________________
(૩૬) સદ્ગુણ
કર્મરૂપી કલંક દૂર કરવામાં આવે તો સર્વ સદ્ગુણો આપોઆપ પ્રકાશ પામે તેમ છે. ।।૨।। પૌષ્ટિક દૂઘ પણ પ્રાણ તજાવે કડવી તુંબડી સંગેજી,
તેમ શમાદિક ગુણ રઝળાવે મિથ્યાત્વ-વિષ જો અંગેજી. વિનય૦
અર્થ = - પૌષ્ટિક દૂધ પણ કડવી તુંબડીના સંગથી ઝેરમય બની જાય છે. તેને જે પીએ તે મરી જાય છે. તેમ શમદમાદિ ગુણ હોવા છતાં પણ મિથ્યાત્વરૂપી વિષ જો આત્મામાં છે, તો તે જીવને ચારગતિમાં જ રઝળાવે છે, અર્થાત્ કષાયોનું શમન અને ઇન્દ્રિયોનું દમન કરવા છતાં પણ જો આત્માર્થનો લક્ષ નથી અને દેવલોકાદિ સુખની જ કામના અંત૨માં છે તો તે મિથ્યા માન્યતારૂપ ઝેર તેને સંસારમાં જ રઝળાવશે પણ જન્મ મરણથી મુક્ત થવા દેશે નહીં. ।।૩।।
દાન, શીલ, તપ સુંદર ગુણ પણ પથ્થરતુલ્ય પ્રમાણોજી,
જો મિથ્યાત્વ વસે ઉરમાં તો, કહે જિનવર, જન જાણોજી. વિનય૦
૪૧૯
અર્થ :— દાન, શીલ અને તપ એ સુંદર ગુણો હોવા છતાં, હૃદયમાં જો મિથ્યાત્વનો જ વાસ છે તો તે ગુણોને પણ પત્થર સમાન જાણો એમ જિનવર કહે છે. કેમકે દાન, શીલ અને તપની આરાઘના કરીને પણ જો આલોક કે પરલોકમાં દેવાદિકના ઇન્દ્રિય સુખ મેળવવાની જ ઇચ્છા છે તો તે ગુણો તેને દેવલોકમાં લઈ જઈ મોહમાં ફસાવી ફરી હલકી ગતિમાં લઈ જનાર હોવાથી તે મિથ્યાત્વ સહિત ગુણોને પણ પત્થર સમાન ભવસાગરમાં ડૂબાડનાર જ માનવા યોગ્ય છે. ।।૪।
સમ્યક્દર્શન સાથે તે ગુણ રત્નતુલ્ય અમૂલ્યજી,
અવગુણ પણ સઘળા સવળા ત્યાં મહિમા કોઈ અતુલ્યજી, વિનય॰
અર્થ :— દાન, શીલ, તપાદિ ગુણો જો સમ્યક્દર્શન સાથે હોય તો તે રત્નતુલ્ય અમૂલ્ય ગણવા યોગ્ય છે. સમ્યક્દર્શનની હાજરીમાં તો અવગુણો પણ સઘળા સવળા થઈ જાય છે. એવો સમ્યક્દર્શનનો અતુલ્ય મહિમા છે. તેનું કારણ એ છે કે સમ્યદૃષ્ટિ જીવને સંસારમાં ઉદયાથીન કાર્ય કરતા છતાં પણ હૃદયમાં કર્તાભાવ હોતો નથી. તે બાહ્યથી કર્તા દેખાય છે પણ અંતરથી માત્ર સાક્ષીરૂપે રહે છે. તેથી જ્ઞાનીપુરુષો ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી; એવો સમ્યક્દર્શનનો મહિમા અપરંપાર છે. ।૫।।
અલંકાર લોઢાના સર્વે લોહરૂપ મન આણોજી,
સુવર્ણના સૌ આભૂષણ પણ સોનારૂપ પ્રમાણોજી,- વિનય
અર્થ :— લોઢાના બનેલા સર્વ આભૂષણો લોઢારૂપ હોય છે. તેમ મિથ્યાત્વસહિતની બધી ક્રિયા મિથ્યાત્વીની લોઢાના આભૂષણરૂપ માનવા યોગ્ય છે. તથા સોનાના બનેલા આભૂષણો સોનારૂપ હોય છે. તેમ સમ્યક્દ્રુષ્ટિની સર્વ ક્રિયા મિથ્યાત્વથી રહિત હોવાથી સોનારૂપ છે. આ વાતને પ્રમાણભૂત માનવી એ જ હિતકર છે. ।।૬।
તેમ ક્રિયા જ્ઞાનીની સર્વે જ્ઞાનગુણ ઝળકાવેજી,
અજ્ઞાનીની શુભ ક્રિયા પણ વિપરીત સ્વાદ ચખાવેજી. વિનય
અર્થ :— તેમ જ્ઞાનીપુરુષોની શુભ કે અશુભ સર્વ ક્રિયાઓ માત્ર ઉદયાઘીન હોવાથી જ્ઞાનગુણને