________________
૩૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
વ્રત નિયમોને શુભભાવપૂર્વક ઘારણ કરવાના છે. ર૯.
સ્વપ્ન પણ ઇચ્છે ન અશુભ તે, વ્રત-નિષ્ઠા પૂરી પામી રે,
શુભ સંકલ્પો નિયમ સંબંઘી ટળતાં, રહે નહિ ખામી રે. આત્મક અર્થ - વ્રતોના પાલનથી ઇચ્છાઓનો નિરોઘ થતાં આત્મામાં શાંતિ ઊપજે છે, તેથી વ્રતોમાં પૂરી નિષ્ઠા અર્થાત શ્રદ્ધા આવે છે કે એ જ કર્તવ્ય છે. પછી સ્વપ્ન પણ તે અશુભ વિકલ્પોને ઇચ્છતો નથી. એમ કરતાં દશા વચ્ચે નિયમ પાળવાના શુભ વિકલ્પો પણ મટી જઈ શુદ્ધ ભાવમાં રમતાં, આત્મિક સુખમાં તેને કોઈ ખામી રહેતી નથી. |૩૦ના
જ્ઞાનદશાથી ટળે વિકલ્પો, જ્ઞાનરમણ હિતકારી રે;
પાત્ર થવા વ્રત-નિયમો સેવો, મલિન મન સંથારી રે. આત્મઅર્થ - આત્માની જ્ઞાનદશા આવ્યે સર્વ વિકલ્પો ટળી જાય છે. આત્માના શુદ્ધ જ્ઞાનગુણમાં રમણતા કરવી એ જ જીવને હિતકારી છે. માટે તે જ્ઞાનદશાને પાત્ર થવા અર્થે વિષયકષાયથી મલિન એવા મનને સુધારી સદા વ્રત નિયમોનું પાલન કર્યા કરો. ૩૧
પરમપદ પરમાત્મદશામાં નથી નિયમ–પ્રયત્નો રે,
સહજ દશા તે પરમ શાંત છે, પૂર્ણ ત્રણે ત્યાં રત્નો ૨. આત્મઅર્થ - સર્વોત્કૃષ્ટ એવી પરમાત્મદશા પામ્યા પછી ત્યાં કોઈ પણ પ્રકારનો નિયમ આરાઘવાનો પુરુષાર્થ કરવો પડતો નથી; કેમકે તે કતકૃત્ય દશા છે. તે સહજાત્મસ્વરૂપમય દશા પરમશાંત અવસ્થા છે,
જ્યાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપે ત્રણેય રત્નોની પરિપૂર્ણ પ્રાપ્તિ છે. આત્માના કલ્યાણ અર્થે જ્ઞાનીની આજ્ઞાએ નિયમપૂર્વક વર્તન કરવું, એવું જેણે શીખવ્યું તે પરમકૃપાળુ પરમાત્માને અમારા સદા પ્રણામ હો. ૩૨ાા
જીવનમાં નિયમિતપણું હોય તો કામ ત્વરાથી થાય છે અને ઘારેલી સિદ્ધિ આપે છે. પણ તે નિયમિતપણું જિનાગમના અભ્યાસીને યથાર્થ ધ્યાનમાં આવે છે કે સમયની કેટલી કિંમત છે. હવે આ પાઠમાં જિનાગમના માહાભ્ય વિષે વિસ્તારથી જણાવે છે :
(૩૩)
જિનાગમ-સ્તુતિ (સેવો ભવિયાં વિમલ જિનેસર દુલ્લાહા સજ્જન સંગાજી—એ રાગ)
જિન-આગમ જયવંત જગતમાં, સત્ય સરસ્વતી દેવીજી,
વિવેક-હંસનું વાહન સાચું, સવળી સમજ કરી લેવીજી. જિનરે અર્થ - જિન એટલે રાગદ્વેષ અને અજ્ઞાન જેના જિતાઈ ગયા છે એવા સર્વજ્ઞ જિનેશ્વરના સ્વમુખેથી નિકળેલ વાણીને જિનાગમ કહેવામાં આવે છે. તે ત્રણે કાળ જગતમાં જયવંત છે, અર્થાત્ ત્રણે