________________
૪૬૪
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
પ્રાપ્ત છે. જે થમરૂપે પાંચ મહાવ્રતોના આચારરૂપ સમ્યચારિત્રના ધારક છે. જીવન પર્યંત લેવામાં આવતી પ્રતિજ્ઞાને યમ કહેવાય છે. આ બધા વ્યવહાર રત્નત્રયના ભેદ જાણો, જે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ માટે ઉપચારરૂપ અર્થાત્ ઉપાયરૂપ સાધન છે. ।।૩।।
સ્વસ્વરૂપ-શ્રદ્ધા-જ્ઞાન-ચરણે ભાવના શુભકારિણી, નિરુચારે રમણતા નિજ ભાવમાં હિતકારિણી; કારણ વડે જ્યાં કાર્ય સાધ્યું સ્વ-સ્વરૂપનું સહજ જ્યાં, ચારિત્ર ઉત્તમ, આત્મરૂપની એકતા ને સમજ ત્યાં, ૪
હવે નિશ્ચય રત્નત્રય વિષે જણાવે છે :–
અર્થ :— પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની શ્રદ્ધા, તેનું જ જ્ઞાન, તેમાં જ ૨મણતા ક૨વાની ભાવના કરવી તે આત્માનું શુભ કરનારી અર્થાત્ ભલું કરનારી ભાવના છે. તથા ઉપચાર રહિતપણે અર્થાત્ ખરેખર પોતાના આત્મામાં રમણતા કરવી તે જ આત્માને પરમ કલ્યાણકારી છે.
વ્યવહારભેદ રત્નત્રયના કારણવડે જ્યાં નિશ્ચય રત્નત્રયરૂપ પોતાના સહજાત્મસ્વરૂપનું કાર્ય સાધ્યું અર્થાત્ સહજાત્મસ્વરૂપમાં રમણતા કરી તે જ ઉત્તમ ચારિત્ર છે, તે જ આત્મસ્વરૂપની અભેદતા છે; અને ખરી સમજ પણ તેને જ ગણવામાં આવી છે. ।।૪।
વ્યવહારથી પાંચે. મહાવ્રત આત્મ-ઉપકારી કહ્યાં, સમકિત સહ આાથતાં શિવ-સૌખ્ય-હેતું તે લહ્યાં; કુલ, યોનિ, જીવ-સમાસ આદિ સ્થાન જાણી તાવ લે, આદિ-મહાવ્રત આઠરે, આરંભ ત્યાગી સર્વ તે. ૫
અર્થ :- જ્ઞાનીપુરુષના આશ્રયમાં ભગવાને જેમ કહ્યું તેમ પંચ મહાવ્રતરૂપ બાહ્ય ચારિત્ર નિશ્ચય ચારિત્રના લક્ષપૂર્વક પાળવામાં આવે તો તેને પણ આત્મહિતકારી કહ્યું છે. તથા આત્મજ્ઞાન સાથે તે પંચ મહાવ્રતને આરાઘતા તો તે સાક્ષાત્ મોક્ષસુખના કારણ ગણવામાં આવ્યા છે.
“બુદ્ધિ ક્રિયા ભવલ દિયેજી, શાનક્રિયા શિવઅંગ;
અસંમોહ કિરિયા દિયેજી, શીઘ્ર મુક્લિક્ષ ચેંગ. મનમોહન જિનજી'
આપણો આત્મા, કુલ, યોનિ, જીવ-સમાસ આદિ સ્થાનોમાં ક્યાં ક્યાં કેવી રીતે ભટક્યો છે તે જાણવાથી-તેથી ત્રાસ પામી, સર્વ પ્રકારનાં આરંભને ત્યાગી અહિંસા આદિ પંચ મહાવ્રતને આઠરી જીવ પોતાનું કલ્યાણ સાથે છે, તે કુલ, યોનિ વગેરે કેવા પ્રકારે છે તે નીચે જણાવે છે –
કુલ :- શરીરના ભેદોના કારણરૂપ નોકર્મ વણાઓના ભેદને કુલ કહે છે,
યોનિ ઃ• યોનિ એટલે જન્મવાનું સ્થાન. કંદમૂળ, ઠંડા, ગર્ભ, રસ, સ્વેદ એટલે પરસેવો આદિ ઉત્પત્તિના આધારને યોનિ કહે છે. તે જીવયોનિ ચોરાશી લાખ પ્રકારની છે.
જીવ-સમાસ :- ચૌદ જીવ-સમાસ છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, દ્વિ ઇન્દ્રિય, ત્રિ ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંન્ની અને સંન્ની પંચેન્દ્રિય, એ સાત સમૂહ કે સમાસના પર્યાસ અને અપર્યાપ્ત મળીને કુલ ચૌદ ભેદ થાય છે.