________________
૪૩૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ત્યારે નોળિયો તરત દોડીને પોતાના દરમાં રહેલ જડીબુટ્ટીને સૂંઘી ઝેરને ઉતારી ફરી પાછો નાગને પકડે છે. રા .
એમ અનેક પ્રસંગમાં ચૂકે નહીં ઉપાય,
અંતે જીતે નોળિયો, મરણ સાપનું થાય. ૨૮ અર્થ :- એમ અનેકવાર કરડવાના પ્રસંગ થતાં જડીબુટ્ટી સુંઘવાના ઉપાયને તે ચૂકતો નથી. તેથી જેના અંગમાં ઝેર નથી છતાં પણ તે નોળિયો લડાઈમાં અંતે જીતી જાય છે અને ઝેરવાળા સાપને મારી નાખે છે. ૨૮.
તેમ મુમુક્ષુ પણ ગણે વિષમય આ સંસાર,
સદ્ગુરુ આજ્ઞા જડીબુટી ગણે પરમ આઘાર. ૨૯ અર્થ - તેમ મુમુક્ષુ પણ આ સંસારને ઝેરમય જાણી ગુરુ આજ્ઞારૂપી જડીબુટ્ટીને પરમ આધાર ગણી વારંવાર સુંધ્યા કરે છે. વારંવાર સંસારનું ઝેર ચઢે કે સત્સંગની ઉપાસના કરી કે “સહજાત્મસ્વરૂપ”નું ધ્યાન ઘરી સંસારના ઝેરને વમી નાખે છે. રા.
નિર્વિષ રહીં ગભરાય નહિ, વિકટ કરે પુરુષાર્થ,
વિષમ ઉદયમાં ચેતતો રહીં સાથે આત્માર્થ. ૩૦ અર્થ :- એમ સંસારમાં રહેવા છતાં સત્સંગ ભક્તિ સ્વાધ્યાયના બળે કરી વિષયકષાયભાવોના ઝેરથી રહિત રહીને તે મુમુક્ષુ ગભરાતો નથી; પણ સપુરુષની આજ્ઞા આરાઘવાનો વિકટ પુરુષાર્થ કર્યા કરે છે. વિષમ એવા કર્મના ઉદયમાં પણ તે ચેતતો રહે છે અને આત્માર્થને સાથે છે. II૩૦
સદગુરુ-આજ્ઞા, જિનદશા” ભૂલે નહીં લગાર,
તો અંતે તે તરી જશે વિષમય આ સંસાર. ૩૧ અર્થ :- એમ જે મુમુક્ષ, સદગુરુની આજ્ઞા ઉઠાવવાનો કે જિનદશા પ્રાપ્ત કરવાનો લક્ષ લગાર માત્ર પણ ભુલતો નથી તે અંતે ભયંકર એવા વિષમય સંસારને જરૂર તરી જશે, એમાં શંકાને સ્થાન નથી. ૩૧
સાંસારિક સુખ વિષ સમ, સમજે વિચારવાન;
સત્સંગે સુવિચારણા પોષ્ય આતમજ્ઞાન. ૩૨ અર્થ :- સંસારનું સુખ ઝેર સમાન છે. એમ જે વિચારવાની જાણે છે તે તો સત્સંગમાં આત્મા સંબંઘીની સુવિચારણાને પોષણ આપી આત્મજ્ઞાનને પામે છે. આત્મજ્ઞાનને પામી ક્રમે કરી તે ભવ્યાત્મા સર્વદુઃખથી મુક્ત થાય છે.
“સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” (વ.પૃ.૪૫૧) ૩રા
જે દેશઘર્મ એટલે શ્રાવકઘર્મ આરાઘતાં, મુનિપણાની ભાવના ભાવતા હતા, તે હવે મૌનપણું આરાઘે છે. કેમકે મૌનપણું એ જ મુનિપણું છે. મુનિઓ પ્રયોજન વિના બોલે નહીં. એ મૌનપણાની મહાનતાને સમજાવવા નીચેના પાઠમાં તેનો વિસ્તાર કરવામાં આવે છે :