________________
(૩૫) સાર્વજનિક શ્રેય
૪૧ ૭.
હાંરે તેમ કીડી-મકોડી કરી શકે ન વિચાર જો,
નરભવમાં જીંવ હિત-અહિત ચિત્તે ઘરે રે લો. હાંરે વ્હાલા અર્થ - કોઈ અભણ હોય, વાંચી શકતો ન હોય, તે કંઈ મહાદોષ કહેવાય નહીં. પણ મહાદોષી તો તે એ છે કે જે વાંચીને પણ વિપરીત આચરણ કરે છે. જેમ મનહીન એવા કીડી મકોડા કંઈ વિચાર કરવાને સમર્થ નથી, પણ મનુષ્યભવ પામીને જીવ હિત અહિતનો વિચાર કરી શકે છે; છતાં જે જીવ પોતાના હિતાહિતનો વિચાર કરતો નથી તે મહાદોષી છે. રા.
હાંરે મોક્ષમાર્ગ આરાધો તો લહો સુખ જો, મનુષ્યમાત્રની પ્રથમ ફરજ એ માનવી રે લો; હાંરે તે ચૂકીને કરી શરીર-સુખની શોઘ જો,
ભૂલ ઘણા ભવની આ ભવમાં ટાળવી રે લો. હાંરે વ્હાલા અર્થ - મનુષ્યભવ પામીને મોક્ષમાર્ગની આરાઘના કરી તમે શાશ્વત સુખશાંતિને પામો. મનુષ્યમાત્રની આ પ્રાથમિક ફરજ છે. એમ પ્રત્યેકે માનવું જોઈએ.
પણ આ ભવમાં આત્મકલ્યાણ કરવાનું મૂકી દઈ માત્ર આ નાશવંત શરીરને શાતા પહોંચાડવાના અનેક સાઘનોની શોધ કરી તે મેળવવામાં જ જીવ રચ્યો પચ્યો રહેશે તો આત્માનું અહિત થશે; કેમકે જેટલી દેહને સગવડ તેટલી આત્માને અગવડ છે. જેમ જેમ દેહાધ્યાસ વધે છે તેમ તેમ આત્માર્થ નાશ પામે છે. જ્ઞાનીઓ કહે છે કે – દેહ દુઃખ મહા ફલ' દેહને શાતા પહોંચાડવા કરતાં તેને અશાતાનો અભ્યાસ કરાવવાથી સમાધિમરણમાં તે પરમ સહાયરૂપ નિવડશે. આ દેહાધ્યાસની ભૂલ ઘણા ભવથી ચાલી આવે છે. માટે હવે તેને આ ભવમાં અવશ્ય ટાળવી છે એવો નિર્ણય થવો જોઈએ. ૩૦ના
હાંરે સાચા દિલે સત્ય ગ્રહણ જો થાય જો, સર્વ કોઈનું આત્મશ્રેય આ ભવે થશે રે લો; હાંરે સત્સંગ જેવું હિતકર નહિ કોઈ કાજ જો,
તેથી જ સર્વે સારી વાતો ઊગશે રે લો. હાંરે વ્હાલા અર્થ - આ ભવમાં સાચા હૃદયે “આત્મા સત્ જગત્ મિથ્યા' એ સત્ય વાત જો ગ્રહણ થાય તો કોઈ પણ જાતિમાં ઉત્પન્ન થયેલા જીવોનું આત્મકલ્યાણ આ ભવમાં થવા સંભવ છે.
હવે સત્યવસ્તુને જેમ છે તેમ સમજવા માટે સત્સંગ જેવું ઉત્તમ બીજાં કોઈ સાઘન નથી. સત્સંગથી જ બધી સારી વાતોનો ઉદય થશે, અર્થાતુ આત્માનું હિત શામાં છે? જન્મ જરા મરણના દુઃખોથી કેમ છૂટી શકાય અથવા આત્મા પોતાની શાશ્વત સુખ શાંતિને કેમ પામી શકે વગેરે સર્વ વાતો સત્સંગમાં જ સુલભ હોય છે. માટે આત્માર્થે સદા સત્સંગ કર્તવ્ય છે. ૩૧ાાં
હાંરે આ કળિકાળે તો ભક્તિ-માર્ગ જ શ્રેષ્ઠ જો, સર્વ સંતની શિખામણ આ ઉરે ઘરો રે લો; હાંરે સદાચરણ પણ સેવા કરી વિચાર જો,
એક લક્ષથી અકામ ભક્તિ આદરો રે લો.” હાંરે વહાલા અર્થ :- આ ભયંકર કળિયુગમાં એક ભક્તિમાર્ગ જ શ્રેષ્ઠ છે. સાચી સમજ સાથે પ્રભુ પ્રત્યે ભક્તિ