________________
૪૩૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - જેને સપુરુષ પ્રત્યે ભક્તિ જાગી છે, જેના ઘરના બધા ભક્તિ કરતા હોવાથી ઘર પણ ભક્તિનું ઘામ બન્યું છે, તેનું ગૃહસ્થપણું વખણાય છે, પૂજ્ય ગણાય છે. પણ સગુણના સમૂહ વગર ગૃહસ્થનું શ્રાવક એવું નામ શોભા પામતું નથી.
“શ્રાવક કોને કહેવા? જેને સંતોષ આવ્યો હોય; કષાય પાતળા પડ્યા હોય; માંહીથી ગુણ આવ્યો હોય; સાચો સંગ મળ્યો હોય તેને શ્રાવક કહેવા.” (વ.પૃ.૭૨૯)
કળિકાળે તો કોઈક જ સાચા સાધુ ભાળ;
નિર્દય, ક્ષુદ્ર જનો પડે, ટકે કેટલો કાળ? ૧૯ અર્થ :- આ કળિકાળમાં તો કોઈક જ સાચા સાધુ દેખાય છે. પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી દેવકરણજી મહારાજ વિષે પરમકૃપાળુદેવે જણાવેલું કે આ ચોથા આરાની વાનગી છે.
આ પાપના યુગમાં નિર્દય અને શુદ્ર એટલે હલકી વૃત્તિના લોકો આવા મહાત્માઓને પણ પીડા આપે, તો તે કેટલો કાળ તેમની પાસે ટકી શકે? જેમકે પ.પૂ.પ્રભુશ્રીજી, લોકોની કનડગતને લઈને જુનાગઢ જેવા એકાંત સ્થાનોમાં રહેવા લાગ્યા. તેમજ પૂ.શ્રી આનંદઘનજી મહારાજ પણ લોકોના અયુક્ત દબાણને લઈને જન સહવાસ છોડી વનવાસ સ્વીકાર્યો. અથવા શ્રી યશોવિજયજી મહારાજનું પણ ઉદયાથીન વર્તન થવાથી બાહ્ય ક્રિયાનો આગ્રહ મૂકી વિશેષ સ્વરૂપ ધ્યાનમાં સ્થિર રહેવા લાગ્યા. તેથી લોકો તેમને ઓળખી શક્યા નહીં. એવું ભયંકર કળિકાળનું સ્વરૂપ છે. ૧૯ાા
જેમ સુકાતા સર વિષે માછલીઓ ગભરાય,
ફેરવતા બક ચંચુ બહુ; ક્યાં નાસી સંતાય? ૨૦. અર્થ :- જેમ સર એટલે તળાવ સુકાતા માછલીઓ બિચારી ગભરાવા લાગે છે. કેમ કે ત્યાં બક એટલે બગલાઓ લાંબી ચાંચ ફેરવતા ઘણા ઊભા હોય છે. ત્યાંથી બિચારી માછલીઓ નાસીને ક્યાં સંતાય. તેમ આ કળિયુગમાં મોક્ષમાર્ગના જિજ્ઞાસુ જીવોને કુગુરુરૂપી બગલાઓ પોતાના મતરૂપી ચાંચમાં પકડી લે તો તે બિચારા ત્યાંથી છૂટીને કોને શરણે જાય? એ જોઈને કપાળુદેવને બહુ દયા આવે છે. ૨૦થા
માત-પિતા સમ સાઘુની શ્રાવક લે સંભાળ,
સાધુ-સમાધિ સાથતાં અને ઘર્મ-રખવાળ. ૨૧ અર્થ - માતા પિતા સમાન શ્રાવકો આત્મજ્ઞાની સાધુ પુરુષોની સંભાળ લે છે. સાધુ પુરુષો આત્માની સ્વસ્થતાને સાથી ઘર્મની રક્ષા કરે છે. “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ર૧ાા
સાધુ સાથે આત્મહિત, ચંદનતરુ સમ માન,
સમીપ-વાસીને વાસથી કરતા આપ સમાન. ૨૨ અર્થ - આત્મજ્ઞાની સાધુપુરુષો આત્મહિતને સાધે છે, તેમને ચંદનના વૃક્ષ સમાન જાણો. જે પુરુષો તે સાધુ મહાત્માઓનો સંગ કરે તેને પણ સદાચારથી સુવાસિત કરીને પોતા સમાન બનાવે છે.
ઋષભદેવ ભગવાનને તેમના અઠ્ઠાણું પુત્રો ભરત મહારાજાની શિકાયત કરવા ગયા હતા. તેમને પણ ઉપદેશ આપી પોતા સમાન બનાવી દીધા.