________________
૪૩૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - દયા એ ઘર્મનું મૂળ છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ધીરજનાં ફળ મીઠા છે, સમભાવ એ આત્માનું ઘર છે. અને સમાધિમરણ એ જ આ મનુષ્યભવનું કર્તવ્ય છે. એમ જાણી સર્વ પ્રકારના લોકસંબંધી કે સ્વજન કુટુંબ આદિ બંઘનો તોડી અપ્રતિબંઘ વિહારી બની, બાહ્ય અને અત્યંતર સર્વસંગનો પરિત્યાગ કરી, આત્માની પ્રકૃષ્ટ શાશ્વત સુખશાંતિને મેળવવા કટિબદ્ધ થા. આ જ ઉત્તમ સગુણોને હૃદયમાં ધારણ કરવાનો પુરુષાર્થ તે જીવન સફળ કરવાનો સાચો ઉપાય છે. ૪૮
જેને આત્માના સદગુણો પ્રત્યે આકર્ષણ થયું છે તે ભવ્યાત્મા જરૂર દેશધર્મ એટલે અંશે આચરી શકાય એવા શ્રાવક ઘર્મનો વિચાર કરીને પોતાના આત્મકલ્યાણનો માર્ગ શોધે છે. તે દેશ ઘર્મ કોને કહેવો? અને તે કેવી રીતે પાળી શકાય? વગેરેનો વિચાર નીચેના પાઠમાં સવિસ્તર આપવામાં આવે છે.
(૩૭)
દેશ ઘર્મ વિષે વિચાર
(દોહરા)
જેના જ્ઞાને ન્યૂનતા દેશે પણ નહિ હોય;
રાજચંદ્ર ગુરુ તે નમું સંશય સર્વે ખોય. ૧ અર્થ:- જેના જ્ઞાનમાં દેશે એટલે અંશે પણ ન્યૂનતા અર્થાત્ ઉણપ હોય નહીં એવા શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુદેવના ચરણકમળમાં સર્વ પ્રકારના સંશયનો નાશ કરીને હું પ્રણામ કરું છું. ૧૫ા.
કળિયુગમાં આયુષ્ય તો અલ્ય, બુદ્ધિ પણ અલ્પ,
મૃતવારિધિ તરવા નથી સામગ્રી, સંકલ્પ. ૨ અર્થ – આ હુંડા અવસર્પિણી કળિયુગમાં જીવોના આયુષ્ય અલ્પ છે, બુદ્ધિ પણ અલ્પ છે, એવા સમયમાં ભગવાનની કહેલી સ્યાદ્વાદવાણીરૂપ શ્રુતવારિધિ એટલે શાસ્ત્ર સમુદ્રને તરવા અર્થાત્ સમજવા માટે જોઈતી બુદ્ધિરૂપ સામગ્રી મારી પાસે નથી તથા એવું સંકલ્પબળ પણ નથી કે મારે ભગવાનનું કહેલું તત્ત્વ આ ભવે સમજવું જ છે.
“આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાઘકપણું, બળવીર્યની હીનતા, એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાઘલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો “માર્ગ” પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી; તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો જ નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે.” (વ.પૃ.૫૬૧) “શાસ્ત્ર ઘણાં મતિ થોડલી મનમોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મનમોહન મેરે.” પારા
મુક્તિદાયક બીજઑપ આત્મહિતનું ઘામ;
તુજ આજ્ઞા ઉઠાવતાં, સરશે મારાં કામ. ૩ અર્થ - પણ મુક્તિ આપવામાં સમર્થ એવા સમકિતના બીજરૂપ તથા આત્મકલ્યાણના ઘરરૂપ