________________
(૩૭) દેશ ઘર્મ વિષે વિચાર
૪૩૫
શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે ગયા તો તેમને હે ગૌતમ! તને આત્મા વિષેની શંકા છે. એમ અંતરની વાત જણાવી, ઉપદેશ આપી મોક્ષમાર્ગે ચઢાવી દીઘા. 1રરા
ગૃહ-જંજાળી જીવની ઘર્મ-ક્રિયા ગજ-સ્નાન,
પ્રવૃત્તિ અતિ પાપની સંત-કૃપા સુખ-સ્થાન. ૨૩ અર્થ :- હવે ગૃહસ્થની ઘર્મક્રિયા વિષે જણાવે છે :
ગૃહ જંજાલમાં વસનારા જીવની ઘર્મક્રિયા ગજ-સ્નાન જેવી છે. જેમ હાથી સ્નાન કરીને પાછી ધૂળ નાખે. તેમ ગૃહસ્થની પાપની પ્રવૃત્તિ વિશેષ છે અને ઘર્મક્રિયાનો અવસર અલ્પ માત્ર મળે છે.
છતાં ત્યાં પણ સંતપુરુષોની કૃપા થયે આત્મજાગૃતિનો ઉપાય મળી જાય તો તે ગૃહસ્થ અવસ્થા પણ સુખપૂર્વક નિર્ગમન કરે છે.
જેમ ભગવાન મહાવીરના ઉપદેશથી કે કૃપાથી ગૃહસ્થ હોવા છતાં આનંદ શ્રાવક કે કામદેવ શ્રાવક કે પુણિયા શ્રાવકની દશા વૃદ્ધિ પામી તેમ આપણે પણ પરમકૃપાળુદેવ, ૫.પૂ.પ્રભુશ્રીજી તથા પ.પૂ.બ્રહ્મચારીજીની કૃપાથી આત્મસુખ મેળવવાનું સ્થાન પામ્યા તથા આરાઘનાનો ક્રમ પણ પામ્યા; એ સંતપુરુષોની કૃપાનું જ ફળ છે. ૨૩ાા.
કુટુંબ કાજળ-કોટડી, ક્યાંય જરી અડી જાય,
ડાઘ પડે તે ભૂંસતાં, કાળે કાળું થાય. ૨૪ અર્થ :- કુટુંબરૂપી કાજળની કોટડી છે. તેમાં જરીક વાસ કરે તો પણ કાળો ડાઘ લાગે. તે ડાઘને ભૂંસતા કષાયરૂપી કાળાશથી આત્માની કાળાશ વધે છે, પણ સ્વચ્છતા થતી નથી.
કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે.” (વ.પૃ.૨૧૦) ૨૪.
ગણ સેવા પુરુષની સાબુ, બોઘ જળ જાણ;
સદાચાર પથ્થર ઉપર, આત્મા વસ્ત્ર વખાણ. ૨૫ અર્થ :- સપુરુષની સેવાને સાબુ સમાન જાણ, તથા તેમના વૈરાગ્યમય બોઘને જળ સમાન જાણીને સદાચારરૂપી પત્થર ઉપર આત્મારૂપી વસ્ત્રને ધોઈ અનાદિનો વિષયાદિક કર્મમેલ હવે દૂર કરો. રપા
જેમ નોળિયો, સાપની સાથે લડવા જાય,
સર્પમુખમાં વિષ પણ નકુલ નહીં ગભરાય. ૨૬ અર્થ - જેમ નોળિયો સાપની સાથે લડવા જાય ત્યારે સાપના મુખમાં વિષ હોવા છતાં પણ નકુલ એટલે નોળિયો પોતાના દરમાં નોરવેલ નામની જડીબુટ્ટી હોવાથી ગભરાતો નથી. પારકા
સર્પ ડરે, નાસે વળી કરડે જોઈ લાગ,
નકુલ દોડી જડીબુંટી સુંઘી પકડે નાગ. ૨૭ અર્થ :- સાપ નોળિયાને જોઈ ડરે છે, નાસે છે, તથા લાગ જોઈને વળી નોળિયાને કરડે પણ છે.