________________
૪૫ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
દીઠો નથી ય સન્માર્ગ, તેને જો દેખતો મળે,
સુણી, શ્રદ્ધા કરી, ચાલે, તેની દુર્ગમતા ટળે. ૧૫ અર્થ :- જેણે આત્મપ્રાપ્તિનો સન્માર્ગ દીઠો નથી, તેને જો માર્ગના જાણકાર એવા પુરુષની પ્રાપ્તિ થઈ જાય અને તેની વાત સાંભળીને શ્રદ્ધા રાખી, તે પ્રમાણે ચાલવા લાગે તો મોક્ષમાર્ગની બધી મુશ્કેલીઓ તેની દૂર થઈ જાય. ૧પો.
તેમ જ તે મહાત્માનાં વચનામૃતથી થશે
પુનર્જન્મ-પ્રતીતિ, તો અનાદિ અંઘતા જશે. ૧૬ અર્થ :- તેમજ જ્ઞાનીપુરુષના વચનામતથી જેને પુનર્જન્મની પ્રતીતિ થઈ જશે કે મારો આત્મા જે પહેલા હતો તે જ આ છે અને ભવિષ્યમાં પણ તે જ રહેશે; તો પણ તેનું અનાદિકાળનું અજ્ઞાનરૂપી અંઘપણું નાશ પામશે. ||૧૬ના
કહે કોઈઃ “હતો પૂર્વે, તો તેને યાદ તો નથી;
હતો એવું ય ના જાણે, મનાયે કેવી રીતથી?” ૧૭ અર્થ - કોઈ એમ કહે કે તું પૂર્વભવમાં હતો, તો તેની મને યાદી કેમ નથી? પૂર્વે હું હતો એવું ય જો હું ના જાણું તો પુનર્જન્મની વાત મારાથી કેવી રીતે મનાય? II૧૭ના
કહે જ્ઞાની “હતો ગર્ભે, જન્મ્યો તે કેવી રીતથી,
બાળક્રીડા વિના-વાચા કરી તેની સ્મૃતિ થતી?” ૧૮ હવે જ્ઞાની પુરુષો ઉપરની વાતનો ખુલાસો કરે છે :
અર્થ :- તું આ ભવમાં જ ગર્ભમાં હતો, પછી કેવી રીતે જભ્યો તેમજ વાચા વગર તેં અનેક બાળક્રીડાઓ કરી તેની તને સ્મૃતિ આવે છે? I૧૮.
કોઈને અલ્પ છે યાદ, કોઈને જરીયે નથી,
તેમ પૂર્વ ભવો યાદ રહે કે વિસ્મૃતિ થતી. ૧૯ અર્થ – કોઈકને તે અલ્પ માત્ર યાદ આવે છે અને વળી કોઈને તો જરીક પણ યાદ આવતું નથી. તેમ પૂર્વભવો પણ કોઈકને યાદ રહે છે, અને મોટે ભાગે તો તેની વિસ્મૃતિ થઈ જાય છે. ૧૯
છોડતાં પૂર્વનો દેહ આસક્તિ બાહ્ય વાતમાં,
અંત સુધી રહે જેને વળી નૂતન ગાત્રમાં- ૨૦ પૂર્વભવનું યાદ કેમ રહેતું નથી, તેના મુખ્ય શું શું કારણો છે તે હવે જણાવે છે :
અર્થ - પૂર્વભવમાં દેહ છોડતાં બાહ્ય પદાર્થમાં જીવને અંત સુધી આસક્તિ રહે છે. તથા વળી નૂતન ગાત્ર એટલે નવું શરીર ઘારણ કરે તેમાં પણ જીવને ઘણો મોહ રહે છે. ૨૦ા
આસક્તિ ગાઢ છે તેથી વિસ્મૃતિ પણ તેવ છે;
મૃત્યુની વેદના ભારે, સૌને ભાન ભુલાવી દે. ૨૧ અર્થ :- નવીન શરીર ઘારણ કરીને તેના પર ગાઢ આસક્તિના કારણે તેને પૂર્વભવની વિસ્મૃતિ પણ ગાઢ છે. તેમજ સૌને ભાન ભુલાવી દે તેવી પૂર્વે મૃત્યુની વેદના ભોગવીને આ ભવમાં આવ્યો છે, તેથી પણ પૂર્વભવની સ્મૃતિ રહેતી નથી.