________________
૩૮ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- જેવું પાત્ર એટલે વાસણ હોય તે પ્રમાણે તેમાં પાણી આકારને ધારણ કરે છે. તેમ જેવા પાત્ર જીવોને દાન આપવામાં આવ્યું હોય તે પ્રમાણે જીવને તે ઉલ્લાસનું કારણ થાય છે.
દાન શત્રુને આપ્યું હોય તો વૈરનો નાશ કરે છે, સેવકને આપવાથી તે વિશેષ ભક્તિમાન થાય છે, રાજાને આપવાથી ઉત્કૃષ્ટ સન્માન પામી શકાય છે, અને ભાટ, કવિ કે ચારણ વિગેરેને આપવાથી સર્વત્ર યશ ફેલાય છે. દાન કોઈપણ સ્થાને નિષ્ફળ થતું નથી. તેમાં પણ સુપાત્રને દાન આપવાથી તે વિશેષ કલ્યાણકારી થાય છે.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (પૃ.૩૨) //૭પી.
ઉલ્લાસ અનુસાર રે દાનની વેલ ફળે,
ખરો અવસર આવ્યો રે!ખરો વીર કેમ બને? જ્ઞાની ૭૬ અર્થ - દાન આપી જેવો ઉલ્લાસભાવ જીવ રાખે તે પ્રમાણે દાનની વેલ ફળે છે. વર્તમાનમાં દાન આપવાનો અવસર આવ્યો છે તો ખરો દાનવીર તે તકનો લાભ લેવા શા માટે મળી રહે; ન જ મળી રહે, દાન આપી કૃતાર્થ થાય..
ઘન્નાનું દૃષ્ટાંત – એકદા ચાર જ્ઞાનને ઘારણ કરનારા ઘર્મઘોષ નામના સૂરિ પઘાર્યા. ઘડ્યો પોતાના ભાઈઓ સહિત સૂરિને વાંદવા ગયો. સૂરિને વાંદી દેશના સાંભળીને ઘન્નાએ નમ્રતાપૂર્વક પૂછ્યું કે - “હે ભગવાન! મારા ત્રણે ભાઈઓ કયા કર્મથી નિર્બન રહ્યા? તે સાંભળી ગુરુએ તેમનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે - “કોઈ એક ગામમાં ત્રણ ભાઈઓ કાષ્ટના ભારા વેચીને આજીવિકા ચલાવતા હતા. એક દિવસ લાકડાં લેવા માટે તેઓ સાથે ખાવાનું ભાતું લઈને વનમાં ગયા. મધ્યાહ્નકાલે ખાવા બેઠા, તે વખતે કોઈ સાધુ માસક્ષમણને પારણે ત્યાં આવ્યા. તેમને જોઈને દાન આપવાની ઇચ્છા થવાથી તેમણે પોતાના ભાતામાંથી દાન દીધું. મુનિ ગયા પછી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “આપણે ભૂલ કરી, આ સાધુ ફોગટનું લઈને જતો રહ્યો અને આપણે ભૂખ્યા રહ્યા. એ સાથુ કાંઈ ઉત્તમ કુલનો નહોતો; પણ એમાં તેનો દોષ નથી, આપણે જ મૂર્ખ કે ફોગટ ભૂખે મર્યા.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા કરતા પોતાને ઘેર ગયા. અનુક્રમે આયુષ્યના ક્ષયે મરણ પામીને અલ્પરિદ્ધિવાન વ્યંતરપણું પામી ત્યાંથી ચ્યવીને અહીં ઉત્પન્ન થયા છે. પૂર્વે મુનિરાજને દાન આપીને પશ્ચાત્તાપ કરવાથી આ ભવમાં વારંવાર નિર્ધનપણું પામ્યા છે. કહ્યું છે કે – “દાન દઈને સુજ્ઞ પુરુષોએ પશ્ચાત્તાપ કરવો નહીં. પરંતુ ભાવરૂપી જળ વડે પુણ્યરૂપી વૃક્ષનું સિંચન કરવું.” -ઉ.પ્રા.ભા. ભા.-૪ (પૃ.૩૮)
દાન ચાર પ્રકારે રે, અભય, ભોજન, ઔષથી,
દાન શાસ્ત્રનું ચોથું રે, થેંકે ન શ્રીમંત સુ-થી. જ્ઞાની ૭૭ અર્થ :- દાનના ચાર પ્રકાર છે (૧) અભયદાન (૨) આહારદાન (૩) ઔષધદાન અને (૪) શાસ્ત્રદાન અથવા જ્ઞાનદાન. જે સમ્યબુદ્ધિવાળો શ્રીમંત હોય તે તો આ દાનોનો લાભ લેવાનો અવસર કદી ચૂકે નહીં. “જે દયાળુ મનુષ્ય સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે તે મનુષ્ય દેહથી મુક્ત થાય અર્થાત્ મૃત્યુ પામે ત્યારે પણ તેને કોઈથી ભય રહેતો નથી.” –ઉ.મા. ભા. ભા.-૪ (પૃ.૩૩) ' ખેંગારરાજાનું દૃષ્ટાંત – “એકદા જૂનાગઢનો ખેંગાર નામનો રાજા શિકાર કરવા ગયો હતો. ત્યાં ઘણા સસલાઓનો વઘ કરી તેને ઘોડાના પૂંછડા સાથે બાંધીને પાછો આવતા તે માર્ગથી તેમજ પરિવારથી ભ્રષ્ટ થયો. અર્થાતુ એકલો ભૂલો પડ્યો. તેવામાં એક બાવળના વૃક્ષની શાખા ઉપર ચઢીને