________________
(૩૭) દેશ ઘર્મ વિષે વિચાર
૪૩૩
સંકલ્પ કરીને કોઈને મારે નહીં. કારણ શ્રાવક ઘર્મ અંગીકાર કરનારને સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે, વિરોધી હિંસાનો નહીં. કોઈ તેને મારવા આવે તો સામનો કરે; તે વખતે તે મરી જાય તો શ્રાવકવ્રતનો ભંગ થતો નથી. કેમકે તેણે દેશે અર્થાત્ અંશે સંયમ એટલે ત્યાગને અંગીકાર કર્યો છે, સર્વથા નહીં. ૧૩ના
શોભારૃપ સંસારમાં વર્તન શુંભ સદાય;
મુનિ બનવાના ભાવને ભૂલે નહીં જરાય. ૧૪ અર્થ :- દેશ સંયમી શ્રાવકનું વર્તન સંસારમાં સદા શુભ છે, તેથી શોભારૂપ છે. તે મુનિ બનવાના ભાવને કદી ભૂલતા નથી. “જેણે પોતાનાં ઉપજીવિકા જેટલાં સાઘનમાત્ર અભ્યારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે પુરુષોને સેવે છે, જેણે નિગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે.” (વ.પૃ.૧૦૬) ૧૪.
વીર્ય પ્રગટ તેવું નથી, તેથી રહે ઘરમાંય,
ઉપાસના મુનિ તણ કરે દેવ-ભક્તિ સહ ત્યાંય. ૧૫ અર્થ:- મુનિપણું અંગીકાર કરવાનું વીર્ય હજુ પ્રગટ થયું નથી તેથી તે હજા ઘરમાં રહે છે. ત્યાં ઘરમાં રહ્યા છતાં પણ દેવ-ગુરુની ભક્તિ કરતા સાથે મુનિ બનવા માટેની યોગ્યતા મેળવવાની ઉપાસના સદા કરતો રહે છે. ૧પ.
ઘાર્મિક બંધુ પ્રતિ પ્રીતિ, પાત્રે દેતા દાન,
દયા લાવી દીન દુઃખીને મદદ કરે, તર્જી માન. ૧૬ અર્થ - સાઘર્મિક ભાઈઓ પ્રત્યે વાત્સલ્યભાવના રાખે છે. પાત્ર જીવોને આહારદાન, ઔષઘદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે આપે છે. તથા દયા લાવીને દીન દુઃખી જીવો ઉપર પણ અનુકંપાદાનવડે પોતાનું માન મૂકીને મદદ કરે છે. “આ જીવ કોને ભજે છે? એ જોવું. કૃપાળુદેવને ભજે છે, તો એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. વાત્સલ્યભાવ રાખે તોય તીર્થકર ગોત્ર બાંધે.”-બો. ભા.-૧ (પૃ.૩૩૧) શ્રી સંભવનાથ ભગવાને વાત્સલ્યભાવથી તીર્થંકરનામ કર્મ બાંધ્યું હતું. ૧૬ાા
તત્ત્વ-વિચાર સદા કરે, દેશવ્રતે ઉલ્લાસ;
પ્રસિદ્ધ નીતિમાર્ગ સહ સમ્યગ્દર્શન-વાસ. ૧૭ અર્થ :- જે હમેશાં છ દ્રવ્ય, છ પદ કે સાત તત્ત્વનો વિચાર કરે છે. જેને દેશવ્રત એટલે શ્રાવકના વ્રત પાળવામાં ઉલ્લાસ વર્તે છે. જગત પ્રસિદ્ધ નીતિમાર્ગમાં જે પ્રયાણ કરે છે તથા જેનો સમ્યગ્દર્શનમાં વાસ છે, અર્થાતુ જેને વ્યવહાર કે નિશ્ચય સમકિત પ્રાપ્ત છે. તે જ ખરા શ્રાવક ગણવા યોગ્ય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે.”
(વ.પૃ.૩૯૮) ||૧ણા પૂજ્ય ગૃહસ્થપણું ગયું, આવું ભક્તિ-ઘામ, સગુણ-ગણ વિના નહીં શોભે શ્રાવક નામ. ૧૮