________________
(૪૩) નિર્દોષ ન૨ - શ્રી રામ ભાગ-૨
પ્રિયા, પાલખીમાં બેસો, આ અશ્વ ઉપર હું આવું છું.” જાનકી પાલીરૂપ વિમાને બેઠાં કે ચઢી જાય ઊંચું. ૩૧
અર્થ :— તેટલા સમયમાં તો રાવણ માથાવડે શ્રી૨ામનો વેષ ધારણ કરીને જાનકી અર્થાત્ સીતાજી પાસે જઈને કહેવા લાગ્યો કે હરણને તો નગરમાં આગળ મોકલી દીધું છે, અને હવે સંધ્યાકાળ થવાથી આપણને પણ નગરમાં જવાનો વખત થઈ ગયો છે.
પિયા! તમે પાલખીમાં બેસો. હું આ અશ્વ ઉપર સવાર થઈને આવું છું. જાનકી-સીતા માયાવડે બનાવેલ પાલીરૂપ વિમાનમાં બેઠા કે તે ઊંચુ આકાશમાં ચઢી ગયું, ॥૩૧॥
સતીશરોમિણ નાગણ સાથે રાવણ રમવા યત્ન કરે, પ્રગટ થઈ પુષ્કર વિમાને દુષ્ટ વચન આવાં ઊંચરે : “ભય, લજ્જા ને રામ-પ્રેમ તō, બન રાવણની પટરાણી,
સુખ ભોગવ ત્રણ ખંડ ઘરાનું, વરી મુજને કરુણા આણી.” ૩૨
૪૯૩
અર્થ :– સતીઓમાં શિરોમણિ સીતા સાથે રાવળ રમવા યત્ન કરે તે તો નાગ સાથે રમવા જેવું છે. સીતારૂપ નાગણને પોતાના મૃત્યુ માટે જ તે લંકામાં લઈ આવ્યો. પછી પોતાનું વાસ્તવિક સ્વરૂપ પુષ્કર જ વિમાનમાં પ્રગટ કરીને આવા દુષ્ટ વચન સીતા પ્રત્યે કહેવા લાગ્યો –
:
ભય, લજ્જા અને રામનો પ્રેમ તજી રાવણની પટરાણી બન. મારા પર કરુણા લાવીને મને વરી ત્રણ ખંડની પૃથ્વીનું સુખ ભોગવ. ।।૩૨।।
કર્ણ-શૂલ સમ શબ્દો સુણતાં સતી સીતા મૂર્છિત થાતી; ગગન-ગામિની વિદ્યા વિનશે, શીલવતી-સ્પર્શે ઠી જાતી; તેથી વિદ્યાથીઓ દ્વારા શીત ઉપચારો શીઘ્ર કર્યાં, થતાં સચેત સીતા ધીરજ ધરી બોલે બોલો રોષભર્યા : ૩૩
અર્થ – આવા રાવણના કાનને ફૂલ સમાન શબ્દો સાંભળી સતી સીતા મૂર્છિત થઈ ગઈ. રાવણે વિચાર કર્યો કે જો આ શીલવતીનો સ્પર્શ થયો તો મારી આકાશગામિની વિદ્યા શીઘ્ર નષ્ટ થઈ જશે અને વળી તે રૂઠી જશે. તેથી વિદ્યાધરીઓ દ્વારા તેના શીઘ્ર શીત ઉપચારો કર્યો, જેથી તે સચેત થઈને ધીરજ ધારણ કરી, રોષભર્યા શબ્દો રાવણ પ્રત્યે બોલવા લાગી. ।।૩૩।।
“અથમાંથમ અડતો નહિ મુજને, બોલ ન કોઈ બોલ હવે, પતિવ્રતાનો પ્રાણ શીલગુણ તૃણ સમ રામ વિના સૌ ભવે. તુચ્છ ગણી આ પ્રાણ તજું પણ શીલખંડન નહિ કદીય થશે, શાશ્વત મેરું સમ મુજ નિશ્ચય, સમજ, નહીં તો મરી જશે.'' ૩૪
અર્થ :— રે અધમાધમ! મુજને અડતો નહીં. બોલવાનું બંધ કર. એક પણ બોલ હવે બોલ મા, પતિવ્રતાનો પ્રાણ તે શીલગુણ છે. આ ભવમાં રામ વિના મારે મન સૌ તૃણ સમાન છે.
આ પ્રાણોને પણ તુચ્છ ગણીને તજી દઈશ પણ શીલખંડન કોઈકાળે નહીં કરું. શાશ્વત મેરુ સમાન આ મારો નિશ્ચય છે. તેને સમજ; નહીં તો તું મરી જઈશ. ।।૩૪।