________________
४०५
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
(૧) પ્રકૃતિબંઘ = કર્મરૂપે પરિણમવા યોગ્ય કાર્મણ વર્ગણાઓ, જે કર્મની પ્રકૃતિરૂપે પરિણમે છે તેને પ્રકૃતિબંઘ કહેવામાં આવે છે.
(૨) પ્રદેશબંઘ - પ્રત્યેક સમયે જીવ જેટલા પુદ્ગલ પરમાણુઓને કર્મરૂપે ગ્રહણ કરે છે તેટલા પ્રમાણને પ્રદેશબંઘ કહેવામાં આવે છે.
(૩) સ્થિતિબંઘ - કર્મરૂપે પરિણમેલા પુદ્ગલ પરમાણુઓના ઝંઘો કેટલા કાળ સુધી આત્મા સાથે જોડાયેલા રહેશે તે પ્રમાણને સ્થિતિબંઘ કહે છે.
(૪) અનભાગબંઘ - રાગાદિના નિમિત્તથી જે પુદગલ વર્ગણાઓ કર્મરૂપે બનેલ છે, તેમાં એવી શક્તિ હોય છે કે તે કર્મોનો ઉદયકાળ આવ્યું જીવના જ્ઞાનાદિ ગુણોનો થોડો ઘણો પણ ઘાત કરે.
કર્મ બંઘાતી વખતે જીવના તીવ્ર કે મંદ કષાયભાવ અનુસાર કર્મોમાં એવી શક્તિનું રોપાવું તેને અનુભાગબંઘ કહેવામાં આવે છે. ઉપરોક્ત પ્રકૃતિબંઘ અને પ્રદેશબંઘ તે મન વચન કાયાના યોગથી પડે છે તથા બાકીનો સ્થિતિબંઘ અને અનુભાગબંઘ તે જીવના કષાયભાવોથી પડે છે. રા.
તજી અનાદિ વિભાવ ઑવ નિજભાવે સ્થિર થાય,
જીંવ-સંવર રૃપ તત્ત્વ તે; ત્યાં આસ્રવ રોકાય. ૨૪ અર્થ – જીવ પોતાનો અનાદિ વિભાવ તજી દઈ આત્મસ્વભાવે સ્થિર થાય તેને પાંચમું જીવ સંવર નામનું તત્ત્વ કહેવામાં આવે છે. તેથી આવતા કર્મોનો આસ્રવ રોકાઈ જાય છે. ૨૪
કર્મ-વર્ગણા ઑવ ભણી હવે વહે નહિ, તે જ –
અજીવ-સંવર જાણજો, સમતા ભાવ વડે જ. ૨૫ અર્થ - આત્માના સમતાભાવવડે જીવ-સંવર થવાથી કર્મોની વર્ગણાઓ પણ જીવ ભણી હવે વહેતી નથી. તેને જ અજીવ સંવર જાણવો. ૨પા.
વ્રત, સમિતિ, ગુણિ, યતિ-ઘર્મ, ભાવના બાર,
પરિષહ-જય, ચારિત્ર એ જીંવ-સંવર વિચાર. ૨૬ હવે જીવ-સંવર શાથી થાય છે તેના કારણો જણાવે છે :
અર્થ – સમ્યગ્દર્શન સહિત પાંચ મહાવ્રત કે અણુવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ, ઉત્તમ ક્ષમાદિ દશ યતિધર્મ, અનિત્યાદિ બાર ભાવનાઓ, બાવીસ પરિષહ જય, તથા દેશ સંયમ કે સર્વ સંયમરૂપ ચારિત્ર એ સર્વ સાઘનો, આવતા કર્મોને રોકે છે. તેથી જીવ-સંવર થાય છે. એમ વિચારી તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરવો. ર૬ના
ઑવ ભાવેઃ “હું એકલો, શુદ્ધ ચેતના રૂપ,
નિર્મમ, કેવળજ્ઞાનકૂંપ, દ્રષ્ટા, પૂર્ણ સ્વરૂપ;” ૨૭ હવે જીવ નિર્જરા પ્રાપ્ત કરવા માટેની ભાવના દર્શાવે છે :
અર્થ :- જીવ પોતાના શુદ્ધ સ્વભાવને પામવા માટે એવી ભાવના ભાવે છે કે હું એકલો છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, નિર્મમ શું અર્થાત્ મારું આ જગતમાં કંઈ નથી, કેવળજ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાતાદ્રેષ્ટા સ્વભાવવાળો છું અને પૂર્ણ સ્વરૂપ છું. અનંત જ્ઞાનદર્શન સુખવીર્યનો સ્વામી છું.