________________
૧૦૮
પ્રાવોધ વિવેચન ભાગ-૧
રઘુકુળ-કેસરી રામ હવે ચતુરંગી સેના સજ્જ કરે; વર્ષાકાળ વીતે ત્યાં લી તે ચિત્રકૂટે વનવાસ ઘરે. ગ્રીષ્મઋતુ વિરહાગ્નિ સમ સંતાપ કઈ સંતાઈ ગઈ, ગાજવીજે વર્ષાં ચઢી આવી ઘન-ગજસૈન્ય-સમૂહ લઈ. ૩૩
અર્થ = • રઘુકુળમાં સિંહ સમાન શ્રીરામ હવે ચતુરંગી સેના સજ્જ કરે છે. વર્ષાકાળ વ્યતીત થાય ત્યાં સુધી ચિત્રકૂટ વનમાં જ નિવાસ કરે છે.
ગરમીની ઋતુ તો સીતાની વિરહાનિ સમાન સંતાપ દઈને સંતાઈ ગઈ. અને હવે ગાજવીજ સાથે વાદળારૂપી હાથીઓની સેનાનો સમૂહ લઈને વરસાદ ચઢી આવ્યો. ।।૩૪।
મુશળધાર વૃષ્ટિ થઈ, વહેવા લાગ્યા વારિ-પ્રવાહ બધે, તાપશત્રુને વેગસહિત હાકલ દઈ જાણે તે શોધે! સત્પુરુષો નિંદા-સ્ક્રુતિનાં વચન સુણૅ છે સમભાવે, તેમ ટેકરા-ખાડા ઢાંકી સહિત સપાટી દર્શાવે. ૩૪
અર્થ :– મુશળધાર વરસાદ થયો. પાણીના પ્રવાહ બધે વહેવા લાગ્યા. તે પાણી વેગ સાથે વહીને જાણે તાપરૂપી શત્રુને હાકલ દઈને શોધતો હોય તેમ જન્નાયું,
પણ શ્રીરામ જેવા સત્પુરુષો તો નિંદા કે સ્તુતિના શબ્દોને સમભાવે સાંભળે છે, તેમ સલિલ એટલે પાણી પણ ટેકરા હો કે ખાડા હો, બન્નેને સરખી રીતે ઢાંકી ઉપરથી સપાટરૂપે જ નજરે પડે છે. ।।૩૪।।
સ્વર્ગીય પુલ સમ સુંદર રંગે ઇન્દ્રધનુ યુતિ રમ્ય ઘરે, રામસૈન્યને કાજે જાણે ગગનમાર્ગ તૈયાર કરે. એવામાં વાલી પાસેથી દૂત આવી નર્મી વાત કહે : “પૂજ્યપાદ નૃપ ૨૫કુળદીપક મુજ સેવા-સ્વીકા૨ ૨હે, ૩૫
અર્થ :– વર્ષાઋતુમાં ઇન્દ્રધનુષ જાણે સ્વર્ગમાં જવાનો પુલ હોય નહીં તેમ સુંદર રંગથી વિભૂષિત થઈને તેની શ્રુતિ એટલે તે જ કાંતિની રમ્ય એટલે ૨મણીયતાને પ્રદર્શિત કરે છે. તે જાણે શ્રીરામની સેનાને આકાશમાં જવા માટેનો માર્ગ તૈયાર કરતો હોય એમ જણાય છે.
એવામાં વાલી નામના વિદ્યાઘર રાજા પાસેથી દૂત આવી શ્રીરામને નમીને વાત કહેવા લાગ્યો કે રઘુકુળના દીપક પૂજ્યપાદ શ્રીરામચંદ્ર મહારાજ મારી સેવાનો સ્વીકાર કરે ।।૩૫।।
39
તો સુગ્રીવ-હનુમાન તજી દે, મુજ મૈત્રીથી કાજ સરે આજ જ મુજ ભુજબળ ને વિદ્યા રામ સમીપ સીતાજી ઘરે દૂત વિસર્જન કરી અંગદની સલાહ લેવા રામ પૂછે; અંગદ તેનો ઉત્તર કે તે સંશય મનના સૌ લૂછે : ૩૬
અર્થ :— વળી મારી સેવાને સ્વીકારવા ઇચ્છતા હોય તો સુગ્રીવ અને હનુમાનની સેવાને ત્યજી દે. મારી સાથે મિત્રતા કરવાથી શ્રીરામના કાર્યની સિદ્ધિ થઈ જશે. આજે જ મારા મુજબળ અને વિદ્યાના બળે લંકા જઈ રાવણનું માન ભંગ કરી સીતાજીને રામ પાસે લાવીને મૂકી દઉં.
વાલીના દૂતને દૂર રાખી શ્રીરામ આ વિષયમાં અંગદને પોતાનો અભિપ્રાય જણાવવા પૂછવા