________________
(૩૨) નિયમિતપણું
૩૮૯
કર. અને અનંતકાળ સુધી તે સહજ સ્વરૂપમાં સ્થિરતા કરવી તેનું જ નામ મોક્ષ છે એમ તું માન. ॥૫॥ એક રીતે તો જગત-પ્રવર્તક નિયમ વિશ્વમાં દેખો રે,
તે વિના અંઘાધૂંધીનો ખ્યાલ કરીને પેખો . આત્મ
અર્થ :– એક રીતે જોતાં આ જગતનો પ્રવર્તક નિયમ એટલે વસ્તુનો સ્વભાવ જ છે.
=
‘(૧) એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે -
જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ આગળ કહ્યું હતું તેમાં શંકા થાય, તે સર્વના ખુલાસારૂપ આ વાક્ય છે. એક ભેદ = એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ધર્મો છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીમડો કડવો લાગે એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગતકર્તારૂપે ઈશ્વરની જરૂર નથી. નિયમને લઈને જગત પ્રવર્તે છે, ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ નિયમો પ્રમાણે જગત ચાલે છે. તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે, “આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુ:ખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ, ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણ (નિયમ)ને લઈને રહ્યા છે.” (૨૧-૧) અહીં મુખ્યપણે કર્મના નિયમો વિષે કહેવું છે. આખો કર્મગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય, તે ભોગવવાનાં અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે, મોલા વિવેચન (પૃ.૨૩૮)
“પૃથ્વીના કણો જેની કાયા છે એવા જીવો એવાં કર્મ બાંઘવાથી ત્યાં ઉત્પન્ન થાય છે, તે પૃથ્વીકાયરૂપ દેહ છોડી બીજે જન્મે છે ને વળી બીજા વનસ્પતિ આદિ જીવો જેમણે તેવાં જ કર્મ બાંધ્યાં હોય તે પાછા પૃથ્વીરૂપ શરી૨ ઘારણ કરે છે. આમ અનંત જીવો પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ આદિ શરીરો ઘારણ કરી રહ્યા છે, મરે છે, જન્મે છે છતાં પૃથ્વી તેની તે આપણને દેખાય છે. તેવી જ સ્થિતિ સૂર્ય, ચંદ્ર, તારા વગેરેની સમજવી.” બોંચામૃત ભાગ-૩ (પૃ.૨૮૨)
એ નિયમ વિના સર્વત્ર અંધાધૂંધી ફેલાઈ જાય. તેનો વિચાર કરો તો સમજાય એવું છે. ।।૬।। દિનચર્યામાં સ્થૂલ રીતે જે નિયમિત આહાર-વિહારે રે,
સ્વાસ્થ્ય સાચવી ગાળી શકાશે કાળ વિશેષ વિચારે રે. આત્મ
અર્થ :– પોતાની દિનચર્યામાં સ્થૂળ રીતે નિયમિત એટલે સમયસર આહાર વિહાર રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સાચવી શકાશે, અને સ્વાસ્થ્ય ઠીક હશે તો તે સમય વિશેષ આત્મવિચારમાં ગાળી શકાશે. ।।।।
કાર્ય નિયમથી થાય ત્વરાથી, ઘારી સિદ્ધિ દેશે રે, પરિશ્રમ પણ ઝાઝો ન જણાશે, આનંદ ઉર પ્રવેશે રે. આત્મ
અર્થ :— કાર્ય નિયમપૂર્વક એટલે સમયસર કરવામાં આવે તો તે ત્વરાથી એટલે જલ્દી પૂર્ણ થાય છે, અને ઘારેલી સિદ્ધિને આપે છે. તેમ કરવાથી કામ વેંચાઈ જશે અને મને ઝાઝો પરિશ્રમ કરવો પડ્યો એમ પણ જણાશે નહીં, તથા કાર્ય સમયસર પૂર્ણ થવાથી હૃદયમાં પણ આનંદનો અનુભવ થશે.
“નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ઘારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે.’ (વ.પૃ.૧૫) કટો
નિયમિત-મુખ હાસ્યાદિ કાર્યો, નિયમિત નેત્ર-વિકારે રે, શ્રવણ, સ્પર્શ, રસ, ગંધ ભણી પણ દોડ નહીં અવિચારે રે. આત્મ