________________
(૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર
૪૬૩
(૪૧)
પંચ મહાવત વિષે વિચાર
(હરિગીત)
વિનય સહિત મુજ શીર્ષ શ્રી ગુરુ રાજના ચરણે નમે, સૌ કર્મ કાપે જે મહાવ્રત ત્યાં સદા વૃત્તિ રમે;
એ સફળ દિનને દેખવા પરમેષ્ઠીપદને સ્પર્શવા,
| સદગુરુ-ચરણ ઉપાસવા ભાવો ઊંડે ઉર અવનવા. ૧ અર્થ - પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે કે વિનયપૂર્વક મારું મસ્તક શ્રી ગુરુરાજના ચરણકમળમાં નમસ્કાર કરે છે. તથા સર્વ કર્મને કાપવામાં સમર્થ એવા જે પંચ મહાવ્રત છે ત્યાં મારી વૃત્તિ સદા રમ્યા કરે છે. એ પંચ મહાવ્રતને ઘારણ કરી જીવન સફળ થયેલ એવા દિવસોને જોવા તથા પરમેષ્ઠીપદ અર્થાત શુદ્ધ આત્મપદને સ્પર્શવા માટે સદગુરુ ભગવંતની આજ્ઞા ઉપાસવા મારા હૃદયમાં સદા નવા નવા ભાવોની ઉર્મિઓ ઊડ્યા કરે છે. કેમકે ગુરુથી જ્ઞાન થાય અને જ્ઞાનથી જ જિનદશાની પ્રાપ્તિ થાય છે માટે.
“સદગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.” -શ્રીમદ્ રાજચંદ્ર //
નિશદિન સહજાન્મસ્વરૂ૫-વિચારના વ્યાપારમાં; સુજ્ઞાન-સુધ્યાને રમે મુનિવર પરમ આચારમાં; જે દેહદૃષ્ટિ દૂર કરીને પરમ તત્ત્વ લીન છે,
વળી શુદ્ધ ભાવે સિદ્ધ સમ ગણી સર્વને, રહે દીન તે. ૨ હવે આ પાંચ મહાવ્રતને ઘારણ કરનાર મુનિવર કેવા વિચારમાં રહે છે, તે જણાવે છે :
અર્થ - જે નિશદિન સહજાત્મસ્વરૂપના વિચાર કરવાના વ્યાપારમાં જોડાયેલા છે. જે સમ્યક જ્ઞાનરૂપ સ્વાધ્યાયમાં કે ઉપદેશ આપવામાં કે શાસ્ત્ર લખવામાં પ્રવર્તે છે અથવા સમ્યક આત્મધ્યાનમાં જે રમે છે અથવા મુનિવરોના પરમ પ્રસિદ્ધ પંચ આચાર જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર છે તેમાં પ્રવર્તે છે. જે સદા દેહદ્રષ્ટિ દૂર કરીને પરમ આત્મતત્ત્વમાં લયલીન છે. વળી નિશ્ચયનયથી સર્વ જીવોને સિદ્ધ સમાન ગણી પોતે લઘુતા ઘારણ કરીને રહે છે કે સર્વ જીવો મારા જેવા જ છે; મારામાં તેમનાથી કંઈ વિશેષતા નથી. એવા પ.પૂ.પ્રભુશ્રીજી હતા કે જે સર્વમાં પ્રભુ જોતા હતા. તેવા સર્વ મહાત્માઓને હું ભાવપૂર્વક વિનયસહિત પ્રણામ કરું છું. પુરા
શ્રદ્ધા છ પદ, નવ તત્ત્વની વા સર્વ દ્રવ્ય સ્વભાવની, ને જ્ઞાન નિજ-પર-રૂપનું સત્કૃત-પ્રાપ્તિ પાવની; યમરૂપ પાંચ મહાવ્રતો, આચારàપ ચારિત્ર જ્યાં,
વ્યવહાર-રત્નત્રય ગણો ભેદોપચારે વાત ત્યાં. ૩ હવે પંચ મહાવ્રતધારી મુનિવરોમાં શું શું વિશેષતાઓ છે તે જણાવે છે :
અર્થ : જેને છ પદની કે જીવાદિ નવ તત્ત્વની અથવા છએ દ્રવ્યના સર્વ ગુણધર્મની શ્રદ્ધા છે. તથા જેને નિજ શું અને પર શું? તેના સ્વરૂપની સમજ છે. તેમજ પવિત્ર એવા સન્શાસ્ત્રો સબંઘીનું જેને જ્ઞાન