર થયેલા સુગ્રીવ અને હનુમાનનો શત્રુ જાણો. હવે આ વાલીનું કહેલું નહીં માનીએ તો તે રાવણ સાથે મળી જશે અને શત્રની શક્તિ વધી જવાથી ઉભય એટલે બેયને જીતવામાં આપણને વિશેષ મુશ્કેલી પડશે. માટે પહેલા વાલીને વશ કરવાથી રાવણનો પરાજય સરળતાથી કરી શકાશે. પ્રથમ આપણો દૂત મોકલી વાલીને છંછેડો કે તમારો મહામેઘ નામનો શ્રેષ્ઠ હાથી છે તે અમને સમર્પિત કરી લંકામાં લડવા જવા માટે અહીં આવીને રહો. ૩ળા.
પછી શક્તિ સંપત્તિ વઘશે રાવણ-નાશ થશે હેલો.” રામચંદ્રની સંમતિ મળતાં વાલિદૂત તેડ્યો હેલો; રામ કહે : “હે! દૂત, અમારો દૂત વાલિનૃપ સમીપ જશે,
‘ગજ નિજ દઈ સુસજ્જ થવા સંદેશો દઈ ઘટતું કરશે.” ૩૮ અર્થ - આમ કરવાથી આપણી સૈન્ય શક્તિ અને સંપત્તિ પણ વધશે અને રાવણનો નાશ કરવો સહેલો થઈ પડશે. આ કાર્યમાં શ્રીરામચંદ્રની સંમતિ મળતાં, આવેલ વાલીના દૂતને પહેલાં બોલાવ્યો.
તેને શ્રીરામે કહ્યું : હે દૂત, અમારો દૂત વાલી રાજા પાસે જશે. તે વાલીરાજાને પોતાનો મહામેઘ હાથી અમને આપીને રાવણ સામે લડાઈમાં જવા માટે સુસજ્જ થવા જણાવશે. અને તમારી ઇષ્ટ વાતની ચર્ચા ત્યાર પછી થશે એવો સંદેશો તમારા રાજાને દઈ તે દૂત ઘટતું કરશે. ૩૮
બને દૂતની વાત સુણી વાલી વિચાર કહે આવો :“રાવણ આગળ વિનય-વચન કહે, મુજને કહે હાથી લાવો.” રામ-દૂત કહે: “પરસ્ત્રીલંપટ રાવણ મરણ-શરણ લેશે,
પણ જો આપ ચાહો જીવન તો રામ-શરણ શાંતિ દેશે.” ૩૯ અર્થ :- બન્ને દૂતની વાત સાંભળીને વાલી કહેવા લાગ્યો કે રામ રાવણ આગળ તો સીતાને મેળવવા વિનયપૂર્વક વચન કહેવડાવે છે અને મને કહે છે કે હાથી લઈને રાવણ સાથે લડવા આવો.
રામના દૂતે તેના ઉત્તરમાં કહ્યું કે પરસ્ત્રીમાં લંપટ રાવણ તો મરણને શરણ લેશે, પણ આપ જો જીવવા ઇચ્છતા હો તો રામનું શરણ આપને શાંતિનું કારણ થશે. II૩૯ા.
ક્રોઘ કરી વાલી બોલેઃ “જા દૂત, કહે તુજ સ્વામીને, જીંવવાની ઇચ્છા રાખે તો આશા ગજની ત્યાગી દે. નહિ તો યુદ્ધ કરે મુજ સાથે, હવે નથી બીજો આરો;
બચે, બનારસ પાછો જઈ જો રહે બની સેવક મારો.”૪૦ અર્થ :- હવે ક્રોઘ કરીને વાલી બોલ્યો : જા દૂત ચાલ્યો જા. તારા સ્વામીને એમ કહેજે કે તું