________________
(૩૫) સાર્વજનિક શ્રેય
૪૧ ૩
રાજવી એટલે રાજાશાહી વૈભવ હતો તે આજે ગરીબ લોકો પણ રેડીઓ અને ટેલીવિઝન ઘરમાં રાખીને કર્ણેન્દ્રિય અને નેગેન્દ્રિયનું સુખ માણી શકે છે. દવાઓની વિવિથ શોઘોથી કે ઈજેકશન કે લૂકોઝના બાટલાઓ વગેરેથી જનતાનું દુઃખ મટાડીને શીધ્ર સુખ આપું છું. મોટર અને રેલગાડીના આવિષ્કાર વડે તો મેં પશુના દુઃખ પણ ફેડી નાખ્યા છે. ૧૪ll
હાંરે ઊડી વિમાને માનવ સુર સમ જાય જો; તાર કે તાર વિના સંદેશા સાંભળે રે લો; હાંરે વળી નભ, જળ, સ્થળના અકસ્મા–ઉપાય જો,
શોથી જગ-જનતાને સાચવું કળે કળે રે લો. હાંરે વ્હાલા અર્થ - વિમાનમાં બેસીને આ કાળમાં દેવતાઓની સમાન ઊડીને મનુષ્યો એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. તાર કે તારના જોડાણ વિના જ દેશ વિદેશના સમાચારો ઘર બેઠા લોકો સાંભળી શકે છે, હવે તો ચલચિત્રો પણ ઘરબેઠાં ટેલીવિઝન વડે જોઈ શકાય છે.
વિમાનોને ઊડવા માટે આકાશનું હવામાન કેવું છે તે પહેલેથી યંત્રોવડે જાણી શકાય છે, કે જળના ઉપદ્રવોને ટાળવા બાંઘ બાંધીને કે ઘરતીકંપ કે વાવાઝોડાંના અકસ્માતથી નુકશાન થવાનું છે તો તેના ઉપાય શોધી જગતની જનતાને જણાવી સમયે સમયે તેમને કળપૂર્વક સાચવું છું. ૧૫
હાંરે મારી છાપકળા આદિથી તું પણ પુષ્ટ જો, તુજ મંદિર પણ શોભે મારી સહાયથી રે લો; હાંરે ભલા, કંઈક વિચાર કરેલા મુજ ઉપકાર જો,
સુખ ઇચ્છે તો સેવ મને ઉપાયથી રે લો.” હાંરે વ્હાલા અર્થ - મારી છાપકળાના આવિષ્કારે તો તને પણ પુષ્ટિ આપી છે. તારું ઘાર્મિક સાહિત્ય પણ મારા વડે જ છપાઈને વિશેષ પ્રચાર પામ્યું છે. તારા મંદિરો પણ મારી છાપકળાની સહાયથી દીપી ઊઠે છે. અનેક પ્રકારના છપાયેલા ચિત્રો મંદિરોમાં કે ઘરમાં લગાડવાથી તે પણ શોભાને પામે છે. પ્રેય શ્રેયને કહે છે કે ભલા કંઈક તો મારા કરેલા ઉપકારનો વિચાર કર; અને જો તું પણ સુખ ઇચ્છતો હોય તો અનેક ઉપાય કરીને મારી આપેલી ભૌતિક સામગ્રીને સેવ. જેમકે સુંદર ભોજનોથી તૃપ્ત રહેવું હોય તો જાતજાતની અનેક સામગ્રી લાવીને રસોઈ બનાવ. હવે તો ચૂલા ફેંકવાને બદલે ગેસના ચૂલા વિદ્યમાન છે. તથા નેગેન્દ્રિયનું અને કર્મેન્દ્રિયનું સુખ માણવું હોય તો ટેલીવિઝન વગેરે ઘરમાં વસાવી સુખી થા. /૧૬ાા.
હાંરે હવે શ્રેય કહે: “તુજ સમય વિષે મહાદોષ જો, તાત્કાલિક પરિણામ વિષે તું રાચતો રે લો; હાંરે જેમ ચોર ચોરીંથી બને બહું ઘનવાન જો,
વળી વખાણે ચોર-કળા, યશ યાચતો રે લો. હાંરે વ્હાલા અર્થ :- હવે શ્રેય પ્રત્યુત્તરમાં જણાવે છે કે હે પ્રેય! તારી સમજમાં મહાદોષ છે. તું માત્ર તાત્કાલિક લાભ જોઈને તેમાં જ રાચી રહે છે. જેમ કિંપાકનું ફળ દેખાવે સુંદર હોય, ખાવામાં પણ મીઠું હોય પણ ખાઘા પછી તે આંતરડાને તોડી નાખશે એ તું જાણતો નથી. જેમ કોઈ ચોર ચોરી કરીને ઘણો ઘનવાન બની જાય અને પોતાની ચોર કળાને વખાણી યશ ઇચ્છે તે યોગ્ય નથી; તેમ તું પણ કરે છે. ૧૭થા