________________
(૪૨) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૧
૪૭૧
સાચવે છે. શારીરિક પ્રતિકૂળ ઉપસર્ગ કે સ્ત્રી આદિના અનુકૂળ પરિષહમાં પણ તેઓ ઘીરજને ઘરી રાખે છે. પ.પૂ.પ્રભુશ્રીજીને સાદડીમાં આહારપાણી માટે ત્રણ દિવસ સુધી પ્રતિકૂળ ઉપસર્ગ આવ્યો, પણ કાયર થયા નહીં; ઘીરજને આવા પ્રસંગે તેઓશ્રીએ ઘારણ કરી રાખી હતી. સારા
ના ભવ્ય ભવ-ભીરુ પરિગ્રહ-વ્યંતરીને પોષશે, સદ્ગર-બોઘ-સુમંત્રયોગે વાસના વિનાશશે; જે અચલ નિરુપમ મુક્તિ-સુખમાં લક્ષ સાચો જોડશે,
ભવચક્રના આંટા અનાદિ સહજમાં તે તોડશે. ૨૩ અર્થ :- જે સંસારથી ભય પામેલ છે એવો ભવ-ભીરુ ભવ્ય જીવ પરિગ્રહરૂપી વ્યંતરી એટલે ડાકણને પોષણ આપશે નહીં, પણ સદ્ગુરુના બોઘવડે કે સુમંત્રના બળથી પાંચ ઇન્દ્રિયોની વાસનાનો કે તેને લઈને થતી પરિગ્રહની કામનાનો જ વિનાશ કરશે.
જે સ્થિર, શાશ્વત તથા જેને ઉપમા ન આપી શકાય એવા મોક્ષ સુખની પ્રાપ્તિમાં પોતાનો સાચો લક્ષ જોડશે, તે ભવ્યાત્મા અનાદિ સંસાર ચક્રના આંટાને સહજમાં તોડી નાખશે. ll૧૩.
તે ગાત્ર-માત્ર-પરિગ્રહી કર્દી રાત્રિ-ભુક્તિ ન પોષશે, પ્રારબ્ધ-આર્થીન શુદ્ધ ભોજન નીરસ લઈ તન શોષશે; તનયંત્રને ઊંજણ સમો આહાર એક જ વાર લે,
એવા નીરાગી જૈન યોગીઓ મહાવ્રત-ભાર લે. ૨૪ અર્થ - જેને ગાત્ર એટલે શરીર માત્ર જ પરિગ્રહ છે એવા મુનિઓ કદી પણ રાત્રિભોજનને પોષણ આપશે નહીં. તથા પ્રારબ્ધને આધીન શુદ્ધ ભોજન તે પણ નીરસ લઈને શરીરનું શોષણ કરશે. જેમ યંત્રને ઊંજણ એટલે તેલ અથવા ગ્રીજ આપવાથી તે યંત્ર સારી રીતે ચાલી શકે તેમ આ શરીરરૂપી યંત્ર સારી રીતે આરાઘનામાં કામ આપી શકે તે માટે ઊંજણ સમાન માત્ર એક જ વાર આહાર લેશે; એવા વીતરાગી જૈન યોગી પુરુષો જ આ મહાવ્રતના ભારને સારી રીતે અંગીકાર કરવા સમર્થ છે. મારા
પંચ મહાવ્રતના પાઠ પછી નિર્દોષ નર શ્રી રામના પાઠો મૂકી આપણને જાણે બોધ આપી જ્ઞાની પુરુષો જણાવે છે કે સર્વસંગપરિત્યાગ કરવાની તમારી યોગ્યતા ન હોય અને પ્રારબ્ધોદયે તમારે સંસારમાં રહેવું પડે તો શ્રી રામની જેમ ઉદાસીનપણે વૈરાગ્યભાવ સંયુક્ત નિર્લેપપણે રહેવું કે જેથી પ્રારબ્ધકર્મ પૂરું થયે પંચ મહાવ્રત ઘારણ કરીને શાશ્વત સુખરૂપ મુક્તિ મેળવી શકાય.
(૪૨) નિર્દોષ નર - શ્રી રામા
ભાગ-૧ (રાગ–સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ-પદ-સેવાથી શુદ્ધ જ્ઞાન થશે.)