________________
(૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨
૩૪૧
ત્યાં તેત્રીસ સાગરોપમ સુથી અહમિંદ્રસુખના તાનમાં મગ્ન રહ્યા. જસમતી, મતિપ્રભ વગેરે જીવો પણ દેવ બનીને તે જ વિમાનમાં વાસ કરીને રહ્યા. વ્રત, તપરૂપી વૃક્ષના ફળરૂપ સૌ આ વૈભવસુખના વિલાસને પામ્યા. ||૧૨ા.
હરિવંશમાં યાદવ સમુદ્રવિજય ગણાતો નૃપ ભલો, વસુદેવ આદિ બાંઘવો દશ, પુણ્યપુરુષો સાંભળો; રાણી શિવાદેવી મનોહર, મતિ પતિવ્રતમાં અતિ,
તે સ્વપ્ન સોળે દેખી રાત્રે, હરખ પતિ પાસે જતી. ૧૩ અર્થ :- હરિવંશમાં યાદવ સમુદ્રવિજય નામનો રાજા ઘણો ભલો ગણાતો હતો. તેમને વસુદેવ જે શ્રી કૃષ્ણના પિતા છે તે મળીને કુલ દસ ભાઈઓ હતા. તે બઘા પુણ્યશાળી પુરુષો હતા. તે સમુદ્રવિજયને મનોહર એવી શિવાદેવી રાણી હતી. તે સતીની મતિ પતિવ્રતમાં અતિ હતી. તે રાત્રે સોળ સ્વપ્નોને દેખવાથી હર્ષ પામીને પતિ પાસે ગઈ. ૧૩ાા
તે સ્વપ્ન કહીં ફળ સુણવા દેખે પ્રૌતિથી પતિ પ્રતિ, રાજા કહે : “ષ માસથી રત્નો તણી વૃષ્ટિ થતી; વળી દિકકુમારી દેવીઓ સેવી રહી બહુ ભાવથી,
તો સ્વપ્ન સૌ તે સૂચવે તુજ પુત્ર થાશે જગપતિ. ૧૪ અર્થ - રાજાને તે સ્વપ્નો કહી તેનું ફળ સાંભળવા માટે પ્રેમપૂર્વક પતિની સામે જોવા લાગી. ત્યારે રાજા કહે કે છ મહિનાથી આપણા આંગણામાં રત્નોની વૃષ્ટિ થઈ રહી છે તથા દિગુકુમારી દેવીઓ પણ બહ ભાવથી સેવા કરી રહી છે. તેમજ સર્વ સ્વપ્નો પણ આવું સૂચવે છે જેથી તમારો પુત્ર ત્રણ જગતનો નાથ થશે. ૧૪
રૈલોક્યગુરુ તુજ બાળ બનશે, ઘન્ય! તીર્થકર થશે.” સુણી રાણી હર્ષે ઊછળે જાણે પ્રભુ ખોળે વસે. કાર્તિક સુદિ છઠને દિને શુભ ગર્ભ-કલ્યાણક થતાં,
બહુ દેવ દેવી ઊજવી હર્ષે મહોત્સવ સહુ જતાં. ૧૫ અર્થ – તમારો પુત્ર ત્રણ લોકના આરાધક જીવોનો ગુરુ બનશે, તથા ઘન્ય છે જીવન જેનું એવા તીર્થંકરપદને પામશે. જે અનેક જીવોને તારીને મોક્ષે જશે. આ વાત સાંભળીને રાણી ખૂબ હર્ષાયમાન થયા અને વિચારવા લાગ્યા કે અહો! ત્રણ લોકના નાથ મારા ખોળામાં વસે છે.
કાર્તિક સુદ છઠના શુભ દિવસે પ્રભુનું ગર્ભકલ્યાણક થતાં ઘણા દેવ દેવીઓએ આવી તે દિવસને મહોત્સવરૂપે ઊજવી, સર્વ પોતપોતાના સ્થાને ગયા. ૧૫ા
શ્રાવણ-સુદિ શુભ પાંચમે પ્રભુ નેમિ નરવર જનમિયા, ઇંદ્રાદિ સુરગણ ભક્તિભાવે પ્રભુસહિત મેરું ગયા. જન્માભિષેક મહોત્સવે બહુ સુર સમકિત પામિયા, ઇંદ્રાદિને પણ પૂજ્ય તેના ભક્ત ભક્તિથી થયા. ૧૬