________________
(૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર
૪૬૭
અર્થ - પરમાર્થ સમ્યદર્શન એટલે નિશ્ચય આત્મઅનુભવાત્મક સમકિત પ્રાપ્ત થયે પરમાર્થ સત્ય ભાષા બોલાય છે. ત્યારે આત્માથી સર્વ અન્ય પદાર્થ સંબંઘી બોલતાં તે બઘા પદાર્થો મારા આત્મસ્વરૂપથી સાવ ભિન્ન છે એમ ભિન્નભાવ જાગૃત રાખી શકાય છે. આત્માનો ઉપયોગ પરમાર્થ સત્ય ઉપર રાખીને સાચા આત્મજ્ઞાની મુનિઓ વચન બોલે છે. તે વચન પણ પ્રિય લાગે તેવું તથા આત્માને હિતકારી હોય તે જ બોલે છે. તે પણ પોતાની દયાની વૃત્તિ ઊઠવાથી, તેના શમન પૂરતું બીજાને સૂચન માત્ર કરે છે. અથવા કોઈ આત્માર્થે પ્રશ્ન પૂછે તો તેનું સમાધાન કરે છે. બાકી તો મુનિઓ મૌન રહે છે. I/૧૧
બોલે પ્રયોજન વગર ના તે મૌન અથવા મુનિપણું, વસ્તુસ્વરૂપ વદે મુનિ, તર્જી રાગ-રોષાદિ ઘણુંતો યે ગણો તે મૌન; તીર્થકર સમાએ આદર્યું,
જો વર્ષ સાડા બાર સુધી વીરનાથે પણ થયું. ૧૨ અર્થ - જેને સાચું મુનિપણું છે તે પ્રયોજન વગર એક અક્ષર પણ બોલતા નથી. તે જ ખરું મૌન છે. રાગદ્વેષ રહિતપણે મુનિઓ વસ્તુના સ્વરૂપનું ઘણું વર્ણન કરે છતાં તેને મૌન જાણો. તીર્થકર જેવાએ પણ એવું મૌનપણું આદર્યું છે. સાડા બાર વર્ષ સુધી વીરનાથ એટલે ભગવાન મહાવીરે પણ આવું મૌનવ્રત ઘારણ કરેલ હતું. ૧૨ાા.
તૃણ, માટ સરખી કોઈ ચીજ આપ્યા વિના લેવી નહીં, ના લેવરાવર્તી અન્ય પાસે, લીથી ઠીંક ગણવી નહીં; જીંવતા લગી ત્રણ લોકમાં, ઉપયોગથી ત્રિયોગથી,
ત્રીજું મહાવ્રત આ અદત્તાદાન કેરા ત્યાગથી. ૧૩ હવે ત્રીજા અચૌર્ય મહાવ્રત વિષે જણાવે છે :
અર્થ - જેમાં તૃણ કે માટી સરખી પણ કોઈ ચીજ જે આપ્યા વિના લેવી નહીં, બીજા પાસે લેવરાવવી નહીં કે કોઈ આપ્યા વિના મુનિ લે તો તેને પણ મનથી ઠીક ગણવી નહીં; એમ જીવતા સુધી ત્રણે લોકમાં રહેલ સર્વ પદાર્થોને મન, વચન, કાયાના ઉપયોગપૂર્વક લેવા નહીં તે ત્રીજાં અદત્તાદાન. જે આપેલ નથી એવા પદાર્થોનો ત્યાગ કરવો, તે અચૌર્ય નામનું ત્રીજો મહાવ્રત કહેવાય છે. ૧૩ના
કલ્પ ન સ્થાન અદત્ત તેથી શૂન્ય ઘર શોથી રહે, ૨ઉજ્જડ જગા કે તૃણ પણ આપ્યા વિનાનું ના ગ્રહે; યાચેલ ઘરમાં અન્ય મુનિને આવતાં ના રોકવો,
કે કાઢી મુકે કોઈ તો માલિકીભાવ ન રાખવો. ૧૪ અર્થ - હવે અચૌર્ય મહાવ્રતને સહાયકારી એવી પાંચ ભાવનાઓ જણાવે છે :
(૧) મુનિને અદત્ત એટલે નહીં આપેલ સ્થાન રહેવા માટે કહ્યું નહીં, તેથી શૂન્ય ઘર કે એકાન્ત જગ્યા શોથી પૂછીને તેમાં રહે. (૨) ઉજ્જડ જગ્યા હોય તો પણ અથવા તૃણ પણ આપ્યા વિના મુનિ ગ્રહણ કરે નહીં. પુણિયો શ્રાવક હતો છતાં તેની ઘર્મપત્નીએ બાજાના ઘરમાંથી દેવતા લાવતા પૂછ્યા વગર છાણનો ભૂકો નાખી દીધો તેથી સામાયિકમાં સ્થિરતા આવી નહીં. માટે મુનિને તો પૂછ્યા વગર કંઈ પણ