________________
૩૨ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જીવને આરંભપરિગ્રહ છે ત્યાં સુધી મતિજ્ઞાન ઉપર આવરણ છે એમ હું માન. ૩૨ાા
આરંભ-પરિગ્રહ થકી શ્રુતજ્ઞાન અવરાય;
આરંભ-પરિગ્રહ થકી અવધિજ્ઞાન ન થાય. ૩૩ અર્થ :- આરંભ-પરિગ્રહ વડે શ્રુતજ્ઞાન પણ અવરાય છે. આરંભ પરિગ્રહમાં મૂછ છે ત્યાં સુધી અવધિજ્ઞાન પણ થતું નથી. ૩૩ાા.
આરંભ-પરિગ્રહ વડે મનપર્યય અવરાય;
આરંભ-પરિગ્રહ છતાં કેવળજ્ઞાન ન થાય. ૩૪ અર્થ :- આરંભ-પરિગ્રહથી મન:પર્યવજ્ઞાન અવરાયેલ રહે છે તથા આરંભપરિગ્રહ હોય ત્યાં સુધી જીવને કેવળજ્ઞાન પણ થતું નથી. ૩૪.
આરંભ-પરિગ્રહ-બળ અતિ, બતાવ સત્તર વાર;
કહે વળી કે તે જતાં ઊપજતાં ગુણ ઘાર : ૩૫ અર્થ:- એમ આરંભ-પરિગ્રહનું અત્યંત બળ સત્તરવાર બતાવીને વળી ત્યાં કહ્યું છે કે જો આરંભપરિગ્રહથી જીવ નિવર્સે તો તેને બધા જ્ઞાન પ્રગટે. તે ગુણો કયા કયા ઉત્પન્ન થાય તે હવે જણાવે છે :
આરંભ પરિગ્રહ ટળે અતિ મતિજ્ઞાન સહાયઃ
આરંભ પરિગ્રહ ટળે બહુ શ્રુતજ્ઞાન પમાય. ૩૬ અર્થ :- હવે આરંભ-પરિગ્રહ ટળવાથી તેનું મતિજ્ઞાન અતિ નિર્મળ થાય તથા આરંભ-પરિગ્રહ ટળવાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ પણ ઘણી સુલભ થાય. |૩૬ાા.
આરંભ પરિગ્રહ ટળે અવધિ-દીપ પ્રગટાયઃ
આરંભ પરિગ્રહ ટળે મનપર્યય પણ થાય. ૩૭ અર્થ :- આરંભ-પરિગ્રહ ટળવાથી અવધિજ્ઞાનરૂપ દીપક પ્રગટ થાય તથા આરંભ-પરિગ્રહ ટળવાથી મન:પર્યયજ્ઞાન પણ ઉત્પન્ન થાય. /૩શા
આરંભ પરિગ્રહ ટળે ઊપજે કેવળજ્ઞાનઃ
વર્ણન સત્તર વાર ફરી કરે ભલા ભગવાન. ૩૮ અર્થ - આરંભ-પરિગ્રહ ટળવાથી જીવને સર્વથી શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન ઊપજે છે. એમ ભગવાન પોતાના ઉપદેશમાં જીવોના ભલા માટે સત્તરવાર ફરી ફરી આ વાત સમજાવવા માટે કહે છે. આ બધો ભાવ પરમકૃપાળુદેવે પત્રાંક ૫૦૬માં જણાવેલ છે.
ભલો થઈ જીંવ, માન તું દુઃખહેતુ એ ટાળઃ
તે ટાળ્યા વિના કદી શ્રેય ન થાય, નિહાળ. ૩૯ અર્થ - હે જીવ! ભલો થઈ હવે તું આ વાતને માન અને દુઃખના કારણ એવા આ પરિગ્રહ પ્રત્યેના મૂર્છાભાવને તું ટાળ. તે પરિગ્રહભાવને ટાળ્યા વિના આ જીવનું કદી શ્રેય એટલે કલ્યાણ થાય નહીં એમ તું દ્રઢપણે માન. [૩૯ાા