________________
૫ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
એ કુમતિ તર્જી સમજી જા કે સંસારે સૌ સ્વજન થયાં, દેશકાળ બદલાતાં સર્વે પરિચિત જન ભુલાઈ ગયાં. રામ મને આવી લઈ જાશે” એવી વ્યર્થ ન ઘર આશા;
ત્રિફેંટાચલ પર્વત પર લંકા, રક્ષક વિદ્યાઘર ખાસા. ૨ અર્થ - રામનો લાંબા કાળનો પ્રેમ તજાતો નથી એ કુમતિને તજીને એમ સમજ કે આ સંસારમાં સર્વ જીવો સાથે સ્વજનના સંબંઘ થયેલા છે. તેમાં દેશકાળ બદલાતાં સર્વે પૂર્વના પરિચિત લોકો ભુલાઈ ગયા છે અને નવા સંબંધો થયા છે. રામ આવીને મને લઈ જશે એવી વ્યર્થ આશાને ઘારણ કરીશ નહીં. કારણ કે આ લંકા ત્રિકૂટાચલ પર્વત પર આવેલી છે અને અનેક વિદ્યાઘરો આ લંકાના રક્ષક છે. 'રા
ખાઈ રૃપે દરિયો વીંટાયો ભેમિ-ગોચરી નર શું કરશે? વન-ઉપવન સૌ ત્યાંના શોથી, આખર રામ ઝૂરી મરશે; દૈવાથીન આવી ચઢશે અહીં તો કચરાશે ચક્ર તળે,
વ્યર્થ મનોરથ સર્વ તજે તો સાર્વભૌમ સુખ સદ્ય મળે. ૩ અર્થ:- આ લંકાની ચારે બાજુ ખાઈરૂપે દરિયો વીંટાયેલો છે. તો ભૂમિ ઉપર ચાલનારા મનુષ્યો અહીં કેવી રીતે આવી શકશે? તારા માટે વન ઉપવન વગેરે બધાં શોથી આખરે રામ ઝૂરીને મરી જશે.
ભાગ્યને આધીન કદાચ અહીં આવી ચઢશે તો આ ચક્ર તળે કચરાઈને મરશે. આ બઘા વ્યર્થ મનોરથ તું સર્વ ત્યજી દે તો સાર્વભૌમ એટલે આખી પૃથ્વીનું - ચક્રવર્તીનું સુખ તને સદ્ય એટલે હમણાં જ પ્રાપ્ત થાય. /૩ણા
મુજ આશા પૂરી કર, પ્રિયા, કાળ ગુમાવે શા માટે? વહેલું મોડું વળવું પડશે હસતાં, રડતાં આ વાટે.
સ્ત્રી-હઠથી તવ અભ્યાગતની આશા નહિ પૂરી કરશે,
તો પટરાણી-પદ ચૂકી તું ઘટદાસી થઈ જળ ભરશે.”૪ અર્થ – હે પ્રિયા! હવે મારી આશાને પૂરી કર. એમાં તું શા માટે કાળ ગુમાવે છે. વહેલું કે મોડું, હસતાં કે રડતાં આજ વાટે તારે વળવું પડશે.
- સ્ત્રીહઠ પકડીને અભ્યાગત એટલે પાસે આવેલાની જો તું આશા પૂરી નહીં કરશે, તો તું પટરાણીનું પદ ચૂકી જઈ ઘટદાસી એટલે પાણીના ઘડા ભરનારી દાસી સમાન થઈને તારે જળ ભરવું પડશે. //૪
પુણ્યહીન નર લક્ષ્મી માટે વ્યર્થ મળે તેવી રીતે, રાવણ બહુ બકવાદ કરે પણ સતી સીતાને ના જીતે; ઘર્મધ્યાન સમ નિર્મળ, નિશ્ચલ સમતા સતી સીતા ઘારે,
તે નીરખી નિરાશ થવાથી રાવણ મનમાં વિચારે – ૫ અર્થ :- પુણ્યહીન પુરુષ જેમ લક્ષ્મી મેળવવા વ્યર્થ મથે છે, તેવી રીતે રાવણ પણ બહુ બકવાદ કરતાં છતાં સતી એવી સીતાને તે જીતી શકતો નથી અર્થાતુ લલચાવી શકતો નથી.
સીતા સતીતો ઘર્મધ્યાન સમાન નિર્મળ અને નિશ્ચલ સમતાને જ ઘારણ કરીને અડોલ રહી. તે જોઈને રાવણ નિરાશ થવાથી મનમાં એમ વિચારવા લાગ્યો. પાા