________________
૨૩૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મોહનીય અને અંતરાયકર્મના આવરણોને ક્ષણમાત્રમાં તે નષ્ટ કરી દે છે. અને કેવળજ્ઞાન પ્રગટાવી અત્યંત શુદ્ધ બની સમસ્ત લોકાલોકને તે યથાવત્ નિહાળે છે. તે સમયે ભગવાન સર્વકાળને માટે સર્વજ્ઞ બની જાય છે. અને અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યના સ્વામી થાય છે. ભાવથી તે ભગવંત મુક્ત બની જાય છે. એવું કેવળજ્ઞાન પ્રભુ પાર્શ્વનાથને ફાગણ વદી ચૌદસના દિવસે ઉત્પન્ન થયું. તે દિવસ પ્રભુના કેવળજ્ઞાન મહોત્સવનો છે. ૬૮
સર્વોપર ઉપકાર આ કલ્યાણકને કાજ,
અતિ ઉત્સાહે આવિયો દેવેન્દ્રાદિ સમાજ. ૬૯ અર્થ :- સર્વોપરી ઉપકારી એવા આ કેવળજ્ઞાન કલ્યાણકને ઊજવવા માટે અતિ ઉત્સાહપૂર્વક ઇન્દ્રો દેવો વગેરે ત્યાં આવી પહોંચ્યા.
અનુપમ સમવસરણ રચે ઉમટે ભવિર્જીવ ત્યાંય,
પામે સુર-નર-વૃંદ ને પશુ-પંખી શિવછાંય. ૭૦ અર્થ :- દેવોએ અનુપમ સમવસરણની રચના કરી. જે જોઈને ભવ્ય લોકોના ટોળા ઉમટવા લાગ્યા. ત્યાં સમવસરણમાં દેવો અને મનુષ્યોના વૃંદ એટલે સમૂહ તથા પશુપક્ષીઓ પણ શિવછાંય એટલે આત્મકલ્યાણ કરવા માટે પ્રભુના ઉપદેશથી શીતળ છાયાનો અનુભવ કરવા લાગ્યા. I૭૦ાા
દયાઘર્મ-મૂર્તિ પ્રભુ, અનહદ ધ્વનિ-ઉપદેશ,
સમજે સૌ નિજ વાણીમાં રહે ન સંશય લેશ. ૭૧ અર્થ - દયાઘર્મની મૂર્તિ સમા પ્રભુ અનહદ એવી ૐકાર ધ્વનિવડે ઉપદેશ આપવા લાગ્યા. સર્વ જીવો પ્રભુના વચન અતિશયવડે પોતપોતાની ભાષામાં પ્રભુની વાણીને સમજવા લાગ્યા. કોઈને પણ લેશમાત્ર સંશય રહ્યો નહીં, અર્થાત્ સર્વની શંકાનું સમાધાન થઈ ગયું. ૭૧ના
શત્રુ મિત્ર બની જતા સમવસરણની માંય,
સર્પ-ફેણ પર દેડકાં રમે, ભીતિ નહિ કાંય. ૭૨ અર્થ - પ્રભુના સમવસરણની અંદર શત્રુઓ પણ મિત્ર બની જાય છે. સર્પની ફેણ ઉપર દેડકા રમે છે, તેમને પણ સર્વથી કોઈ ભીતી એટલે ભય લાગતો નથી. II૭રા
બિલાડી-પગ ફૂંકતા ઉંદર ભય સૌ ખોય,
મૃગપતિશિર મૃગ ચાટતા, પ્રેમ પરસ્પર હોય. ૭૩ અર્થ – બિલાડીના પગને નિર્ભય બનીને ઉંદર ફૂંકે છે. મૃગપતિ એટલે સિંહના મસ્તકને મૃગ એટલે હરણ ચાટે છે. એમ પરસ્પર એક બીજા પ્રત્યે પ્રેમભાવ દર્શાવે છે. સમવસરણમાં એવો પ્રભુનો પ્રતાપ છે કે જેના યોગબળે શત્રુઓ પણ પોતાના શત્રુત્વને ભૂલી જાય છે. ll૭૩મા
ઇન્દ્ર પૂંજા પ્રભુની કરે સ્તુતિ કરી બેસી જાય;
સ્વયંભૂં ગણઘર ગુણ મહા પ્રશ્ન પૂંછે સુખદાયઃ ૭૪ અર્થ - સમવસરણમાં પ્રથમ ઇન્દ્ર પ્રભુની સ્તુતિ કરીને બેસી જાય છે. પછી દશ ગણઘરોમાંના