________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
૪૯૬
મળતાં સીતાની ચિંતા હવે વળી વધી ગઈ. ॥૪૨॥
પ્રેમ પિતાનો સ્મરી, પત્ર તે ખોલી વાંચે રામ હવે ઃ “શ્રી અયોધ્યા પુર્રીપતિ દશરથ પ્રેમાલિંગન સહ સૂચવે. કુમારયુગલની કુશલતા ચહ્ન સમાચાર વિદિત કરે : દક્ષિણમાં લંકાપતિ રાવણ અન્યાયે મમત્ત ફરે. ૪૩
:
અર્થ – પિતાના પ્રેમને સ્મરી, શ્રીરામ પત્ર ખોલીને વાંચે છે. તેમાં લખેલ છે કે અયોધ્યાપુરીપતિ દશરથ, પુત્રોને પ્રેમ આલિંગન સાથે બેયકુમારોની કુશળતા ચાહીને સમાચાર વિદિત કરે છે કે દક્ષિણ દિશામાં લંકાપતિ રાવણ અન્યાયપૂર્વક પ્રવર્તીને મદમત્ત એટલે મારા જેવો કોણ છે એવા અભિમાનથી ઉન્મત્ત થઈને ફરે છે. ।।૪૩૫૫
કલહ-પ્રિય નારદ સીતાની રૂપ-પ્રશંસા ખૂબ કરે, સ્ત્રીલંપટ રાવણ તે સુણતાં સતી સીતા પ્રતિ મોઠ ઘરે; ઘરી રામ રૂપ હરી સીતા સર્ટી, લંકામાં લંકેશ ગયો, દુષ્ટ દુષ્ટતા સાથી મરવા માટે તે તૈયાર થયો. ૪૪
અર્થ :— કલહપ્રિય નારદે સીતાના રૂપની પ્રશંસા રાવણ સમક્ષ ખૂબ કરી. તે સાંભળીને સ્ત્રીઓમાં આસક્ત એવો રાવણ સતી સીતા પ્રત્યે મોહિત થઈ ગયો.
જેથી રામનું રૂપ ધારણ કરીને તે લંકાપતિ રાવણ સીતા સતીને લંકામાં લઈ ગયો છે. દુષ્ટ એવો તે પોતાની દુષ્ટતા સાધીને હવે મરવા માટે તૈયાર થયો છે. ૫૪૪૫
રાવણ હણવાની તૈયારી થતાં સુધી ધીરજ ઘારી તન-રક્ષા કરી નિર્ભય રહેવા શિક્ષા ઉર હૈ ઉતારી
એવો દૂત મુદ્રા લઈ સીતા કને રવાના શીઘ્ર કરો, બન્ને બંધુ દીર્થવૃષ્ટિથી શો, ઉતાવળ પરિહરો.’૪૫
અર્થ :– રાવણને હણવાની તૈયારી થતાં સુધી સતી સીતા ધીરજને ઘારણ કરીને પોતાના શરીરની રક્ષા કરે તથા નિર્ભય રહે એવી શિક્ષા તેના હૃદયમાં ઉતારી શકે એવા કોઈ દૂતને શ્રી રામચંદ્રની મુદ્રા લઈને શીઘ્ર રવાના કરો. તેમજ બન્ને ભાઈઓ પન્ન દીર્ઘદૃષ્ટિ રાખીને શોક અને ઉતાવળને પરિહરજો. અને ખૂબ વિચારીને તેનો ઉપાય કરજો. ૪૫।।
શિરછત્રનો પત્ર સુણીને લક્ષ્મણ ક્રોધ ઘરી ઘડૂંકે - “સિંહશિશુ સાથે સસલું શું વિરોધ કરી રહેશે ખડું કે? ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ' પાપીને સુઝે પાપે, સતી સીતારૂપ દાવાનલથી લંકાવન બળશે આપે.” ૪૬
અર્થ :– શિરછત્ર એવા પિતાશ્રીના પત્રનો ભાવ સાંભળીને લક્ષ્મણ ક્રોધ કરીને ઘડુકી ઊઠ્યા કે સિંહના બચ્ચા સાથે વિરોધ કરીને સસલુ ક્યારેય ઊભું રહી શકશે ખરું ?
જેમ વિનાશકાળે પાપીને વિપરીત બુદ્ધિ સૂઝે છે, તેમ સતી સીતારૂપ દાવાનલના તેજ પ્રતાપે લંકાનું વન આપોઆપ બળી જશે. ।।૪૬।।