________________
(૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧
૪૮૩
દૈવયોગથી તે જ દિને ઘર કરવા હળથી હદ કરતાં,
ખેડૂતની નજરે પડી પેટી; જનક કને જઈ તે ઘરતાં. ૪૨ અર્થ - મિથિલા નગરી પાસે જઈ એક ખેડૂતના ઘરની પાસે શોકસહિત તે પેટીને દાટી. આવા ક્રૂર કર્મથી નિર્દય પણ ત્રાસ પામી જાય.
ભાગ્યોદયે તે જ દિવસે ઘર કરવા માટે હળ ખેડીને તે ઘરની હદ નક્કી કરતાં તે ખેડૂતની નજરે આવી ચઢી. ખેડૂતે આશ્ચર્ય પામી તે પેટીને રાજા જનક પાસે જઈને મૂકી દીધી. II૪રા
જનક ઉઘાડે પેટી ત્યાં તો ઘન સહ કન્યા-રત્ન રમે, પત્ર વાંચી વત્સલતા જાગી, રાણી-મન પણ ત્યાં જ નમે; સીતા નામ ઘરી ઉછેરી, નિજ પુત્રી સમ પ્રેમ ઘરે,
મિથિલા નગરે રામ પઘારે તો તે જનક-સુતાને વરે.”૪૩ અર્થ - જનકરાજાએ પેટી ઉઘાડી ત્યાં તો ઘન સાથે કન્યારત્નને રમતું જોયું. તેમાં રહેલ પત્ર વાંચતા રાજાને પૂર્વાપર બધી હકીકતની જાણ થઈ ગઈ તેથી વાત્સલ્યભાવ જાગ્યો તેમજ રાણીનું મન પણ ત્યાં જ રમવા લાગ્યું. તેનું નામ સીતા રાખી પોતાની પુત્રી સમાન પ્રેમ ઘરી તેને ઉછેરી. મિથિલા નગરીમાં જ્યારે રામ પધારશે ત્યારે તે જનકરાજાની પુત્રીને વરશે. II૪૩ા.
એમ પુરોહિત-સંમતિ મળતાં, રામ અને લક્ષ્મણ સામે દેખે દશરથ નૃપ પ્રીતિથી, બાળ ગણી સંશય પામેઃ રખે! રાય રાવણ ત્યાં આવે, અકસ્માત્ બહુ મ્લેચ્છ મળે,
કુમારની હિમ્મત શી ચાલે?” રામ કળે તે તર્ક બળે. ૪૪ અર્થ - એમ રાજપુરોહિતની સંમતિ મળતાં રામ અને લક્ષ્મણ સામે રાજા દશરથે પ્રેમથી જોયું. ત્યારે મનમાં તેમને બાળ ગણીને શંકા કરવા લાગ્યા.
રખેને ત્યાં રાજા રાવણ આવી જાય અને અકસ્માત ઘણા મ્લેચ્છ મળીને સામા થાય તો આ કુમારોની શી હિંમત ચાલે? એમ વિચારતા હતા ત્યારે શ્રી રામ તર્કબળે પિતા દશરથનો ભાવ કળી ગયા. //૪૪
રામ કહે : “મહારાજ, કરો નહિ બાળ ગણી ફિકર કોઈ, સિંહશિશુ પણ ગજપતિ જીતે, તેમ પુત્ર-જય લ્યો જોઈ.” ઝાડ ઉપર જે ફળ પાકે તે ડીંટાથી દૂર જેમ થતું,
તેમ પરાક્રમ કાજે નાચે ઉર બન્નેનું થનગનતું. ૪૫ અર્થ :- શ્રી રામ કહે : મહારાજ! અમને બાળક ગણીને ફિકર કરો મા. સિંહનું બાળક પણ ગજપતિ એવા હાથીને જીતી લે છે. તેમ પુત્રનો જય જોઈ લેજો.
ઝાડ ઉપર જે ફળ પાકે તે એક દિવસ તેના ડીંટાથી દૂર થાય છે તેમ પરાક્રમ બતાવવા ખાતર અમારા બન્નેનું હૃદય થનગનાટ કરી રહ્યું છે. ૪પા
નૃપ લશ્કર સહ બન્ને વરને વિદાય કે મન કઠણ કરી ને સંદેશો દેતા દૂતને મિત્ર જનકનો સ્નેહ સ્મરી :