________________
૪૮૬
પ્રાવોધ-વિવેચન ભાગ-૧
દશરથ વારે તોપણ બન્ને કહે : “નિષેધો સ્નેહવશે, તોપણ ઉન્નતિના ઉત્સુક નર નહિ ઉત્સાહ કદી તજશે. શૂરવીરતાનો સંભવ જ્યાં સુધી, પુણ્યસ્થિતિ જ્યાં સુધી દીસે, ત્યાં સુધી શત્રુ પર જય કરવા રાજપુત્રનું મન તલસે. પ
અર્થ :– પિત્તાશ્રી દશરથ વારતા છતાં બન્ને પુત્રો કહેવા લાગ્યા, આપ સ્નેહવશ અમને ત્યાં જવાનો નિષેધ કરો છો, તો પણ ઉન્નતિ સાઘવાના ઉત્સુક એવા નરો પોતાના ઉત્સાહને કદી છોડતા નથી.
જ્યાં સુધી શૂરવીરતાનો સંભવ છે તેમજ પુણ્યની સ્થિતિ પણ જ્યાં સુધી અનુકૂળ દેખાય છે ત્યાં સુઘી શત્રુઓ ઉપર વિજય મેળવવાની કામના રાજપુત્રના અંતરમાં રહ્યા કરે છે. IINI
નિષ્ફળ તરુ પક્ષીગણ તજતાં, તેમ નિરુધર્મીને તજશે – સર્વ સંપદા એકી સાથે, કોઈ કામ નઠિ કરી શકશે.”
શૂરવીર સંતાનોને ઘટતાં વચન સુણી નૃપ હર્ષ ઘરે, રાજમુગટ ઘી રામ-શિરે, નૃપ લક્ષ્મણને યુવરાજ કરે. ૬
અર્થ :– ફળ વગરના વૃક્ષને જેમ પક્ષીગણ તજી દે છે તેમ ઉદ્યમ વગરના પુરુષને સર્વ સંપત્તિ એક સાથે તજી દેશે પછી તે કોઈ કામ કરી શકશે નહીં.
શૂરવીર સંતાનોને ઘટતાં એવા વચન સાંભળી રાજા દશરથે હર્ષિત થઈ શ્રી રામના શિર પર રાજમુગુટ થયું, અને શ્રી લક્ષ્મણને યુવરાજની પદવી પ્રદાન કરી. ।।૬।।
ભૂપતિ-વિભૂતિ પ્રગટે તેવી આશિષ દે નૃપ ખરા ઉરે, દશરથ રાય વિદાય દઈ કહે : “વસો બનારસ શુભ નગરે.” નગર પ્રવેશ કરે બે ભાઈ, નગરજનો ઉત્સવ કરતા, દાન-માનથી સંતોષી પુરજનનું હિત વીર ઉર થતા. ૭
અર્થ :– રાજવૈભવ પ્રગટે એવી અંતરની ખરી આશિષ આપતાં રાજા દશરથ તેમને વિદાયની આજ્ઞા સહ કહેવા લાગ્યા કે ભલે તમે શમનગર એવા બનારસમાં વાસ કરો અને સ્વપરહિતમાં સદૈવ તત્પર રહી મનુષ્યભવને સફળ કરો.
શ્રી રામ અને શ્રી લક્ષ્મણ બન્ને ભાઈઓએ નગર બનારસમાં પ્રવેશ કર્યો ત્યારે નગરજનોએ મોટો ઉત્સવ કર્યો. ત્યાં રહી પ્રજાજનોને સદા દાન તથા માન આપી સંતુષ્ટ કરવા લાગ્યા. નગરજનોનું હિત સા હૃદયમાં ધારણ કરીને તે વીરનો રાજ્ય કરતા ત્યાં રહેવા લાગ્યા. ગાગો
પૂર્વ મર્યાદા મોઢે નહિ, નીતિ-પુરઃસર રાજ્ય કરે, જન-કલ્યાણક કાર્યો તત્પર નવીન રૃપ બહુ હોંશ ધરે; ‘રામરાજ્ય' જગમાં પંકાયું, દુષ્ટ ડરે નૃપદંડ થકી,
શિષ્ટ તણું સન્માન થતાં તે પંડિતપુર બન્યું નક્કી. ૮
અર્થ :— પૂર્વજોએ નિશ્ચિત કરેલ મર્યાદાનું તે કદી ઉલ્લંઘન કરતા નથી તેમજ પૂરેપૂરી નીતિ સહ રાજ્ય કરવા લાગ્યા. લોકોનું કલ્યાણ અર્થાત્ કેમ ભલું થાય એવા જ સર્વ કાર્યોમાં નવીન રાજાના હ્રદયમાં બહુ હોંશ હોવાથી તેમાં જ તે તત્પર રહેવા લાગ્યા.