________________
૪૭૪
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
દક્ષિણ કર પણ કુષ્ટ હોય નિજ, નૃપ કાપી ફેંકી દેતા, મૃત્યાકૃત્ય-વિવેકરહિત નૃપને સૌ મૂર્ખ ગણી લેતા; સજ્જન-પાલન, દુમન એ નીતિ નૃપની નિત્ય ટો, મંત્રી, મહાજન, સમજું છો તો હવે દુરાગ્રહથી અટકો'' ૮
અર્થ :— આપણો ડાબો હાથ પણ કદિ દુષ્ટ દોષ કરે તો રાજાએ તેને કાપીને ફેંકી દેવો જોઈએ. કરવા યોગ્ય કે નહીં કરવા યોગ્ય એવા વિવેક રહિત રાજાને સૌ પ્રજાજનો પણ મૂર્ખ ગણશે. સજ્જન પુરુષોનું પાલન કરવું અને દુષ્ટ પુરુષોનું દમન કરવું એ નીતિ રાજાની નીતિશાસ્ત્રમાં વર્ણવેલ તે હમેશાં ટકી રહો. માટે મંત્રી કે મહાજન ! તમે બધા સમજુ છો તેથી આવા દુરાગ્રહથી વિરામ પામો. ।।૮।।
પુત્ર-પ્રેમ નહિ પ્રબળ ભૂપમાં સમજી મંત્રી અરજ કરે : “મહારાજા જો હુકમ કરે તો હું શિક્ષા દઉં મુજ કરે.” નૃપતિની સંમતિ લઈ મંત્રી વિજય-ચંદ્ર સહ પરવરતા, વનગિરિ ૫૨ જઈ મંત્રી બોલે : “મરણ સમીપ છે, નહિ બીતા.’’ ૯
=
અર્થ :— પુત્ર ઉપર રાજાનો પ્રબળ પ્રેમ નથી એમ સમજીને મંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ જો હુકમ કરે તો હું મારા હાથે બન્નેને સ્વયં શિક્ષા આપું.
રાજાની સંમતિ લઈને મંત્રી, વિજય અને ચંદ્રચૂલને સાથે લઈ વનગર નામના પવિત્ર પર્વત ઉપર જઈને કહેવા લાગ્યો કે હૈં કુમાર! હવે મરણ નજીક છે, કરશો મા. ।।૯।।
રાજકુમાર કહે : “નહિ ડરીએ; કરે કામ તે કેમ ડરે? તરસ્યાને શીતળ જળ જેવું મરણ સુણી મુજ ઉર ઠરે.” આ ભવ પરભવ સુધરે તેવા રસ્તા માટે શિખર પરે મંત્રી ચાલ્યો ત્યાં ગણધર શ્રી મહાબલ નીરખી નયન ઠરે. ૧૦
અર્થ :– પ્રત્યુત્તરમાં રાજકુમાર કહે અમે ડરીએ એવા નથી. મૃત્યુથી ડરતા હોઈએ તો એવા કામ
-
કોણ કરે. તરસ્યા માણસને શીતળ જળ સમાન આ મરણની વાત સાંભળીને મારું હૃદય ઠરે છે. શૂરવીરોને વર્ષો ભય શાનો? કુમારની આવી વાત સાંભળી એમનો આ ભવ અને પરભવ બન્ને સુધરે તેવો ઉપાય વિચારી મંત્રી પર્વતના શિખર ઉપર ચાલતા ગયા. ત્યાં મહાબલ નામના ગણધર મુનિવરના દર્શન કરી તેમના નેત્ર પાવન થઈ ગયા. ॥૧૦॥
વંદન કરી કહે મંત્રી આગમ-કારણે ગણધર મુનિવરને, જ્ઞાની ગણધર કહે : “ડરો ના, બન્ને બનશે નવર તે, ભવ ત્રીજે બનશે બન્ને એ કેશવ, રામ સુધર્મ ધરી.” બોલાવી લાવ્યો બન્નેને મંત્રી ઉ ઉલ્લાસ ભરી. ૧૧
અર્થ :— ગણઘર મુનિવરને વંદન કરી મંત્રીવર પોતાનું આગમન કારણ જણાવે છે, ત્યારે મન:પર્યવજ્ઞાનના ધારક એવા ગણધર ભગવંત બોલી ઊઠ્યા : મંત્રીશ્વર! ડરો નહીં, આ બન્ને કુમાર નરોમાં શ્રેષ્ઠ બનશે. બન્ને કુમારો આ ભવમાં સમ્યક્ ઘર્મ ઘારણ કરીને ત્રીજા ભવે એક કેશવ એટલે લક્ષ્મણ નામે વાસુદેવ થશે અને બીજા શ્રી રામ નામથી બળભદ્ર બનશે. એમ સાંભળી મંત્રી ઉલ્લાસભાવ