________________
૩૪૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - શ્રાવણ સુદી પાંચમના દિવસે નરોમાં શ્રેષ્ઠ એવા પ્રભુ નેમિનાથનો જન્મ થયો. ઇન્દ્રાદિ દેવના સમૂહો ભક્તિભાવ સહિત પ્રભુને લઈ મેરુશિખર ઉપર ગયા. ત્યાં જન્માભિષેક મહોત્સવ નિમિત્તે ઘણા દેવો સમ્યગ્દર્શનને પામ્યા. ભગવાન નેમિનાથને ઇન્દ્ર આદિ દેવો પણ પૂજે છે એમ જાણી તથા તેમની ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ જોઈને બીજા દેવો પણ ભગવાનના ભક્ત બની ગયા. ૧૬ાા
સુર-ભવ પૅરો કર શંખ મુનિનો જીવ નવમા ભવ વિષે, શુભનામ નેમિસ્વામી ઘારી શૌરિપુરીમાં વસે; વસુદેવ કાકાને હતા બે દીકરા પ્રખ્યાત જે
બળરામ ને શ્રી કૃષ્ણ નામે, દ્વારિકાના નાથ તે. ૧૭ અર્થ - પાંચ અનુત્તરમાંના જયંત વિમાનમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કરી શંખમુનિનો જીવ હવે નવમા ભવમાં નેમિનાથ એવું શુભનામ ઘારણ કરીને શૌરિપુરીમાં રહેવા લાગ્યા.
નેમિનાથ પ્રભુના કાકા વસુદેવને બે પ્રખ્યાત દીકરા હતા. એક બળરામ અને બીજા શ્રી કૃષ્ણ. જે દ્વારિકા નગરીના રાજા છે. |૧ળા
શ્રી નેમિનિને દ્વારિકામાં રાખી સેવા સૌ કરે, યૌવન વયે પ્રભુ સહજ ફૂપ ને બળ અતુલ્ય તને ઘરે; ત્યાં એકદા યાદવ-સભામાં ચાલી ચર્ચા બળ તણી,
શ્રી કૃષ્ણને સર્વોપરી લોકો ઠરાવે, તે સુણી- ૧૮ અર્થ - શ્રી નેમિનાથને દ્વારિકા નગરીમાં રાખી સૌ તેમની સેવા કરવા લાગ્યા. પ્રભુ યૌવનવય પામતા સહજે સ્વરૂપવાન થયા અને જેના બળની તુલના કોઈની સાથે કરી ન શકાય એવા અતુલ્ય શરીરબળના ઘારી થયા. એકદા યાદવસભામાં બળની ચર્ચા ચાલી કે હાલમાં કોણ વિશેષ બળવાન છે. ત્યારે લોકો કહેવા લાગ્યા કે શ્રી કૃષ્ણ મહારાજ બળમાં સર્વોપરી છે. તે વાત નેમિનાથે સાંભળી. ||૧૮ના
શ્રી નેમિ પોતે કૃષ્ણને નિજ આંગળી વાળી કહે : “સીથી કરો તો સર્વસમ્મત વાત ચાલી તે રહે.” શ્રી કૃષ્ણ બળ કરી ખેંચતા પણ આંગળી વળી ના જરી,
બે હાથથી લટક્યા હરિ કે આંગળી ઊંચી કરી. ૧૯ અર્થ - શ્રી નેમિનાથે પોતાની આંગળી વાળીને કૃષ્ણને કહ્યું કે આ આંગળી સીદી કરો તો લોકોમાં સર્વ સમ્મત તમારા બળની વાત ચાલી છે તે યથાર્થ ગણાય. શ્રી કૃષ્ણ બળ કરી તે આંગળીને સીદી કરવા ખૂબ ખેંચી પણ તે જરાય સીધી થઈ નહીં. પછી બે હાથથી તે આંગળીને પકડી હરિ એટલે શ્રી કૃષ્ણ તેને લટકી ગયા કે શ્રી નેમિનાથે પોતાની આંગળીને ઊંચી કરી. ૧૯ાા
વાનર સમા વૃક્ષ, હરિ ત્યાં હીંચકા શું ખાય છે! તે જોઈ સર્વે નેમિજિનના બળવડે હરખાય છે. ગિરનાર પર જળ-કેલિ કરવા એક-દિન યાદવ ગયા,
નિષ્કામ ક્રીડા નેમિજિનની નીરખી સૌ હર્ષિત થયાં. ૨૦ અર્થ - વૃક્ષની ડાળે લટકીને જેમ વાંદરા હીંચકા ખાય છે તેમ હરિ એટલે શ્રી કૃષ્ણ પણ દેખાવા