________________
(૩૪) નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ
૪ ૦ ૧
અગમ, અપાર જિનાગમ-ગૌરવ, ગાવાનું મુજ ગજાં શું ?
સમજ વિના બડબડ બોલ્યો છું, ક્ષમા સુજનની ચહું છું જી. જિન અર્થ :- અગમ એટલે સહજ રીતે જેની ગમ પડે નહીં તથા અપાર એટલે અપરંપાર છે માહાભ્ય જેનું એવા જિનાગમનું ગૌરવ ગાવાનું મારું શું ગજવું છે? છતાં ભક્તિ વિશે સમજ વગર બડબડ બોલી ગયો છું. તે માટે સજ્જન પુરુષોની ક્ષમા ચાહું છું.જિનાગમનો જગતમાં સદા જયજયકાર હો. ૩રા
જિનાગમમાં નય, નિક્ષેપ, પ્રમાણ તથા દ્રષ્ટાંત દલીલોથી નવ તત્ત્વોને વિસ્તારથી સમજાવવાનો ભગવાને ઉપદેશ કર્યો છે. તે નવેય તત્ત્વો પ્રત્યેક પ્રાણીને જાણવા અત્યંત આવશ્યક છે. તે નવ તત્ત્વો કયા કયા છે તેનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ આ પાઠમાં સમજાવવામાં આવે છે -
(૩૪)
નવ તત્ત્વનું સામાન્ય સંક્ષેપ સ્વરૂપ
(દોહરા)
વંદું ગુરુપદ-પંકજે જે ત્રણ જગનું તત્ત્વ,
નિજ પરમપદ પામવા, જવા અનાદિ મમત્વ. ૧ અર્થ - પરમકૃપાળુ સગુરુ ભગવંતના ચરણકમળ જે ત્રણેય લોકમાં તત્ત્વરૂપ એટલે સારરૂપ પદાર્થ છે, તેને મારું પરમપદ અર્થાત્ પરમાત્મપદ પામવા માટે તથા અનાદિથી પરપદાર્થમાં થયેલ મમત્વબુદ્ધિને ટાળવા અર્થે પ્રણામ કરું છું.
“દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ઘર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યકત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ઘર્મનું ભાન નહોતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ઘર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યકત્વ.” (વ.પૃ.૬૮૬) //લા
રાજચંદ્ર રત્નાકરું પરમકૃપાળુ દેવ,
અબુઘ, અઘમ આ રંકને દે તુજ તાત્ત્વિક સેવ. ૨ અર્થ :- શ્રી રાજચંદ્ર પ્રભુ રત્નાકર એટલે ગુણરૂપી રત્નોની ખાણ છે. તે જગતના જીવો ઉપર પરમકૃપા કરનાર હોવાથી પરમકૃપાળુદેવ છે. હે પ્રભુ! હવે આ અબુઘ એટલે અજ્ઞાની અને પાપથી પતિત થયેલા મારા જેવા અઘમ આ રંક જીવને તું તાત્વિક સેવ આપ, અર્થાત્ એવી આજ્ઞા કર કે જેથી મને આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય. રા
નવઘા ભક્તિ, નાથ, તુજ નવે ય તત્ત્વસ્વરૂપ,
સમજાવી સંશય હરો, કરો શુદ્ધ ચિતૂપ. ૩ અર્થ :- નવધા ભક્તિ એટલે ભક્તિના નવ પ્રકાર છે. તે નીચે પ્રમાણે કહેવામાં આવ્યા છે.
“શ્રવણ, કીરતન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; લઘુતા, સમતા, એકતા, નવઘા ભક્તિ પ્રમાણ.” -પ્રવેશિકા (પૃ.૪૦)