________________
(૩૫) સાર્વજનિક શ્રેય
વ્હાલા
હાંરે ત્યાં પ્રેય પ્રથમ કહે : “મુજ વિસ્તાર વિશેષ જો; જગનાયક પ્રભુ, જોજો સૌના ભાવને રે લો. હાંરે જુઓ, કર્ણ ચઢે છે પ્રિય વચન, સંગીત જો; નેત્ર ચહે પ્રિય ચકમકતા દેખાવને રેલો. હાંરે અર્થ :– સંસારના ભૌતિક સુખની પ્રીતિવાળો પ્રેય પ્રથમ કહેવા લાગ્યો કે આ જગતમાં મારો ફેલાવ વિશેષ છે. હે જગનાયક પ્રભુ! આપ સૌના ભાવને જાઓ, સૌ મને જ ઇચ્છે છે. કાન છે તે પ્રિય વચન કે સંગીત સાંભળવાને ઇચ્છે છે, નેત્રન્દ્રિય છે તે જગતમાં રહેલા ભૌતિક જડ પદાર્થોના ચકમકતા દેખાવને ઇચ્છે છે, અર્થાત્ વસ્તુઓના રૂપ, રંગ, કપડાં, અલંકાર, ઘર આદિને જોઈ બધા મોહ પામે છે. ।।૩।।
હાંરે કોણ સુગંધ સુંધી નહિ થાતા પ્રસન્ન જો? રસોઈના રસ રસિક જનો સૌ જાણતા રે લો;
હાંરે ગુહ્ય સ્પર્શ-સુખોને હેતાં આવે લાજ જો, એ જ મનોહર ભાવ જગત-જીવ માણતા રે લો. હાંરે વ્હાલા
રે
=
અર્થ :– નાસિકા સુગંધીને ચાહે છે. અત્તર, ફુલ વગેરેની સુગંધને સૂંધી કોણ પ્રસન્ન થતા નથી? સ્વાદિષ્ટ રસોઈના રસ ભોજન રસિકો સૌ જાણે છે અને તે વાનગીઓને આરોગી આનંદ માણે છે.
૪૦૯
“શાંતરસમય થર્મ—કષાયરહિત આત્માની પરિણતિ એ ખરો અમૃત જેવો રસ છે. બીજા રસથી ઉદાસ થાય તો એ રસ મળે.' મોલમાા, વિવેચન (પૃ.૨૩)
તથા ગુપ્ત સ્પર્શેન્દ્રિયના કહેવાતા સુખોને તો ઉચ્ચારતાં પણ લાજ આવે છે, એમ પાંચ ઇન્દ્રિયોના વિષયભાવોને જ મનોહર માની જગતના જીવો આનંદમાં ગરકાવ થઈને રહે છે. ।।૪।।
હાંરે જુઓ, વન ઉપવનને રાજવિલાસ અનેક જો; પુર પાટણ કે દેવ-દેવી-દરબારમાં રે લો; હાંરે જુઓ, ખુણેખાંચરે વર્તે મારી આણ જો,
મારે માટે મથતાં સૌ સંસારમાં રે લો."હાંરે વ્હાલા
=
અર્થ :— વનમાં રહેલા પ્રાણીઓની પણ એ જ ઇચ્છા છે. ઉપવન એટલે બગીચાઓમાં નેત્રન્દ્રિય આદિ વિષયોને પોષવા માટે લોકો જાય છે. તેમજ સર્વ સંસારી જીવો રાજા જેવા વિલાસને ઇચ્છે છે. અથવા સર્વ રાજા મહારાજાઓ પણ તેમાં મશગુલ છે. નગરમાં જુઓ કે ગામમાં જુઓ, કે વળી દેવદેવીઓના દરબારમાં જાઓ ત્યાં પણ લોકો ઇન્દ્રિયસુખની ઇચ્છાથી ઘન, સ્ત્રી, પુત્રાદિ મેળવવાની કામના બુદ્ધિથી આવે છે. અથવા દેવ દેવીઓના વિમાનમાં પણ ઇન્દ્રિયસુખની જ ભરમાર છે,
એમ જગતમાં સર્વત્ર ખુણે ખાંચરે મારી જ આજ્ઞા વર્તે છે. તથા પાંચ ઇન્દ્રિયોના સુખો મેળવવા માટે જગતમાં સર્વ જીવો મહેનત મારી કરી રહ્યા છે. એમ ભૌતિક સુખના રસિક એવા પ્રેયે પોતાની વાત રાજસભા સમક્ષ પ્રગટ કરી. ।।૫।।
હાંરે હવે શ્રેય કહે : “બહુ લોક ગરીબ જગમાંહિ જો, તેથી શું ગરીબાઈ વિશેષ વધી જતી રે લો?