________________
૪૦૮
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
(૩૫)
સાર્વજનિક શ્રેય
(રાગ-હાંરે મારે ધર્મ જિણંદશુ લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓળગે રે લો)
*
હાંરે વ્હાલા રાજચંદ્ર ગુરુ જ્ઞાનીમાં મન જાય જો, ત્રિભુવન-જનનું શ્રેય ઉરે જે થારના રે લો. હાંરે તેને ચરણે નમતાં કળિમળ પાપ કપાય જો,
શરણાગતનાં કારજ સઘળાં સારતા રે લો. હાંરે વાલા
=
અર્થ :— હાંરે વ્હાલા રાજચંદ્ર ગુરુ જ્ઞાની ભગવંત પ્રત્યે મારું મન આકર્ષાય છે, કેમકે ત્રણેય લોકના જીવોનું શ્રેય એટલે કલ્યાણ કરવાનો ભાવ જેના હૃદયમાં સદાય વિદ્યમાન છે. એ વિષે એક પત્રમાં તેઓશ્રી જણાવે છે કે–
‘જૈનમાર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલુ જ નહીં પણ ‘મૂળમાર્ગ'ની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે. તેથી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું, નહીં તો તેમાં વર્તતી પ્રજાને મૂળલક્ષપણે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી જૈનમાર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો ઠારા છે. સમજાવતાં આડાં કારણો આવીને ઘણા ઊભા રહે તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે; નહીં તો હાલ તો મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાર્ગ બીજાના લક્ષમાં નથી, તેમ તે હેતુ દૃષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણો જોઈએ છે, તેમ જ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે, તે અત્ર છે એવું દૃઢ ભાસે છે.” (વ.પૂ.૫૧૭)
પરમકૃપાળુદેવના ચરણકમળમાં ભાવપૂર્વક પ્રણામ કરતા અર્થાત્ તેમની આજ્ઞાને ઉપાસતાં કળિમળ એટલે વિષયકષાયરૂપ મળ જે પાપરૂપ છે તેને ધોઈ શકાય છે. તથા જેણે એમનું શરણ ગ્રહણ કર્યું છે તેના સઘળા કાર્ય ભક્તિના બળે સિદ્ધ થાય છે. “જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે.'' (વ.પૃ.૪૪૭) ||૧||
હાંરે સુણો : શ્રેય, પ્રેય બે હોર્ડ ચઢ્યાં સંભળાય જો, તુમ વિણ ન્યાય કરે કો, કોણ એ બેયનો રે લો.
હાંરે જાઓ રાજસભામાં સૌ સજ્જન સન્મુખ જો
શ્રેય, પ્રેય નિજ પક્ષ–ગુણો કહી દેય, જો રે લો. હાંરે વ્હાલા
અર્થ :— શ્રેય એટલે આત્મક્લ્યાણને ઇચ્છવાવાળો આત્માર્થી જીવ અને પ્રેય એટલે સંસારસુખને ઇચ્છવાવાળો મિથ્યાવૃષ્ટિ જીવ, આ બેય હોડે ચઢયા છે એમ વાયકા સંભળાય છે. પણ હે નાથ! તમારા વિના એ બેયનો ન્યાય કોણ કરી શકે. હવે રાજસભામાં આવી સર્વ સજ્જનોની સન્મુખ શ્રેય અને પ્રેય બન્ને પોતાના પક્ષના ગુણો કહેવા લાગ્યા. ।।૨।।