________________
(૪૩) નિર્દોષ નર - શ્રી રામ-૨
સમાચાર સુર્ગા ભાઈ ભરત-શત્રુઘ્રાદિક એકત્ર થયા, જનકરાય પણ આવી મળિયા, વીર રસમાં સૌ ભળી ગયા. સીતા-પ્રાપ્તિના વિવિધ ઉપાયો સર્વે મળી વિચારે જ્યાં, બે વિદ્યાઘર રામ સમીપે આર્વી અનુજ્ઞા યાચે ત્યાં. ૪૭ અર્થ :— સીતા સતીના સમાચાર સાંભળીને ભાઈ ભરત અને શત્રુઘ્ન આદિ બધા એકત્ર થઈ ગયા. જનકરાજા પણ ત્યાં આવી મળ્યા. અને સૌમાં શુરવીરતા આવી ગઈ.
સતી સીતાની પ્રાપ્તિના ઉપાયો બધા મળીને વિચારતા ના તેટલામાં બે વિદ્યાધર શ્રીરામ સમીપે આવીને આજ્ઞા મેળવવાની યાચના કરવા લાગ્યા. ૪િ૭।।
રામ કહે : “ઠે! વીર કુમારો, કોણ આપ? ક્યાંથી આવો ? સુગ્રીવકુમાર કહે : “બળ-રામ તણાં દર્શનનો આ લ્હાવોપૂર્વ પુણ્યથી આજે પામ્યો; હવે વાત કહું મુજ મનની; દક્ષિણ શ્રેણીની કિષ્કિંથા જન્મભૂમિ છે આ તનની. ૪૮
અર્થ :— શ્રીરામ કહેવા લાગ્યા કે હે વીર કુમારો, આપ કોણ છો? ક્યાંથી આવો છો? ત્યારે સુગ્રીવકુમાર કહે પૂર્વ પુણ્યના પ્રતાપે મને આજે શ્રી બળરામના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. હવે હું મારા મનની વાત કહું છું. દક્ષિણ શ્રેણિમાં આવેલ ક્રિષ્કિંધા નામની નગરી છે, તે મારી જન્મભૂમિ છે. ।।૪૮।। વિદ્યાથ૨૫તિ બલીન્દ્રને બે પુત્ર વાલિ-સુગ્રીવ થયા, પિતા વાલીને રાજ્ય દઈ યુવરાજ મને કરી, ચાલી ગયા, લોભવશે મુજ પદ છીનવી લઈ દેશ-નિકાલ મને દીઘો, ‘મુજ પદ પાછું મળશે ક્યારે?' નારદને મેં પ્રશ્ન કીધો. ૪૯
૪૯૭
અર્થ :– વિદ્યાધરના પતિ બલિન્દને વાલિ અને સુગ્રીવ નામે બે પુત્રો થયા હતા. પિતાએ વાલીને રાજ્ય દઈ, મને યુવરાજ પદે સ્થાપી પોતે પરલોક સિધાવ્યા.
લોભવશ બનીને મારું યુવરાજ પદ છીનવી લઈ વાલિએ મને દેશ-નિકાલ આપ્યો. મેં એકવાર નારદમુનિને પ્રશ્ન કર્યો કે મારું છીનવી લીધેલ પદ ક્યારે મળશે? ।।૪૯।।
કૂંઠે નારદજી : 'અર્થ ભરતના નાથ રામ-લક્ષ્મણ બનશે, ચિત્રકૂટ ગિરિ પર જઈ યાચે મૈત્રી તો તુજ કામ થશે.’ સુણી વાત મુજ મિત્ર અમિતગતિ સહિત અહીં આવ્યો આશે, સીતા-પ્રાપ્તિમાં સહાય કરીશું; હવે સીતા જાણો પાસે. ૫૦
અર્થ – ત્યારે નારદજી કહે : અર્ધ ભારતના નાથ રામ અને લક્ષ્મણ બનશે. તે ચિત્રકૂટ ગિરી પર
-
હાલમાં છે. ત્યાં જઈને તેમની મિત્રતાની યાચના કરે તો તારું કામ થઈ જશે.
આ વાત સાંભળીને મારા મિત્ર અમિતગતિ સાથે હું આશા સહ અહીં આવ્યો છું. સતી સીતાને મેળવવામાં અમે સહાય કરીશું. હવે સીતા આપણી પાસે જ છે એમ જાણો. પા
અણુસમ રૂપ અનેક ઘરી તે મુજ મિત્ર અમિતગતિ દૂત ભલો, અર્જુમાન સર્વે છે તેને જશે ગમે ત્યાં, વીર કળો.'